વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફરી એકવાર કોંગ્રેસની આગેવાની હેઠળની રાજ્ય સરકારો પર ધર્મના આધારે અનામત આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે તેઓ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી અને અન્ય વંચિત જાતિઓને મળનારી અનામતનો લાભ ધર્મના આધારે મુસ્લિમોને આપવાની મંજૂરી નહીં આપે. પીએમ મોદીએ તેલંગાણાના ઝહીરાબાદમાં જાહેર રેલીને સંબોધિત કરતા ઉપરોક્ત વાત કહી.
પીએમ મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું, “તેઓ બંધારણના નામે દેશને મૂર્ખ બનાવવા નીકળ્યા છે. તમે જાણતા જ હશો કે દેશનો પ્રથમ બંધારણીય સુધારો તેમના દાદીમાના પિતા, દેશના પ્રથમ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યો હતો અને તે ફ્રી સ્પીચ પર પ્રતિબંધ લગાવવાનો હતો અને અંતે તેમણે પ્રેસ પર પ્રતિબંધ મૂકતો સુધારો લાવવાનો પ્રયાસ કર્યો. બંધારણ પ્રત્યેની આ તેમની ભાવના છે. આમને બંધારણ સાથે કંઈ લેવાદેવા નથી. આ શાહી પરિવાર માટે જો સત્તા તેમની પાસે રહે તો બધું સારું છે અને જો સત્તા તેમના હાથમાંથી જતી રહે તો બધું નકામું છે.. આ એવા લોકો છે.”
#WATCH | Telangana: Addressing a public rally in Zahirabad, PM Narendra Modi says, “They are trying to fool the country in the name of the Constitution. The first constitutional amendment was made by the first Prime Minister which was to curtail free speech. They once again tried… pic.twitter.com/GUNVdDhev5
— ANI (@ANI) April 30, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, “આ એ લોકો છે જેઓ સંસદની કાર્યવાહી અટકાવે છે, તેઓ ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવે છે, તેઓ ઈવીએમ પર સવાલ ઉઠાવે છે અને હવે તેઓ પોતાની વોટ બેંક માટે બંધારણને બદનામ કરવા નીકળ્યા છે, પરંતુ કોંગ્રેસવાળા સાંભળી લો, તેમના ચટ્ટાબટ્ટાઓ સાંભળી લો, તેમની સમગ્ર જમાત સાંભળી લો, જ્યાં સુધી મોદી જીવિત છે, હું દલિતોનો, એસસી, એસટી અને ઓબીસીની અનામતને ધર્મના આધારે મુસ્લિમોને આપવા નહીં દઉં. નહીં દઉં અને નહીં જ દઉં. ”
આ પહેલા પણ પીએમ મોદીએ કોંગ્રેસનના નેતૃત્વવાળી સરકારો પર મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવા અને વંચિત જાતિઓની અનામત ઘટાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કર્ણાટક સરકારના મુસ્લિમ સમુદાયને OBC યાદીમાં સામેલ કરવાના નિર્ણયની ટીકા કરી હતી. વડાપ્રધાને કોંગ્રેસ પર વોટબેંકની રાજનીતિમાં સામેલ હોવાનો આરોપ લગાવતા કહ્યું કે તેમને અન્ય ધર્મોની પરવા નથી. તેમણે કહ્યું, “હૈદરાબાદમાં રામનવમીના સરઘસ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે જેથી તેમની વોટ બેંક નારાજ ન થાય.”
ઝહીરાબાદની રેલીમાં પીએમ મોદીએ કહ્યું, “જ્યારે આખું વિશ્વ પ્રગતિ કરી રહ્યું હતું ત્યારે કોંગ્રેસે ભારતને ભ્રષ્ટાચારના બેડામાં નાખી દીધું હતું. વિશ્વ આર્થિક પ્રગતિ કરી રહ્યું હતું, પરંતુ ભારત પોલિસી પેરાલિસિસનો શિકાર હતું. એનડીએએ ખૂબ જ મહેનત કરીને ભારતને તે મુશ્કેલ સમયગાળામાંથી બહાર કાઢ્યું છે, પરંતુ કોંગ્રેસ દેશને તે જૂના દિવસોમાં પાછા લઈ જવા માંગે છે. જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તેઓ વારસાગત કર લાદશે. કોંગ્રેસ વારસાil (માતા-પિતા પાસેથી મેળવેલ) પર ટેક્સ લાદીને તમારી સંપત્તિના 55 ટકા કબજે કરવાની યોજના બનાવી રહી છે.”