Pakistan news : પાકિસ્તાનની હાલત ખરાબ, ભારત-પાકિસ્તાનની મેચ જોવા દુબઇ ગયેલા ગૃહમંત્રી પરત ફર્યા

પાકિસ્તાનની (pakistan) સુરક્ષા વ્યવસ્થા સંભાળવા માટે ગૃહમંત્રી રશીદ શનિવારે યુએઈથી પરત ફર્યા હતા. વડાપ્રધાન ઈમરાન ખાનની(Imran khan ) મંજૂરી બાદ જ ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા ગયા હતા. શુક્રવારથી ચાલી રહેલ TLPનો વિરોધ વધુ ઉગ્ર થવાની આશંકા સેવાઈ રહી છે.

Pakistan news : પાકિસ્તાનની હાલત ખરાબ, ભારત-પાકિસ્તાનની મેચ જોવા દુબઇ ગયેલા ગૃહમંત્રી પરત ફર્યા
pakistan Home Minister Rashid (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 8:34 AM

પાકિસ્તાનના (pakistan) ગૃહમંત્રી શેખ રશીદને (Sheikh Rasheed) રવિવારે યુએઈમાં (UAE) યોજાનારા ટી 20 ક્રિકેટ વર્લ્ડ કપ (T-20 cricket world cup) પહેલા વડાપ્રધાન ઈમરાન ખાને પરત બોલાવ્યા હતા. આ પાછળનું કારણ એ છે કે, પાકિસ્તાનમાં તહરીક-એ-લબ્બેક પાકિસ્તાન (TLP)ના સમર્થકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. TLP સમર્થકો તેમના પ્રમુખ હાફિઝ સાદ હુસૈન રિઝવીની ધરપકડ માટે વિરોધ કરી રહ્યા છે. એટલું જ નહીં, તેમણે દેશમાં મોટું ઝુલુસ કાઢવાનું આહ્વવાન કરી દીધું છે.

આ સ્થિતિમાં રાશિદ શનિવારે દેશની સુરક્ષા વ્યવસ્થા સંભાળવા માટે પરત ફર્યા હતા. ક્રિકેટ મેચ જોવા માટે ઈમરાનની મંજૂરી બાદ જ રાશિદ UAE ગયા હતા. પરંતુ ટીએલપીનો વિરોધ જે શુક્રવારથી ચાલુ છે તે વધુ તીવ્ર બને તેવી આશંકા છે. લાહોરમાં પ્રથમ રાઉન્ડની વાતચીતનું કોઈ પરિણામ ન આવ્યું પછી સરકારે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવાનો નિર્ણય કર્યો હતો. કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન ટીએલપીના આતંકવાદી બનવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આજે લગભગ 500 અર્ધલશ્કરી દળો અને 1000 સરહદી જવાનોને અહીં તૈનાત કરવામાં આવ્યા છે.

શુક્રવારે, TLPએ ગયા વર્ષે ફ્રાન્સ સામે વિરોધ તેના નેતા હાફિઝ સાદ હુસૈન રિઝવીની મુક્તિની માંગ સાથે લાહોરથી ઇસ્લામાબાદ સુધી એક રેલી કાઢી હતી. આ દરમિયાન કટ્ટરપંથી સંગઠનના કાર્યકરો અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ પોલીસ સહિત પાંચના મોત થયા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

લાહોર ડીઆઈજી (ઓપરેશન્સ)ના પ્રવક્તા મઝહર હુસૈને બે પોલીસ કર્મચારીઓની ઓળખ આપી છે. પરંતુ ત્રીજાની ઓળખ થઈ નથી. તમને જણાવી દઈએ કે એક ફ્રેન્ચ મેગેઝીનમાં પયગંબર મોહમ્મદનું કાર્ટૂન પ્રકાશિત થયા બાદ સાદે આ પ્રદર્શન કર્યું હતું. ટીએલપીના સેંકડો કાર્યકરો સાદની મુક્તિ માટે દબાણ કરવા લાહોરમાં ધરણા પર બેઠા છે.

તમને જણાવી દઈએ કે,પાકિસ્તાનના  લાહોરમાં (Lahor)શુક્રવારે એક રેલી દરમિયાન હિંસા ભભૂકી ઉઠી હતી.  હકીકતમાં, શુક્રવારે ઇસ્લામિક સંગઠન તહરીક-એ-લબૈક દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી.

પાકિસ્તાન સરકારને ( Pakistan Goverment) આ પ્રદર્શનની પહેલાથી જ જાણ હતી. તેથી પોલીસ પહેલાથી જ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. આ પાછળનો ઉદ્દેશ્ય માત્ર એક જ હતો કે પ્રદર્શનકારીઓને ઈસ્લામાબાદ આવતા રોકવાનો. હવે આ જ હેતુને પરિપૂર્ણ કરવા માટે પોલીસ દ્વારા 2500 ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. હુમલા દરમિયાન તહરીક-એ-લબ્બેકના ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે બે પોલીસ કર્મચારીઓના મોત થયા હતા.

આ પણ વાંચો : Animal Husbandry: લ્યો બોલો ! IVF ટેક્નિકથી ભારતમાં પહેલી વાર ભેંસે આપ્યો વાછરડાને જન્મ

આ પણ વાંચો :Mann ki bat : આજે પીએમ મોદી ફરી કરશે મન કી બાત, 100 કરોડ વેક્સિનેશન ડોઝને લઈને કહી શકે છે વાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">