સેના પ્રમુખ જનરલે પહેલીવાર ઓપરેશન સિંદૂરનો સમગ્ર ઘટનાક્રમ વર્ણાવ્યો, સરકારે કહ્યું- બસ હવે બહુ થયુ અને ભારતીય સેના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન પર તુટી પડી

સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા કહ્યું કે, સંરક્ષણ મંત્રીએ સૈન્ય પ્રમુખોને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી. તેમણે કહ્યું હતું કે, તમારે શું કરવાનું છે તે તમે નક્કી કરો. અગાઉ, વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એ.પી. સિંહે પણ ઓપરેશન સિંદૂરની સફળતાનો સંપૂર્ણ શ્રેય કેન્દ્રની મક્કમ અને સુદ્રઢ રાજકીય ઇચ્છાશક્તિને આપ્યો હતો.

સેના પ્રમુખ જનરલે પહેલીવાર ઓપરેશન સિંદૂરનો સમગ્ર ઘટનાક્રમ વર્ણાવ્યો, સરકારે કહ્યું- બસ હવે બહુ થયુ અને ભારતીય સેના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન પર તુટી પડી
| Edited By: | Updated on: Aug 10, 2025 | 11:22 AM

ભારતીય સૈન્ય પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઓપરેશન સિંદૂર કેવી રીતે હાથ ધરવામાં આવ્યું હતું તે અંગે નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, 22 એપ્રિલે પહેલગામના બૈસરનમાં કરાયેલા આતંકી હુમલા પછી, અમે બધાએ 23 એપ્રિલે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. આર્મી ચીફે કહ્યું કે, આ પહેલી વાર હતું જ્યારે સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે ‘બસ હવે બહુ થઈ ગયું’. આર્મી ચીફે જણાવ્યું હતું કે, સંરક્ષણ મંત્રીએ સેના પ્રમુખોને સંપૂર્ણ છૂટ આપી હતી અને કહ્યું હતું કે તમારે શું કરવાનું છે તે તમે જ નક્કી કરો, અમારા તરફથી તમને સંપૂર્ણ છૂટ છે.

આર્મી ચીફે કહ્યું કે આ પછી, અમે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે, અમે ઓપરેશન સિંદૂરની સંપૂર્ણ યોજના બનાવી અને તેને સફળ બનાવી. આ ઓપરેશન હેઠળ, પાકિસ્તાનના 9 આતંકવાદી સંગઠનોના અડ્ડાઓનો નાશ કરવામાં આવ્યો. આર્મી ચીફે કહ્યું કે આ ઓપરેશનના નામ ઓપરેશન સિંદૂરથી આખા દેશને એક સાથે આવવાની પ્રેરણા મળી.

સંરક્ષણ મંત્રીએ સેનાને સંપૂર્ણ સ્વતંત્રતા આપી

સેના ચીફે કહ્યું કે, 22 એપ્રિલે પહેલગામમાં જે બન્યું તેણે આખા દેશને હચમચાવી દીધો. તેમણે કહ્યું કે આ હુમલા પછી, 23 એપ્રિલે, અમે બધાએ સાથે બેઠક યોજી હતી. આ પહેલી વાર હતું જ્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, બસ હવે બહુ થયું. તેમણે કહ્યું કે ત્રણેય સેના પ્રમુખો ખૂબ સ્પષ્ટ હતા કે કંઈક તો કરવું જ પડશે. આર્મી ચીફે કહ્યું કે, સંરક્ષણ મંત્રીએ સેના પ્રમુખોને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી અને કહ્યું હતું કે તમારે શું કરવું છે તે તમે જ નક્કી કરો સરકાર તમારી સાથે છે તમને સંપૂર્ણ છૂટ છે. તેમણે કહ્યું કે અમે પહેલી વાર આટલો આત્મવિશ્વાસ, રાજકીય દિશા અને રાજકીય સ્પષ્ટતા જોઈ. તેમણે કહ્યું કે આ તે છે જે તમારા મનોબળને વધારે છે. ત્યારબાદ આપણા સેનાના કમાન્ડર-ઇન-ચીફ્સને જમીન પરની વાસ્તવીકતામાં રહીને તેમની કુશળતા ક્ષમતા અનુસાર કામ કરવામાં મદદ કરવામાં આવી.

જ્યારે અમે પહેલી વાર પીએમને મળ્યા

આર્મી ચીફે કહ્યું કે, 25 એપ્રિલે, અમે નોર્ધન કમાન્ડની મુલાકાત લીધી, જ્યાં અમે આ ઓપરેશનનું આયોજન કર્યું અને પાકિસ્તાનમાં ઘૂસીને અને તેમના 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરીને અને ઘણા આતંકવાદીઓને મારીને અમારા લક્ષ્યોને પૂર્ણ કર્યા. આર્મી ચીફે કહ્યું કે 29 એપ્રિલે, અમે પહેલી વાર પીએમને મળ્યા. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર એ સૈન્ય પરાક્રમનુ એક નાનું નામ આખા દેશને કેવી રીતે જોડે છે તે મહત્વપૂર્ણ છે. આ નામમાં કંઈક એવું હતું જે આખા દેશને પ્રેરણા આપે છે. તેથી જ આખો દેશ કહી રહ્યો હતો કે, તમે તેને કેમ રોક્યું ?

વાયુસેના પ્રમુખે રાજકીય ઇચ્છાશક્તિને પણ શ્રેય આપ્યો

અગાઉ, વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એ.પી. સિંહે પણ ઓપરેશન સિંદૂરની સફળતાનો શ્રેય કેન્દ્રની રાજકીય ઇચ્છાશક્તિને આપ્યો હતો. બેંગલુરુમાં HAL મેનેજમેન્ટ એકેડેમીમાં એક કાર્યક્રમ દરમિયાન, તેમણે કહ્યું કે આ સફળતાનું મુખ્ય કારણ સ્પષ્ટ રાજકીય ઇચ્છાશક્તિ હતી. તેમણે કહ્યું કે અમને ખૂબ જ સ્પષ્ટ સૂચનાઓ મળી હતી કે અમારા પર કોઈ બાહ્ય પ્રતિબંધો લાદવામાં ન આવે. તેમણે કહ્યું કે ગમે તે મર્યાદાઓ હોય, અમે તે જાતે નક્કી કરી હતી. એર ચીફ માર્શલે કહ્યું કે અમને આ ઓપરેશનની યોજના બનાવવાની અને તેને અમલમાં મૂકવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે.

તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આતંકવાદીઓએ પ્રવાસીઓ પર આ હુમલો કર્યો હતો અને તેમનો ધર્મ પૂછ્યો હતો. ત્યારબાદ ભારતીય સેનાએ આ હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું અને પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓને તોડી પાડ્યા હતા અને ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાન ફરીથી આવું કંઈક કરશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે.

‘જય હિન્દ જય ભારત’

 

ભારતની આન બાન શાન સમાન ભારતીય સૈન્ય દળને લગતા તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.