વિદેશ મંત્રાલયે પૈગંબર મોહમ્મદ વિવાદ પર આપી પ્રતિક્રિયા, કહ્યું-અમારે કોઈના ટ્વીટ્સ અને ટિપ્પણીઓ સાથે કોઈ લેવાદેવા નથી

|

Jun 09, 2022 | 8:19 PM

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પૈગંબર મોહમ્મદ (Prophet Muhammad) વિશેની વિવાદાસ્પદ ટિપ્પણી પર થયેલા હંગામા પર પ્રતિક્રિયા આપી છે.

વિદેશ મંત્રાલયે પૈગંબર મોહમ્મદ વિવાદ પર આપી પ્રતિક્રિયા, કહ્યું-અમારે કોઈના ટ્વીટ્સ અને ટિપ્પણીઓ સાથે કોઈ લેવાદેવા નથી
Arindam Bagchi

Follow us on

ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પૈગંબર મોહમ્મદ (Prophet Muhammad) પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો. વિશ્વના મોટાભાગના ઇસ્લામિક દેશોએ (Islamic Countries) આ બાબતે ભારત સરકાર સામે પોતાનો વિરોધ દર્શાવ્યો છે. આ દરમિયાન હવે વિદેશ મંત્રાલય (MEA)નું નિવેદન સામે આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે કહ્યું છે કે કોઈના અંગત મંતવ્યો ભારત સરકારના (Indian Government) મંતવ્યો નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઈરાનના વિદેશ પ્રધાન અને એસ જયશંકર વચ્ચેની વાતચીત વિશે પણ વાત કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચેની બેઠકમાં પૈગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો નથી. પરંતુ, ઈરાને દાવો કર્યો હતો કે આ બેઠકમાં આ બાબત ઉઠાવવામાં આવી છે.

વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પૈગંબર મોહમ્મદ વિશેની વિવાદાસ્પદ ટિપ્પણી પર થયેલા હંગામા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે કોઈની ટ્વીટ અને ટિપ્પણીઓ ભારત સરકારના વિચારોને પ્રતિબિંબિત કરતી નથી. આ વાત અમારા તમામ ઇન્ટરલોક્યુટર્સને પણ જણાવવામાં આવી છે. તેમણે કહ્યું કે એ પણ સ્પષ્ટ છે કે વિવાદાસ્પદ ટીપ્પણીઓ અને ટ્વીટ કરનારા લોકો સામે સંબંધિત એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

ઈરાને દાવો કર્યો હતો

ઈરાન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે તેના વિદેશ મંત્રીની ભારત મુલાકાત દરમિયાન પૈગંબર મોહમ્મદના અપમાનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આ બાબતમાં તમામ દોષિતોને કડક સજા આપી છે. ઈરાન તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે અજીત ડોભાલે મીટિંગ દરમિયાન કહ્યું છે કે સરકારી સ્તરે ગેરરીતિ કરનારાઓ સાથે એ રીતે કાર્યવાહી કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ઈરાનના વિદેશ મંત્રીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત

ભારતની મુલાકાતે આવેલા ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયને બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. બંને પક્ષોએ લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક સંબંધોને ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્દુલ્લાહિયન વચ્ચેની બેઠક દરમિયાન અફઘાનિસ્તાન, યુક્રેન અને અન્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ સાથે તેમણે વ્યાપાર, આરોગ્ય, લોકો વચ્ચેના સંપર્કો સહિતના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી.

Next Article