કોંગ્રેસની સત્તા દરમિયાન આ રાજ્યોમા 88 વખત લગાવાયુ રાષ્ટ્રપતિ શાસન, એકલા ઈન્દિરા ગાંધીના શાસનમાં 51 વખત લાગુ કરાઈ આર્ટિકલ 356
મણિપુરમાં અત્યાર સુધીમાં 10 વખત રાષ્ટ્રપતિ શાસન લાગી ચુક્યુ છે. અત્યાર સુધીમાં દેશના 29 રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન સૌથી વધુ વખત લગાવવાનો રેકોર્ડ કોંગ્રેસના ફાળે જાય છે. કોંગ્રેસના શાસનકાળમાં 88 વખત રાષ્ટ્રપતિ શાસન લગાવાયુ, જેમા એકલા ઈન્દિરા ગાંધીએ જ અહીં 51 વાર આર્ટીકલ 356નો ઉપયોગ કર્યો છે.

કોંગ્રેસની સત્તા દરમિયાન આ રાજ્યોમા 88 વખત લગાવાયુ રાષ્ટ્રપતિ શાસન, એકલા ઈન્દિરા ગાંધીના શાસનમાં 51 વખત લાગુ કરાઈ આર્ટિકલ 356 મણિપુર જે ભારતના ઉત્તર પૂર્વમાં આવેલુ એક મહત્વપૂર્ણ રાજ્ય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ત્યાં રાજકીય અસ્થિરતાનો માહોલ છે. હાલ મણિપુરમાં રાજકીય અસ્થિરતા અને જાતિય હિંસાના માહોલ વચ્ચે ત્યાંના મુખ્યમંત્રી એન. બિરેનસિંહે રાજીનામુ આપ્યુ છે. જે બાદ વિપક્ષી દળો સતત રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગ કરી રહ્યા હતા, જે બાદ ત્યાંની સ્થિતિને જોતા રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાયુ છે. જો કે મણિપુરમાં અત્યાર સુધીમાં 10 વખત રાષ્ટ્રપતિ શાસન લાગી ચુક્યુ છે જેમા સૌથી વધુ વાર કોંગ્રેસે રાષ્ટ્રપતિ શાસન લગાવ્યુ છે. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; ...
