આજે છે આર્મી દિવસ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીએ સૈનિકોને શુભેચ્છા પાઠવી

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 73 માં આર્મી દિવસ પર તમામ બહાદુર સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે.

આજે છે આર્મી દિવસ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીએ સૈનિકોને શુભેચ્છા પાઠવી
Army Day

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 73 માં આર્મી દિવસ પર તમામ બહાદુર સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને રાષ્ટ્ર માટે સર્વોત્તમ બલિદાન આપનારા બહાદુરોને યાદ કર્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, આ દેશ તમામ વીર જવાનો અને તેમના પરિવારોનો ઋણી રહેશે જેમણે દેશના રક્ષણ માટે બલિદાન આપ્યું છે.

રાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વિટર હેન્ડલે ટ્વીટ કર્યું છે કે, આર્મી ડે પર ભારતીય સૈન્યના તમામ જવાનોને શુભેચ્છાઓ. આ દેશ સૈનિકોને તેમની હિંમત અને સર્વોચ્ચ બલિદાન માટે હંમેશા યાદ રાખશે. હિન્દુસ્તાન હંમેશા આ બહાદુર પુત્રોના કુટુંબનું ઋણી રહેશે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈન્ય દિવસ નિમિત્તે ટ્વીટ કર્યું કે, આર્મી ડે પર મા ભારતીના બચાવમાં દરેક ક્ષણે દેશના શકિતશાળી સૈનિકો અને તેમના પરિવારોને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આપણી સૈન્ય સશક્ત, હિંમતવાન અને સંકલ્પબદ્ધ છે, જેણે હંમેશા દેશનું ગૌરવ વધાર્યું છે. દેશની જનતા વતી ભારતીય સૈન્યને મારા નમસ્કાર. ”

 

 

આ પણ વાંચો: અમદાવાદ સહિત ચાર મહાનગરોના લોકોને રાત્રી કરફ્યૂમાંથી મળશે છૂટ, રાજ્ય સરકાર લઈ શકે છે નિર્ણય

Click on your DTH Provider to Add TV9 Gujarati