Uttarakhand : ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 64 લોકોના મોત, ગૃહપ્રધાન અમિત શાહે પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યુ

|

Oct 21, 2021 | 4:55 PM

ગૃહમંત્રી અમિત શાહે માહિતી આપી હતી કે ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 64 લોકોના મોત થયા છે, જ્યારે 11થી વધુ લોકો ગુમ છે.

Uttarakhand : ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 64 લોકોના મોત, ગૃહપ્રધાન અમિત શાહે પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યુ
HM Amit Shah

Follow us on

Uttarakhand: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (HM Amit Shah) ઉત્તરાખંડ (Uttarakhand)ના વરસાદ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. હાલ સૌથી વધુ અસરગ્રસ્ત કુમાઉ વિસ્તારમાં કનેક્ટિવિટી પુન:સ્થાપિત કરવા અને સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અસરગ્રસ્ત વિસ્તારોનું ગૃહપ્રધાન અમિત શાહે નિરીક્ષણ કર્યુ

અસરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યા બાદ પરત આવેલા ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) દહેરાદૂનમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉત્તરાખંડના રાજ્યપાલ, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી,( CM Pushkar Singh Dhami,) આપત્તિ વ્યવસ્થાપન મંત્રી અને અધિકારીઓ સાથે દેવભૂમિમાં થયેલી દુર્ઘટનાનું હવાઈ નિરીક્ષણ કર્યુ. સાથે તેમણે રાજ્ય અને કેન્દ્રના ઉચ્ચ અધિકારીઓ સાથે આ દુર્ઘટનાને લઈને બેઠક કરી હતી.

 

ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં કુદરતી આપત્તિ અંગે રાજ્ય અને કેન્દ્રીય અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. સાથે જ સમયસર વરસાદની ચેતવણીને (Rain Forecast) કારણે નુકસાનને નિયંત્રિત કરી શકાયુ. સ્થિતિ સામાન્ય થતાં હાલ ચાર ધામ યાત્રા ફરી શરૂ કરી દેવામાં આવી છે.

અત્યાર સુધીમાં 64 લોકોના મોત થયા

ગૃહ પ્રધાન અમિત શાહે માહિતી આપી હતી કે ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 64 લોકોના મોત થયા છે. જ્યારે 11થી વધુ લોકો ગુમ છે. હાલ નૈનીતાલ, અલમોડા, હલ્દવાનીમાં રસ્તાઓ સંપૂર્ણપણે ખોલવામાં આવ્યા છે. આ સિવાય પાવર સ્ટેશનની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

 

બચાવ કામગીરી પૂરજોશમાં

વધુમાં શાહે જણાવ્યું હતું કે 3500થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 16,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની(NDRF) 17 ટીમો, એસડીઆરએફની 7 ટીમો, પીએસીની 15 કંપનીઓ, 5000થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં મેઘ તાંડવ ! ભારે વરસાદને પગલે અનેક ગામમાં પૂરની સ્થિતિ, વહિવટી તંત્ર એલર્ટ પર

 

આ પણ વાંચો: મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે ફરી સમીર વાનખેડેની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ, વાનખેડેની બહેન જાસ્મીનની તસવીર પોસ્ટ કરી લગાવ્યો આરોપ

Next Article