AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અસદુદ્દીન ઓવૈસીએ અસદના એન્કાઉન્ટર પર ઉઠાવ્યા સવાલ, કહ્યુ- તો પછી કોર્ટ અને ન્યાયાધીશોની શું જરૂર છે?

અખિલેશ યાદવ બાદ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ (Asaduddin Owaisi) અતીક અહેમદના પુત્ર અસદના એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા છે. અસદુદ્દીન ઓવૈસી એક ડોનના સમર્થનમાં આવ્યા છે. એ ડોન કે જેણે અનેક લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે.

અસદુદ્દીન ઓવૈસીએ અસદના એન્કાઉન્ટર પર ઉઠાવ્યા સવાલ, કહ્યુ- તો પછી કોર્ટ અને ન્યાયાધીશોની શું જરૂર છે?
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2023 | 5:25 PM
Share

માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અને શૂટર ગુલામના એન્કાઉન્ટર બાદ વિવિધ નેતાઓની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. ગુરુવારે એટલે કે આજે UP STFની ટીમે અસદ અને અન્ય આરોપી ગુલામને ઝાંસીમાં એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. ત્યારે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આ એન્કાઉન્ટર પર સવાલો ઉઠાવ્યા છે.

આ પણ વાંચો-Gujarati Video: ભાવનગરની મનપા સંચાલિક શાળા બહાર ખડકાયા ગંદકીના ગંજ, માથુ ફાટી જાય તેવી દુર્ગંધ વચ્ચે ભણવા મજબુર બાળકો

અખિલેશ યાદવ બાદ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ અતીક અહેમદના પુત્ર અસદના એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા છે. અસદુદ્દીન ઓવૈસી એક ડોનના સમર્થનમાં આવ્યા છે. એ ડોન કે જેણે ઘણા લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. એ ડોન કે જેણે અનેક માતા-પિતાને સંતાન વિહોણા કરી દીધા છે. એ ડોન કે જેણે અનેક મહિલાઓને વિધવા બનાવી દીધી છે. ઔવેસીએ એ ડોનનું સમર્થન કર્યુ છે કે જેણે અનેક મહિલાઓને વિધવા કરી છે. અનેક બાળકોને અનાથ કર્યા છે.

ઔવેસીએ અતીક અહેમદના પુત્ર અસદના એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા છે. ઓવૈસીએ અસદના એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ભાજપ સરકાર ધર્મના આધારે કરી રહી છે. ઓવૈસીએ યોગી આદિત્યનાથની આગેવાનીવાળી યુપી સરકાર પર હુમલો કરતા કહ્યુ કે, ભાજપ સરકાર બંધારણનું પણ એન્કાઉન્ટર કરવાનો પ્રયાસ કરી રહી છે. તમે કાયદાના શાસનને નબળું પાડવા માંગો છો. આવુ જ કરવુ હોય તો અદાલતો, ન્યાયાધીશો, સીઆરપીસી વગેરે શેના માટે છે?

ઔવેસીએ કહ્યુ કે, ગોળીથી જ ન્યાય કરવો હોય તો કોર્ટ બંધ કરી દેવી જોઈએ. ન્યાયાધીશ શું કરશે? આ કોર્ટનું કામ છે, તમારું નહીં. તમે આરોપીને પકડો અને જો કોઈ હત્યા કરે તો તેને સજા આપો. તેમને 12-14 વર્ષની સજા કરો. પરંતુ બુલડોઝર વડે મકાનો તોડી પાડવા યોગ્ય નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
g clip-path="url(#clip0_868_265)">