સરહદ પરના હુમલા સહન નહી કરાય, પાકિસ્તાન નહી સુધરે તો ફરી કરીશુ સર્જીકલ સ્ટ્રાઈક- અમિત શાહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ

TV9 GUJARATI

|

Updated on: Oct 14, 2021 | 5:20 PM

અમિત શાહે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, "પીએમ મોદીના નેતૃત્વ હેઠળ સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) એક મહત્વનું પગલું હતું. આ સ્ટ્રાઈક દ્વારા અમે સંદેશ આપ્યો હતો કે કોઈ પણ ભારતની સરહદો પર હુમલા કરશે તો સહન કરવામાં નહી આવે."

સરહદ પરના હુમલા સહન નહી કરાય, પાકિસ્તાન નહી સુધરે તો ફરી કરીશુ સર્જીકલ સ્ટ્રાઈક- અમિત શાહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
Amit Shah (File Photo)

Follow us on

Goa : ગોવાના એક કાર્યક્રમમાં અમિત શાહે પાકિસ્તાનને (Pakistan) ચેતવણી આપી હતી કે, જો તે કાશ્મીરમાં નાગરિકોની હત્યા કરવાનું બંધ નહિ કરે તો વધુ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવશે.વધુમાં જણાવ્યુ કે” સર્જિકલ સ્ટ્રાઇકે સાબિત કર્યું છે કે અમે દેશની સીમા પર હુમલાઓ સહન કરતા નથી, જો તમે ઉલ્લંઘન કરશો તો વધુ સ્ટ્રાઈક કરવામાં આવશે”

વાતચીતનો સમય પૂર્ણ, હવે વળતર આપવાનો સમય 

વધુમાં શાહે કહ્યું કે, “પીએમ મોદીના નેતૃત્વ હેઠળ સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) એક મહત્વનું પગલું હતું. આ સ્ટ્રાઈક દ્વારા અમે સંદેશ આપ્યો હતો કે કોઈ પણ ભારતની સરહદો પર હુમલા કરશે તો સહન કરવામાં નહી આવે. વાતચીતનો સમય પૂર્ણ થયો, હવે વળતર આપવાનો સમય આવી ગયો છે.”

ગોવા વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં

દેવેન્દ્ર ફડણવીસના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગોવાની (Goa) મુલાકાત દરમિયાન કેટલાક સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપશે અને પાર્ટી સાથે બેઠકો પણ કરશે. તમને જણાવી દઈએ કે, ભાજપે ગોવામાં ચૂંટણી પ્રભારી તરીકે દેવેન્દ્ર ફડણવીસની નિમણૂક કરી છે.

અમિત શાહ આ કાર્યક્રમોમાં હાજરી આપશે

તમને જણાવી દઈએ કે, અમિત શાહ આ મુલાકાત દરમિયાન ગોવાના ધારબંદોરામાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)નો શિલાન્યાસ કરશે. તેમજ તેલીગાંવમાં ભાજપના કાર્યકરોને સંબોધિત કરશે અને ભાજપના ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓને મળશે.ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીને (Goa Assembly Election) લઈને પણ ચર્ચા-વિચારણા કરશે.

અમિત શાહ રાજકીય વ્યૂહરચનાકાર તરીકે જાણીતા છે : દેવેન્દ્ર ફડણવીસ

અમિત શાહની ગોવાની મુલાકાત પર દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadanvis) જણાવ્યું હતું કે, “તેઓ આજે કેટલાક સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપશે અને પછી તેઓ પક્ષની બેઠકો પણ કરશે. વધુમાં કહ્યુ કે, અમિત શાહ રાજકીય વ્યૂહરચનાકાર તરીકે જાણીતા છે. તેમનું રાજકીય માર્ગદર્શન અમને ખૂબ મદદ કરશે.”

અમે હંમેશા અમારા દમ પર ચૂંટણી લડીએ છીએ

દેવેન્દ્ર ફડણવીસે આગામી વિધાનસભાની ચૂંટણી (Assembly Election) અંગે સ્પષ્ટતા આપતા કહ્યુ કે, સત્તાધારી ભાજપ 2022 ની ચૂંટણી દરમિયાન ગઠબંધન માટે મહારાષ્ટ્રવાડી ગોમાંતક પાર્ટી સાથે કોઈ વાતચીત કરી રહી નથી.વધુમાં તેમણે કહ્યું કે, “એમજીપી સાથે જોડાણ અંગે અત્યારે કોઈ વાટાઘાટો નથી અને આવો કોઈ પ્રસ્તાવ પણ નથી. અમે હંમેશા અમારા દમ પર લડીએ છીએ અને આગામી સમયમાં પણ લડીશુ”

આ પણ વાંચો : Video : આ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની ખુલ્લેઆમ પોલ ખુલી ગઈ, ભ્રષ્ટાચારની વાતો કરતા નેતાજીનો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો : Video : અંઘશ્રધ્ધા કે આસ્થા ? નવરાત્રીમાં જન્મેલા બે માથાવાળા વાછરડાને માનવામાં આવી રહ્યો છે દુર્ગાનો અવતાર

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati