Jammu-Kashmir ના બારામુલામાં આતંકવાદીઓના એક મદદગારની ધરપકડ, ચીનમાં બનેલા હેન્ડ ગ્રેનેડ સહિત કેટલાય હથિયારો કર્યા જપ્ત

જમ્મુ અને કાશ્મીરના પુંછ અને રાજૌરી જિલ્લામાં આતંકવાદ વિરોધી અભિયાન આજે 14મા દિવસે પણ ચાલુ છે. હકીકતમાં, ગયા અઠવાડિયે આ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા બે અલગ-અલગ હુમલામાં સેનાના 9 જવાન શહીદ થયા હતા

Jammu-Kashmir ના બારામુલામાં આતંકવાદીઓના એક મદદગારની ધરપકડ, ચીનમાં બનેલા હેન્ડ ગ્રેનેડ સહિત કેટલાય હથિયારો કર્યા જપ્ત
પ્રતિકાત્મક ફોટો

Jammu-Kashmir: જમ્મુ -કાશ્મીર પોલીસે (Jammu and Kashmir Police) ઉત્તર કાશ્મીરના બારામુલ્લા (Baramulla) જિલ્લામાં ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (The Resistance Front) ના એક આતંકવાદી સહયોગીની ધરપકડ કરી છે. તેની પાસેથી હથિયારો અને અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પોલીસ, આર્મી અને સીઆરપીએફે કિચામામાં તે વ્યક્તિની ધરપકડ કરી હતી, જેની ઓળખ કિચમાના રહેવાસી ફારૂક અહમદ મલિક તરીકે થઈ છે.

પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, તેની પાસેથી ચાઈનીઝ (Chinese) હેન્ડ ગ્રેનેડ, બે પિસ્તોલ મેગેઝીન અને પિસ્તોલના 16 રાઉન્ડ સહિત કાર્યવાહી કરવા યોગ્ય સામગ્રી મળી આવી હતી. મલિક શરકવારા કરીરીના સક્રિય આતંકવાદી હિલાલ અહેમદ શેખના સંપર્કમાં હતો અને તેને ખતરનાક સામાન પહોંચાડીને મદદ કરતો હતો. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકવાદ વિરોધી અભિયાન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના પુંછ અને રાજૌરી જિલ્લામાં આતંકવાદ વિરોધી અભિયાન આજે 14મા દિવસે પણ ચાલુ છે. હકીકતમાં, ગયા અઠવાડિયે આ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા બે અલગ-અલગ હુમલામાં સેનાના 9 જવાન શહીદ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેના અને પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન પુંછના મેંધર, સુરનકોટ અને રાજૌરીના ગાઢ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને પકડવા માટે ચાલુ છે, જ્યાં શનિવારે બે શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

આતંકવાદને ખતમ કરવા પ્રતિબદ્ધઃ અમિત શાહ
આ સાથે અમિત શાહ આજે (24/10/2021) સવારે 11.30 વાગ્યે જમ્મુ યુનિવર્સિટીના જોરાવર ઓડિટોરિયમમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરશે. અગાઉ આ રેલી જમ્મુના ભગવતી નગર ગ્રાઉન્ડ ખાતે યોજાવાની હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે હવે આ રેલી આંતરરાષ્ટ્રીય સરહદથી થોડા કિલોમીટર દૂર હશે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન અમિત શાહ નવા જમ્મુ-કાશ્મીરની તસવીર રજૂ કરશે અને દેશ અને દુનિયાને કલમ 370 (Article 370) ની સત્યતા પણ જણાવશે.

શાહે બેઠક બાદ ટ્વીટમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે જમ્મુ અને કાશ્મીરના સર્વાંગી વિકાસ માટે આતંકવાદ અને ઘૂસણખોરીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. બાદમાં સાંજે, શાહે શેખ ઉલ-આલમ ઇન્ટરનેશનલ એરપોર્ટથી શ્રીનગરથી શારજાહ સુધીની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓને લીલી ઝંડી આપી હતી. ફ્લાઇટ શ્રીનગરથી શારજાહ માટે ઉડાન ભરી હતી.

આ પણ વાંચો: Jammu Kashmir: અમિત શાહ IIT જમ્મુમાં રિસર્ચ સેન્ટરનું કરશે ઉદ્ઘાટન, આ રહ્યું આજના કાર્યક્રમનુ શેડ્યુલ

આ પણ વાંચો: Pakistan news : પાકિસ્તાનની હાલત ખરાબ, ભારત-પાકિસ્તાનની મેચ જોવા દુબઇ ગયેલા ગૃહમંત્રી પરત ફર્યા

Click on your DTH Provider to Add TV9 Gujarati