Andhra Pradesh: જિલ્લાનું નામ બદલવાના મુદ્દે ફાટી નિકળી હિંસા, ટોળાંએ ધારાસભ્યનું ઘર સળગાવ્યું, 20 પોલીસ ઇજાગ્રસ્ત

|

May 25, 2022 | 8:23 AM

Andhra Pradesh Violence: આંધ્ર પ્રદેશમાં ધારાસભ્યના ઘરને ટોળાંએ સળગાવી દીધું છે. જિલ્લાના લોકો કોનાસીમા જિલ્લાનું નામ બદલવાને કારણે નારાજ છે અને પ્રદર્શન કરી રહ્યા છે.

Andhra Pradesh: જિલ્લાનું નામ બદલવાના મુદ્દે ફાટી નિકળી હિંસા, ટોળાંએ ધારાસભ્યનું ઘર સળગાવ્યું, 20 પોલીસ ઇજાગ્રસ્ત
Andhra Pradesh: mob sets fire to MLA's house, 20 policemen injured

Follow us on

(Andhra Pradesh )આંધ્ર પ્રદેશમાં એક ઘારાસભ્ય પોન્નાડા સીતશ (Ponnada Satish) ના ઘરને મંગળવારે ટોળાએ આગ લગાડી દીધી છે. આ લોકો કોનાસીમા જિલ્લાનું નામ બદલાને પરિણામે નારાજ થઈ ગયા છે. આંધ્ર પ્રદેશના કોનાસીમા જિલ્લાનું નામ બદલીને સતત તણાવ (Andhra Pradesh Violence) થયેલું છે. તેને લઇને મંગળવારે આંધ્ર પ્રદેશમાં હિંસા જોવા મળી હતી.

જિલ્લાનું નામ બદલવાને કારણે નારાજ લોકો વિરોધ -પ્રદર્શન કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને ટોળાએ કેટલાય વાહનો સળગાવી દીધા હતા. ત્યાર બાદ ધારાસભ્ય પોન્ન્ડા સતીષના ઘરને આગ લગાડી દીધી હતી. સાથે જ પોલીસ ઉપર પત્થર મારો પણ કર્યો હતો. વાસ્તવમાં કેટલાક દિવસ અગાઉ નવા જિલ્લાનું નામકરણ કોનાસીના જિલ્લા તરીકે કરવામાં આવ્યું હતું અને આ નામથી લોકો ખુશ હતા પરંતુ હવે જિલ્લાનું નામ બીઆર આંબેડકર કરવામાં આવતા લોકો ભડક્યા હતા

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

જિલ્લાનું નામ આંબે઼ડકર કરવાથી ફેલાયો રોષ

કોનાસીમાં જિલ્લાનું નામ બદલીને બી.આર. આંબેડકર જિલ્લો કરવાની ઘોષણા કરવામાં આવીહતી. આથી કેટલાક લોકો ભડક્યા હતા. લોકો ઇચ્છે છે કે જિલ્લાનું નામ કોનાસીમ યથાવત રાખવામાં આવે. બીજી કોઈ નામ લોકોને પસંદ નથી. આથી જ લોકો રાજ્ય સરકાર સામે પ્રદર્શન કરી રહ્યા છે. આ મામલે પ્રદર્શનકારીઓ અમલાપુરમ પહોંચી ગયા હતા અને શહેરમાં હોબાળો કર્યો હતો.

 

 

અથડામણમાં 20 પોલીસ ઇજાગ્રસ્ત

પ્રદર્શનકારીઓએ મોડી સાંજ સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તે દરમિયાન દેખાવ ઉગ્ર થતા પોલીસ તેમને અંકુશમાં રાખવામાં નિષ્ફળ ગઈ હતી. આ ટોળાએ પોલી ઉપર પણ પત્થર મારો કર્યો હતો ને વાહનોને આગ લગાડી દીધી હતી. પ્રદર્શનકારીઓએ કરેલા પત્થરમારાને પગલે 20 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્તથયા હતા. પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો અને ઘણા લોકોને અટકાયતમાં લીધા છે. અમલાપુરમમાં તણાવને પરિણામે કલમ 144 લાગુ પાડવામાં આવી છે.

પૂર્વી ગોદાવરી જિલ્લામાંથી બનાવાયો નવો જિલ્લો

4 એપ્રિલે પૂર્વી ગોદાવરી જિલ્લામાંથી અલગ કરીને નવો કોનાસીમાં જિલ્લો બનાવવામાં આવ્યો હતો. ગત અઠવાડિયે રાજ્ય સરકારે કોનાસીમા જિલ્લાનું નામ બદલીને બી.આર. આંબેડકર કોનાસીમા જિલ્લો કરવાની પ્રાથમિક સૂચના જાહેર કરતા લોકોએ વિરોધ કર્યો હતો. અને ફક્ત કોનાસીમા નામ યથવત્ રાખવા માંગ કરી હતી.

Published On - 8:04 am, Wed, 25 May 22

Next Article