નદી ધસમસતા પ્રવાહમાં બુલડોઝર સાથે 10 લોકો ફસાયા, જુઓ ધબકારા વધારી દેતો Video
Andhra Pradesh Rains : કાર સાથે તળાયેલા 4 લોકોને બચાવવા JCB સાથે 6 લોકો ગયા હતા, પૂરના પાણી વધુ હોવાથી આ JCB પણ ફસાઈ ગયું.
ANDHRA PRADESH : બંગાળની ખાડીમાં ડિપ્રેશન અને તોફાનથી આંધ્રપ્રદેશના તટિય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. બંગાળની ખાડીમાં ડિપ્રેશનના કારણે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે.નેલ્લુર, ચિત્તુર, કડપા જિલ્લામાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ જતા લોકોને હાલાકી પડી રહી છે.નદીઓ પણ ગાંડીતૂર બની છે.રસ્તાઓ પર પાણી ભરાવાથી વાહનવ્યવહારમાં તકલીફ પડી રહી છે.જ્યાં જૂઓ ત્યાં બસ પાણી જ પાણી દેખાઈ છે.
ઘરમાંથી બહાર નિકળવાની મનાઈ ફરમાવાઈ પાણીના ધસમસતા પ્રવાહમાં ગાડીઓ તણાઈ રહી છે.જેમાં સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે.જેને લઈ પ્રશાસન પણ એલર્ટ થયુ છે.આંધપ્રદેશના ચિત્તુર જિલ્લામાં 18 અને 19 તારીખે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે..તો તિરુપતિ શહેરમાં લોકોને ઘરમાંથી બહાર નિકળવાની મનાઈ ફરમાવી છે.ભારે વરસાદ અને પુરની સ્થિતિને લઈ તમામ અધિકારીઓને એલર્ટ કરાયા છે. તિરુપતિ એરપોર્ટ પર ભારે વરસાદને કારણે વિમાનને લેન્ડ કરવામાં મુશ્કેલી પડી રહી છે..
ચિત્રાવતી નદીમાં ભયંકર પૂર આંધ્રપ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. અનંતપુર જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે નદીઓમાં ભારે પુર આવ્યાં છે, ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ યથાવત છે. ચિત્રાવતી નદીમાં આવેલા ભયંકર પૂરમાં બે બુલડોઝર સાથે 10 લોકો ફસાયા હતા, જે મદદ માટે બુમો પાડી રહ્યા હતા. અનંતપુર જિલ્લાના કલેક્ટરના આદેશ પર તે 10 લોકોને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
બુલડોઝર સાથે 10 લોકો ફસાયા એવું કહેવામાં આવી રહ્યું છે કે ચિત્રવતી નદીમાં ભયાનક પૂરના કારણે પુલ પર પાણી વહી રહ્યું હતું. ત્યારે એક કારમાં ચાર લોકો પુલ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેઓ પૂરના પાણીમાં ફસાઈ ગયા અને બહાર નીકળી શક્યા ન હતા, કાર તણાઈ ગઈ હતી. ચાર લોકોને બચાવવા JCB સાથે 6 લોકો ગયા હતા. પૂરના પાણી વધુ હોવાથી આ JCB પણ ફસાઈ ગયું. તમામ 10 લોકો તેના પર ચઢીને મદદ માટે બુમો પાડી રહ્યા હતા.
આંધ્રપ્રદેશ: ભારે વરસાદના કારણે ચિત્રાવતી નદીમાં ફસાયેલા 10 લોકોનું હેલિકોપ્ટરથી રેક્સ્યું કરાયું #AndhraPradesh #Aprains #Andhrapradeshrains #TV9News #Rescue pic.twitter.com/qRckZHr6uh
— tv9gujarati (@tv9gujarati) November 19, 2021