આ તો જોરદાર નોકરી ! આ IT કંપનીમાં કામ કરવા માટે કુંવારા લોકો ખાસ હોય છે ઉત્સાહિત, જાણો શું છે તેની પાછળનું કારણ

|

May 06, 2022 | 2:43 PM

Matchmaking For Employees: તમિલનાડુની આ કંપની તેના અપરિણીત કર્મચારી માટે પણ વર-કન્યા પણ શોધે છે. આ સાથે લગ્ન બાદ તે પોતાના ઘરની જવાબદારી પણ નિભાવી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે લગ્ન (Marriage) પછી કર્મચારીઓને તેમના પગારમાં પણ વિશેષ વધારો મળે છે.

આ તો જોરદાર નોકરી ! આ IT કંપનીમાં કામ કરવા માટે કુંવારા લોકો ખાસ હોય છે ઉત્સાહિત, જાણો શું છે તેની પાછળનું કારણ
symbolic image

Follow us on

Matchmaking For Employees: તમિલનાડુમાં એક IT કંપની તેના કર્મચારીઓની નોકરી તેમજ તેમના કુટુંબ આયોજનનું ધ્યાન રાખે છે. આ કંપની તેના અપરિણીત કર્મચારી માટે વર (Groom) અને કન્યા (Bride) પણ શોધે છે. આ સાથે લગ્ન બાદ તે પોતાના ઘરની જવાબદારી પણ નિભાવી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે લગ્ન પછી કર્મચારીઓને તેમના પગારમાં વિશેષ વધારો મળે છે.

કંપનીએ આપી ખાસ ઓફર

એક મીડિયાના અહેવાલ મુજબ વૈશ્વિક ટેક્નોલોજી સોલ્યુશન પ્રોવાઈડર કંપની તેના અપરિણીત કર્મચારીઓને જીવન સાથી શોધવામાં મદદ કરે છે. કંપની તમિલનાડુની મદુરાઈ શાખામાં પોતાના કર્મચારીઓને આ ખાસ સુવિધા આપી રહી છે. વર્ષ 2006માં આ કંપનીની શરૂઆત શિવકાશીથી કરવામાં આવી હતી. આ પછી 2010માં કંપનીએ મદુરાઈમાં પોતાનું બેઝ બનાવ્યું. કંપનીની વાર્ષિક આવક 100 કરોડની આસપાસ છે.

કર્મચારીઓ વચ્ચેના સંબંધો પરિવારના સભ્યો જેવા

કંપનીના CEO સેલ્વા ગણેશનું કહેવું છે કે, તેઓ તેમના કર્મચારીઓને ખાસ ઑફર આપવામાં માને છે. સેલ્વાગણેશ કહે છે કે, શરૂઆતમાં તેમને તેમની કંપની માટે કર્મચારીઓની ભરતી કરવામાં સમસ્યા હતી. આ પછી તેણે પોતાના કર્મચારીઓને વિશેષ સુવિધાઓ આપવાનું શરૂ કર્યું. આ કારણે કંપનીનું પરફોર્મન્સ પણ ઘણું સારું રહ્યું છે. આ સાથે તેમના અને કર્મચારીઓ વચ્ચેના સંબંધો પરિવારના સભ્યો જેવા બની ગયા હતા. કંપનીના કર્મચારીઓ તેમને પોતાના મોટા ભાઈ માને છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

લગ્ન થતાં જ વધી જાય છે પગાર

કંપનીના CEOએ જણાવ્યું કે, ઘણા લોકો દૂરના ગામડાઓમાંથી આવે છે અને તેમની કંપનીમાં કામ કરે છે. આવી સ્થિતિમાં તેના માતા-પિતા ગામમાં રહે છે અને તેને લગ્ન માટે જીવનસાથી શોધવામાં સમસ્યા છે. આવી સ્થિતિમાં તેઓ એલાયન્સ મેકર્સ દ્વારા તેમના કર્મચારીઓ માટે વર અને કન્યા શોધવામાં મદદ કરે છે. આ પછી તમામ કર્મચારીઓ તેના લગ્નમાં જાય છે. સૌથી મહત્વની વાત એ છે કે લગ્ન થતાં જ કર્મચારીનો પગાર વધી જાય છે.

Next Article