APJ Abdul Kalam Death Anniversary: અબ્દુલ કલામની આજે પુણ્યતિથિ, જાણો મિસાઈલ મેન સાથે જોડાયેલી કેટલીક વાતો

|

Jul 27, 2021 | 12:59 PM

ભારતમાં રાષ્ટ્રપતિ તરીકે સેવા આપનાર એપીજે અબ્દુલ કલામને મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે. તેમના અભુતપુર્વ યોગદાન બદલ તેને ભારતના સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન' થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

APJ Abdul Kalam Death Anniversary: અબ્દુલ કલામની આજે પુણ્યતિથિ, જાણો મિસાઈલ મેન સાથે જોડાયેલી કેટલીક વાતો
APJ Abdul Kalam (File Photo)

Follow us on

APJ Abdul Kalam Death Anniversary : દેશના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની(APJ Abdul Kalam)  આજે પુણ્યતિથિ છે. આજે દેશના નાગરિકો આ ખાસ પ્રસંગે તેમને યાદ કરી રહ્યા છે. ત્યારે આજે અમે તમને જણાવીશુ મિસાઈલ મેન (Missile Man) સાથે જોડાયેલી કેટલીક બાબતો જે તમે ભાગ્યે જ જાણતા હશો.

અબ્દુલ કલામનું જીવન

ભારતમાં રાષ્ટ્રપતિ તરીકે સેવા આપનાર એપીજે અબ્દુલ કલામ, જેને મિસાઇલ મેન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમને ભારતનો સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન’ થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.એપીજે અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931 ના રોજ તમિલનાડુના (Tamilnadu) રામેશ્વરમમાં થયો હતો. અબ્દુલ કલામ પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાનો હતો. તેના પિતા એક ઘાટચાલક હતા, જે હિન્દુ યાત્રાળુઓને લઈ જતા હતા. તેની માતા ગૃહિણી હતી.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

‘મિસાઇલ મેન ઓફ ઈન્ડિયા’ (Missile Man of india) જાણીતા એપીજે અબ્દુલ કલામે 2002 થી 2007 સુધી ભારતના 11 મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. એપીજે અબ્દુલ કલામ એક મહાન વૈજ્ઞાનિક(Scientist)  અને વિચારક હતા. તેમનું પૂરું નામ અવુલ પાકિર જૈનુલાબદ્દીન અબ્દુલ કલામ હતું.એપીજે અબ્દુલ કલામનું 27 મી જુલાઈ, 2015 ના રોજ મેઘાલયના શિલોંગમાં નિધન થયું હતું. તેમની પુણ્યતિથિ પર, તેના જીવન સાથે સંબંધિત કેટલીક વિશેષ બાબતો વિશે આપને અવગત કરીશું.

તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વિશેષ બાબતો

1.  એપીજે અબ્દુલ કલામે 1998 માં થયેલ પોખરણ -2 પરમાણુ પરિક્ષણોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પરિક્ષણમાં તેમણે વૈજ્ઞાનિકોની ટીમનું નેતૃત્વ કર્યું હતુ. આ સિવાય તેઓ ભારતના અવકાશ કાર્યક્રમ અને મિસાઇલ વિકાસ કાર્યક્રમ સાથે પણ સંકળાયેલા હતા. મિસાઇલ પ્રોજેક્ટ્સમાં(Missile Project)  તેમના યોગદાન બદલ તેમને ‘મિસાઇલ મેન’ તરીકે ઓળખવામાં આવે છે.

2. એપીજે અબ્દુલ કલામે ભારત 2020, વિઝન ફોર ધ ન્યૂ મિલેનિયમ, મિશન ઓફ ઈન્ડિયા,વિઝન ઓફ ઈન્ડિયન યુથ(Vision Of Indian youth)  સહિત લગભગ 25 પુસ્તકો તેમણે તેના જીવન દરમિયાન લખ્યા છે.

3. એપીજે અબ્દુલ કલામ 2002-07 દરમિયાન ભારતના 11 મા રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હતા અને અબ્દુલ કલામ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા કે જે સ્નાતકની (Graduate)પદવી મેળવી હતી.

4. તમને જાણીને આશ્ચર્ય થશે કે એપીજે અબ્દુલ કલામે દેશ-વિદેશની 48 યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાંથી ડોક્ટરની ડિગ્રી મેળવી હતી.

5. એપીજે અબ્દુલ કલામને પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કારો પદ્મ ભૂષણ, પદ્મવિભૂષણ અને ભારતના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ભારત રત્નથી(Bharat ratna)  સન્માનિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે,અબ્દુલ કલામ ભારત રત્નથી નવાજાયેલા ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ હતા.

6.એપીજે અબ્દુલ કલામ 1992 થી 1999 દરમિયાન વડા પ્રધાનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અને DRDOના(Defence Research & Development Organisation)ના સચિવ હતા.

7.એપીજે અબ્દુલ કલામનું જીવનચરિત્ર ‘વિંગ્સ ઓફ ફાયર: (Wings of Fire) એક આત્મકથા’ અંગ્રેજીમાં પ્રથમ પ્રકાશિત થયું હતું. આ પુસ્તકનું પાછળથી ફ્રેન્ચ અને ચાઇનીઝ સહિત 13 ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યુ હતું.

8. તમને જાણીને નવાઈ થશે કે એપીજે અબ્દુલ કલામના ઘરે ક્યારેય ટેલિવિઝન નહોતું. તે હંમેશાં રેડિયો (Radio)સાંભળતો. આ વાતનો ખુલાસો તેમણે એક કાર્યક્રમમાં કર્યો હતો.

9.જ્યારે અબ્દુલ કલામ 10 વર્ષના હત ત્યારે તે રામેશ્વરમમાં અખબારો વેચતા હતા. મહત્વનું છે કે,તેઓ ધર્મથી મુસ્લિમ હતા. પરંતુ તે હૃદયમાં બિનસાંપ્રદાયિક હતા. માનવતા ધર્મથી ઉપર હોવાનું તેઓ માનતા હતા.

10.અબ્દુલ કલામ 1963 માં નાસા ગયા હતા. જે પછી તેણે પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ (PSLV) અને SlV-II પ્રોજેક્ટનો વિકાસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મિસાઇલ મેન તરીકે ઓળખાતા અબ્દુલ કલામનું જીવન હંમેશા લોકો માટે પ્રેરણા પાડે છે.તેઓ ધર્મથી મુસ્લિમ હોવા છતા હંમેશા માનવતાને વધારે મહત્વ આપતા હતા.

 

આ પણ વાંચો: APJ Abdul Kalam Death Anniversary: જાણો મિસાઇલ મેન ઓફ ઈન્ડિયાનાં વિજ્ઞાન ક્ષેત્રે આપેલા એ અભૂતપૂર્વ યોગદાન વિશે

આ પણ વાંચો: Himachal Pradesh: કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનની દુર્ઘટનામાં 150થી વધુ પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા, તંત્ર હાઈ એલર્ટ પર

Published On - 12:46 pm, Tue, 27 July 21

Next Article