અયોધ્યા જતા પહેલા આ એપ કરી લો ડાઉનલોડ, પાર્કિંગથી લઈને હોટલ બુકિંગ સુધીની મળશે સુવિધા
22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, આ સમારોહ ખૂબ જ ભવ્ય હશે અને દેશની તમામ મોટી હસ્તીઓ અહીં હાજર રહેશે. મંદિર 23 જાન્યુઆરી, 2024થી સામાન્ય લોકો માટે ખુલશે, ત્યાર બાદ દરેક લોકો રામલ્લાના દર્શન કરી શકશે.
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, આ સમારોહ ખૂબ જ ભવ્ય હશે અને દેશની તમામ મોટી હસ્તીઓ અહીં હાજર રહેશે. મંદિર 23 જાન્યુઆરી, 2024થી સામાન્ય લોકો માટે ખુલશે, ત્યાર બાદ દરેક લોકો રામલ્લાના દર્શન કરી શકશે. લોકોને અયોધ્યામાં રહેવા માટે હોટલ નથી મળી રહી અને તેના માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ત્યારે આ એપ તમારી અયોધ્યા યાત્રાને સરળ બનાવી શકે છે.
મંદિરના ઉદ્ઘાટન સમારોહ પહેલા યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીના હસ્તે એક મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપનું નામ દિવ્ય અયોધ્યા એપ છે. હવે જો તમે પણ આગામી થોડા અઠવાડિયામાં અયોધ્યા જવાની તૈયારી કરી રહ્યા છો, તો આ એપ તમારા માટે ખુબ જ ઉપયોગી છે.
એક એપ્લિકેશન અનેક સુવિધા
દિવ્ય અયોધ્યા નામની આ એપ દ્વારા તમે હોટલ પણ બુક કરાવી શકો છો, જેમાં સસ્તીથી લઈને ડીલક્સ સુધીની હોટેલ્સની યાદી હશે. એટલું જ નહીં તમે આ એપ દ્વારા તમારી કેબ પણ બુક કરી શકો છો, જે તમને આખા અયોધ્યા શહેરમાં ફેરવશે. આ એપ દ્વારા તમે ઓનલાઈન પાર્કિંગ બુકિંગ, નેવિગેશન અને અન્ય સમાન વસ્તુઓ પણ કરી શકો છો. એપ તમને એ પણ જણાવશે કે તમે રામ મંદિર સિવાય અયોધ્યામાં કયા સ્થળોની મુલાકાત લઈ શકો છો. જો તમને કોઈ માર્ગદર્શિકાની જરૂર હોય તો તે પણ તમને આ એપમાંથી મળી જશે. એપ બધી ભાષાઓમાં ઉપલબ્ધ છે.
श्री अयोध्या धाम में प्रभु श्री रामलला के नवीन विग्रह के प्राण-प्रतिष्ठा समारोह से पूर्व आज श्रद्धालुओं एवं आमजनों के सुगम आवागमन हेतु ई-बसों एवं ई-ऑटो को फ्लैग ऑफ किया। इस अवसर पर डिजिटल टूरिस्ट मोबाइल ऐप ‘दिव्य-अयोध्या’ व अयोध्या पुलिस की आधिकारिक वेबसाइट का शुभारंभ भी हुआ।… pic.twitter.com/1BN9FPFEzW
— Yogi Adityanath (@myogiadityanath) January 14, 2024
22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર ભવ્ય કાર્યક્રમ બાદ અહીં લાખો લોકો પહોંચે તેવી શક્યતા છે. આ માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકોના રહેવા અને તેમની સુરક્ષા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલમાં દેશના લાખો લોકો રામ મંદિરના ઉદ્ઘાટનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.