નોઈડાની સોસાયટીમાં રૂંવાડા ઉભી કરી દેતી ઘટના, લિફ્ટમાં માસૂમ પર ઝપટ્યો પાળેલો કૂતરો, બાળકને પાડી દીધા ઉઝરડા, જુઓ VIDEO

|

Nov 17, 2022 | 6:35 AM

લિફ્ટમાં પ્રવેશતી વખતે કૂતરાએ બાળકના હાથ પર ઝપટ્યો હતો અને હાથ પર દાંત બેસાડી દીધા હતા. મહિલા દ્વારા ગમે તેમ કરીને કુતરાથી બાળકનો હાથ છોડાવવામાં આવ્યો હતો. જો કે ત્યાં સુધીમાં પાલતુ કૂતરાએ બાળકના હાથમાં ઊંડા દાંત બેસાડી દીધા હતા.

નોઈડાની સોસાયટીમાં રૂંવાડા ઉભી કરી દેતી ઘટના, લિફ્ટમાં માસૂમ પર ઝપટ્યો પાળેલો કૂતરો, બાળકને પાડી દીધા ઉઝરડા, જુઓ VIDEO
pet dog attack on innocent

Follow us on

દેશમાં પાલતુ કૂતરાઓના હુમલા દિવસેને દિવસે વધી રહ્યા છે. લેટેસ્ટ મામલો દિલ્હીને અડીને આવેલા યુપીના ગ્રેટર નોઈડાથી સામે આવ્યો છે. અહીં વેસ્ટની લો રેસિડેન્શિયલ સોસાયટીની લિફ્ટમાં એક બાળકનો હાથ પાલતુ કૂતરાએ કરડી ખાધો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઘટના મંગળવારની છે. આ ઘટના બાદ સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પીડિત બાળકના પરિવારે આ અંગે મેઈન્ટેનન્સ મેનેજમેન્ટ અને કોતવાલી બિસરખમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સોસાયટીના ટાવર નંબર સાતના ફ્લેટ નંબર 1302માં રહેતા રાહુલ પ્રિયદર્શનની પત્ની તેના બાળક સાથે લિફ્ટમાં જઈ રહી હતી. એક વ્યક્તિ તેની સાથે પાલતુ કૂતરા સાથે લીફ્ટમાં જ હતો, લિફ્ટમાં પ્રવેશતી વખતે કૂતરાએ બાળકના હાથ પર ઝપટ્યો હતો અને હાથ પર દાંત બેસાડી દીધા હતા. મહિલા દ્વારા ગમે તેમ કરીને કુતરાથી બાળકનો હાથ છોડાવવામાં આવ્યો હતો. જો કે ત્યાં સુધીમાં પાલતુ કૂતરાએ બાળકના હાથમાં ઊંડા દાંત બેસાડી દીધા હતા. આ ઘટના બાદ બાળક ખૂબ જ ડરી ગયો હતો. આ ઘટનાના CCTV પણ મોટા પાયા પર વાયરલ થઈ રહ્યા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

સોસાયટીમાં કૂતરા કરડવાના અનેક બનાવો બન્યા છે

આ ઘટનાને લઈને સોસાયટીમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે સોસાયટીમાં કૂતરા કરડવાની ઘણી ઘટનાઓ બની છે. રાહુલ પ્રિયદર્શને મેન્ટેનન્સ મેનેજમેન્ટ અને કોતવાલી બિસરાખમાં આ મામલે ફરિયાદ કરી છે.

કૂતરાનો માલિક કરાવશે ઘાયલની સારવાર, દસ હજારનો દંડ થશે

જણાવવું રહ્યું કે પાલતુ કૂતરાઓના સતત વધી રહેલા જોખમને લઈને નોઈડામાં પાલતુ કૂતરાઓ માટે એક નવી નીતિને મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં જ શહેરમાં 8 મહિનાના બાળકનું કૂતરાના કરડવાથી મોત થયું હતું. નોઈડા ઓથોરિટી દ્વારા ડોગ પોલિસીની રજૂઆત બાદ હવે પાલતુ પ્રાણી રાખવા માટે નોઈડા ઓથોરિટીમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. આ સિવાય જો કોઈ વ્યક્તિને પાલતુ કૂતરો કરડશે તો તેની સારવારનો ખર્ચ કૂતરાના માલિક ભોગવશે.

Published On - 3:28 pm, Wed, 16 November 22

Next Article