અમિત શાહ આજથી જમ્મુ કાશ્મીરની મુલાકાતે, 370 હટાવ્યા બાદ ત્રીજીવાર લેશે મુલાકાત, જાણો શું છે ખાસ

આવતીકાલ 4 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) માતા વૈષ્ણોદેવીના દર્શન કરી પૂજા કરશે. પૂજા કર્યા બાદ રાજૌરીમાં જાહેરસભાને સંબોધન કરશે. 5 ઓક્ટોબરે શ્રીનગર ખાતે રાજભવનમાં લેફ્ટનન્ટ ગવર્નર સાથે બેઠક કરશે અને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે.

અમિત શાહ આજથી જમ્મુ કાશ્મીરની મુલાકાતે, 370 હટાવ્યા બાદ ત્રીજીવાર લેશે મુલાકાત, જાણો શું છે ખાસ
Amit Shah, Union Home Minister
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2022 | 11:51 AM

નવરાત્રિ દરમિયાન કાશ્મીર ખીણપ્રદેશના રાજકારણમાં નવો વળાંક આવી શકે છે, કારણ કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) આજથી આગામી ત્રણ દિવસ માટે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે (Amit Shah Jammu Kashmir Visit) છે. કલમ 370 દૂર કરાયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રીની જમ્મુ-કાશ્મીરની આ ત્રીજી મુલાકાત છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીના ઉત્તેજના વચ્ચે અમિત શાહની મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એવી સંભાવના છે કે અમિત શાહ કાશ્મીર પ્રવાસના પહેલા દિવસે ગુર્જર અને બકરવાલ સમુદાયને મળી શકે છે. એવું માનવામાં આવે છે કે જમ્મુ-કાશ્મીરમાં આવતા વર્ષે ચૂંટણી યોજાઈ શકે છે, તેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ મુલાકાતને ચૂંટણી સાથે જોડવામાં આવી રહી છે.

સાંજે 5 વાગ્યે જમ્મુ-કાશ્મીર પહોંચશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ-કાશ્મીર પહોંચશે. અમિત શાહ સાંજે લગભગ 5 વાગ્યે જમ્મુમાં ગુર્જરો, બકરવાલ અને યુવા રાજપૂત સભાના પ્રતિનિધિમંડળને મળશે. આ સિવાય અમિત શાહ 4 ઓક્ટોબરે સવારે રિયાસી જિલ્લાના ત્રિકુટા પર્વત પર સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરમાં પૂજા કર્યા બાદ રાજૌરીમાં જનસભાને સંબોધિત કરશે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર માટે ઘણી વિકાસ યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવશે અને શિલાન્યાસ કરવામાં આવશે.

જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સમીક્ષા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 5 ઓક્ટોબરે રાજભવન, શ્રીનગર ખાતે લેફ્ટનન્ટ ગવર્નર (Lieutenant Governor Manoj Sinha) સાથે બેઠક કરશે અને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે. આ બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા ઉપરાંત સેના, અર્ધલશ્કરી દળો, રાજ્ય પોલીસ અને સિવિલ એડમિનિસ્ટ્રેશનના વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે. શ્રીનગરમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરતા પહેલા શાહ બારામુલ્લામાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

અમિત શાહનો સંપૂર્ણ કાર્યક્રમ આ રીતે રહેશે

  • અમિત શાહ આજે સાંજે 5 વાગ્યે જમ્મુ-કાશ્મીર પહોંચશે. પ્રથમ દિવસે ગુર્જર, બકરવાલ અને રાજપૂત સભાના પ્રતિનિધિમંડળને મળશે.
  • આવતીકાલ 4 ઓક્ટોબરે મંદિરમાં વૈષ્ણો દેવીની પૂજા કરશે. મંદિરમાં પૂજા કર્યા બાદ 4 ઓક્ટોબરે રાજૌરીમાં જાહેર સભા યોજશે.

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">