AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અયોધ્યામાં જમીન ખરીદવા માંગો છો, તો આ નિયમ જાણવા જરૂરી, જાણો કેટલી છે કિંમત

અયોધ્યામાં જમીનના ભાવ પણ આસમાને છે. શહેરમાં જમીનના ભાવ સામાન્ય કરતા 10 ગણા વધી ગયા છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમારે અયોધ્યામાં જમીન ખરીદવી હોય તો કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે અને સરકારી નિયમોમાં શું બદલાવ આવ્યા છે. તેમજ જમીનનો ભાવ શું ચાલી રહ્યો છે.

અયોધ્યામાં જમીન ખરીદવા માંગો છો, તો આ નિયમ જાણવા જરૂરી, જાણો કેટલી છે કિંમત
રેન્ડસ્ટેડ ઈન્ડિયાના સ્ટાફિંગ અને રેન્ડસ્ટેડ ટેક્નોલોજીસના ચીફ કોમર્શિયલ ઓફિસર યશબ ગિરીએ જણાવ્યું હતું કે આગામી થોડા વર્ષોમાં અયોધ્યા એક વૈશ્વિક પ્રવાસન કેન્દ્રમાં પરિવર્તિત થવાની તૈયારીમાં છે, જેમાં અંદાજે 3-4 લાખ દૈનિક મુલાકાતીઓ આવશે.
| Updated on: Jan 16, 2024 | 6:01 PM
Share

અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. ત્યારે સમગ્ર શહેરની કાયાપલટ થઈ રહી છે. રોકાણ માટે કે પછી ઘર બનાવવા માટે દરેક વ્યક્તિ અયોધ્યામાં જમીન ખરીદવાનું સપનું જોઈ રહ્યો છે. ઘણા ઉદ્યોગપતિઓ ત્યાં ઉદ્યોગો બનાવવાની યોજના બનાવી રહ્યા છે, તેથી અયોધ્યામાં જમીનના ભાવ પણ આસમાને છે.

શહેરમાં જમીનના ભાવ સામાન્ય કરતા 10 ગણા વધી ગયા છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમારે અયોધ્યામાં જમીન ખરીદવી હોય તો કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે અને સરકારી નિયમોમાં શું બદલાવ આવ્યા છે. તેમજ જમીનનો ભાવ શું ચાલી રહ્યો છે.

જમીનની કિંમત

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી જમીનની કિંમત અનુસાર અયોધ્યામાં રહેણાંક પ્લોટની કિંમત પ્રતિ ચોરસ 37,870 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તો મઠ, મંદિર અને ચેરિટેબલ ટ્રસ્ટની જમીનના દર રહેણાંકની જમીન કરતાં દોઢ ગણા વધુ એટલે કે 53,805 રૂપિયા પ્રતિ ચોરસ નક્કી કરવામાં આવ્યા છે.

અયોધ્યામાં જમીન ખરીદવાના નિયમો

તાજેતરમાં જ સુપરસ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચને અયોધ્યામાં 14.5 કરોડ રૂપિયાનો પ્લોટ ખરીદ્યો છે. તેમણે આ પ્લોટ 7 સ્ટાર એન્ક્લેવ ધ સરયૂમાં ખરીદ્યો છે. બિગ બીએ ઘર બનાવવાની ઈચ્છા સાથે આ પ્લોટ ખરીદ્યો છે. જો તમે અયોધ્યામાં જમીન ખરીદવા માંગતા હોવ તો સૌથી પહેલા તમારે પ્રોપર્ટીના ટાઈટલ અને માલિકીનું ચેકિંગ કરવું પડશે.

જો તમે અયોધ્યામાં જમીન ખરીદવા જઈ રહ્યા છો તો સરકાર દ્વારા થોડા સમય પહેલા બહાર પાડવામાં આવેલી આ ગાઈડલાઈન સમજવી ખૂબ જ જરૂરી છે. જમીન ખરીદતા પહેલા પહેલા તે પ્રોપર્ટીના પેપર્સ સારી રીતે તપાસવા જોઈએ કે તમારી સાથે કોઈ છેતરપિંડી તો નથી થઈ રહી ને, પ્રોપર્ટીના દસ્તાવેજો સાચા છે કે કેમ ? આ તમામ વિગતો તપાસી લેવી.

આ સિવાય જમીન ખરીદતા પહેલા ખરીદદારે ધ્યાનમાં રાખવું પડશે કે જમીન ખેતીની છે કે રહેણાંક. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જ અયોધ્યામાં જમીન ખરીદવા માટે નોંધણી કરાવી શકાય છે. જેના માટે ઓનલાઈન પણ અરજી કરી શકાય છે.

કલમ 1993 હેઠળ અયોધ્યામાં રામ મંદિર નજીક જો કોઈની પાસે જમીન છે તો સરકાર જરૂર પડ્યે તેનો ઉપયોગ કરી શકે છે અથવા તેના હસ્તક લઈ શકે છે. તેમજ રામ મંદિર પાસે કોઇપણ ધંધા કે ઉદ્યોગ ખોલવો હોય તો આ તમામ બાબતોમાં સામાન્ય લોકોને નુકસાન ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું પડશે.

આ પણ વાંચો કોણે કર્યું હતું ભગવાન રામનું નામકરણ? જાણો રામલલ્લા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

g clip-path="url(#clip0_868_265)">