Assam Floods: આસામમાં પૂરમાં વધુ 12 લોકોના મોત, મૃત્યુઆંક 100ને પાર, 32 જિલ્લામાં 55 લાખ લોકો પ્રભાવિત

|

Jun 23, 2022 | 8:20 AM

Assam Floods: આસામ (Assam State) સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા બહાર પાડવામાં આવેલા બુલેટિન મુજબ, રાજ્યના 36 માંથી 32 જિલ્લા પૂરથી પ્રભાવિત છે, જેના કારણે 55,42,053 લોકો પૂરની ઝપેટમાં છે. રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 101 લોકોના મોત થયા છે.

Assam Floods: આસામમાં પૂરમાં વધુ 12 લોકોના મોત, મૃત્યુઆંક 100ને પાર, 32 જિલ્લામાં 55 લાખ લોકો પ્રભાવિત
Assam Floods, 100 Death in Floods (PC: TV9)

Follow us on

Assam Floods: આસામમાં પૂરના કારણે હંગામો મચી ગયો છે. બુધવારે પણ તે ખૂબ જ ગંભીર જોવા મળ્યું હતું. બ્રહ્મપુત્રા, બરાક નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં પૂરના કારણે 12 વધુ લોકોના મોત થયા છે. જ્યારે 32 જિલ્લામાં 55 લાખ લોકો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યની બે મોટી નદીઓ બ્રહ્મપુત્રા અને બરાકના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે નવા વિસ્તારોમાં પૂરના પાણી ભરાવા લાગ્યા છે. હોજાઈ જીલ્લામાં ચાર, બારપેટા અને નલબારીમાં ત્રણ-ત્રણ અને કામરૂપ જિલ્લામાં બે લોકોના મોત થયા છે.

તેમણે જણાવ્યું કે, રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 101 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. તેમણે કહ્યું કે બરાક ખીણના કરીમગંજ અને હૈલિકાંડીમાં સ્થિતિ હજુ પણ ગંભીર છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા બુલેટિન પ્રમાણે રાજ્યના 36 માંથી 32 જિલ્લા પૂરથી પ્રભાવિત થયા છે. જેના કારણે 55,42,053 લોકો પૂરની ઝપેટમાં આવ્યા છે.

નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે

સેન્ટ્રલ વોટર કમિશનના બુલેટિન અનુસાર નાગાંવ જિલ્લાના કામપુરમાં કોપિલી નદી અને નિમતીઘાટ, તેજપુર, ગુવાહાટી, કામરૂપ, ગ્વાલપારા અને ધુબરી અને પુથિમરી, પાગલડિયા, બેકી, બરાક, કુશિયારા નદીઓમાં બ્રહ્મપુત્રા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. બારપેટા, કચર, દરંગ, ગ્વાલપારા, કામરૂપ (મેટ્રો) અને કરીમગંજના શહેરી વિસ્તારોમાં પણ દિવસ દરમિયાન કામરૂપ અને કરીમગંજમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ હતી.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

સરકાર 127 જિલ્લામાં 1,687 રાહત શિબિરો ચલાવી રહી છે

રાજ્ય સરકાર 127 જિલ્લામાં 1687 રાહત શિબિરો ચલાવી રહી છે. માત્ર બારપેટામાં જ 88,000 લોકો રાહત શિબિરોમાં રહે છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે પૂરમાં લગભગ 60,000 પશુઓ તણાય ગયા છે. લગભગ 2,600 ઘરોને સંપૂર્ણ અથવા આંશિક રીતે નુકસાન થયું છે. મંગળવારે 11 પ્રભાવિત જિલ્લાઓમાં ફસાયેલા 3,652 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ સિવાય હૈલાકાંડી, ગુવાહાટી અને પાટરકાંડી ખાતે પણ ભૂસ્ખલન થયું છે. રાજ્યમાં બ્રહ્મપુત્રા, બરાક અને તેમની ઉપનદીઓમાં પૂરની સ્થિતિ મંગળવારે પણ ગંભીર રહી હતી.

CM હિમંતા બિસ્વા સરમાએ NDRF ની ટીમ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી

બુધવારે મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ NDRF ટીમ સાથે બોટમાં બેસીને નાગાંવ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પૂરને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ પહેલા તેમણે પૂરગ્રસ્ત નલબારી અને કામરૂપ જિલ્લામાં રાહત શિબિરોની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે ટૂંક સમયમાં રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે.

Next Article