મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે ફરી સમીર વાનખેડેની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ, વાનખેડેની બહેન જાસ્મીનની તસવીર પોસ્ટ કરી લગાવ્યો આરોપ

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે ફરી નોર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની કામગિરી પર સવાલ ઉઠાવ્યા છે.

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે ફરી સમીર વાનખેડેની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ, વાનખેડેની બહેન જાસ્મીનની તસવીર પોસ્ટ કરી લગાવ્યો આરોપ
Nawab Malik Rising question on NCB

Aryan Drugs Case : આર્યન ડ્રગ્સ પાર્ટી કેસમાં એનસીપી નેતા નવાબ મલિકે ફરી નોર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે.

શું તમે કોરોના સમયગાળા દરમિયાન માલદીવમાં હતા ?

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને(Sameer Wankhede)  પૂછ્યું છે કે શું તેમનો પરિવાર કોવિડ સમયગાળા દરમિયાન માલદીવમાં હતો ? તે પણ માલદીવ કે દુબઈ ગયો હતો. મલિકે કહ્યું કે જો તે આ સ્થળોએ ગયો હોય તો તેના વિશે સંપૂર્ણ માહિતી આપો. નવાબ મલિકે આરોપ લગાવ્યો કે તમામ વસૂલી માલદીવ અને દુબઈમાં થઈ છે કારણ કે કોવિડમાં સમગ્ર ઈન્ડસ્ટ્રી માલદીવમાં હતી.આ સાથે નવાબ મલિકે સમીર વાનખેડેની બહેન જાસ્મીન વાનખેડેની ઈન્સ્ટાગ્રામ તસવીર પણ શેર કરી છે.

શું છે સમગ્ર મામલો ?

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલિવૂડમાં શરૂ થયેલી ડ્રગ્સ તપાસ દરમિયાન નવાબ મલિકના જમાઈ સમીર ખાનની પણ NCB દ્વારા(Narcotics Control Bureau)  ધરપકડ કરવામાં આવી હતી. તેનો થોડા દિવસો પહેલા જ જામીન મળ્યા હતા. આ પહેલા નવાબ મલિકે આર્યન ખાન સંબંધિત ડ્રગ્સ કેસમાં મનીષ ભાનુશાળી અને કેપી ગોસ્વામીની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

નવાબ મલિકે ક્રૂઝ પર પડેલા દરોડાને બનાવટી ગણાવ્યા

કેબિનેટ પ્રધાન નવાબ મલિકે ક્રૂઝ પર પડેલા દરોડાને બનાવટી ગણાવ્યા હતા. મલિકે કહ્યું કે, ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે હું આ બાબતે બોલી રહ્યો છું કારણ કે મારા જમાઈ ડ્રગ સ્મગલર છે. પરંતુ મારા જમાઈને 8 મહિના બાદ જામીન મળ્યા છે. વધુમાં નવાબ મલિકે ( Nawab Malik)કહ્યું કે જાન્યુઆરીમાં શાહિસ્તા ફર્નિચરવાલાની ધરપકડ બાદ દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, બેંગ્લોર, મુછડ પાન વાલેમાં દરોડા પડ્યા હતા. તેમજ રામપુરમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા, જે મારા જમાઈ સાથે સંબંધિત હતા.

 

આ પણ વાંચો: આર્થર રોડ જેલમાં શાહરૂખ ખાને આર્યન સાથે 15 મિનિટ સુધી વાતચીત કરી, જેલમાં બોલિવુડ સુપરસ્ટારને આ રીતે મળી એન્ટ્રી !

આ પણ વાંચો: બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે NCB ના દરોડા, ડ્રગ્સ ચેટમાં આર્યન ખાનની બહેન સુહાનાનું નામ પણ સામે આવ્યુ !

Click on your DTH Provider to Add TV9 Gujarati