US China Clash : અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ, ખોટી વાત ન કરો, ચીને બદલ્યું નામ તો ગુસ્સે થયું અમેરિકા
અમેરિકાએ ફરી એકવાર ચીન પર પ્રહારો કર્યા છે, પરંતુ તે સુધરશે નહીં. કારણ કે તેનો ઈતિહાસ આવો જ છે. જ્યારે ચીની સૈનિકોએ તવાંગમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો ત્યારે અમેરિકાએ તે સમયે પણ ઘણું કહ્યું હતું. ત્યારે એવું પણ કહેવામાં આવ્યું હતું કે અમેરિકા તેના સાથી દેશોને દરેક રીતે મદદ કરવા તૈયાર છે.
અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે. અમે તેના વિસ્તારોના નામ બદલીને પોતાનો દાવો કરવાના પ્રયાસનો સખત વિરોધ કરીએ છીએ, આ નિવેદન ભારતીય વિદેશ મંત્રાલય અથવા ભારતના કોઈ રાજકારણી અથવા અધિકારીનું નથી. વ્હાઇટ હાઉસ તરફથી આ કડક નિવેદન આવ્યું છે. હવે કદાચ ચીનને શરમ આવવી જોઈએ. પરંતુ આવું થશે નહીં કારણ કે આવું પહેલીવાર નથી થઈ રહ્યું. આ સમયે ચીન તેના નવા મિત્ર રશિયા વિશે બડાઈ કરી રહ્યું છે. પરંતુ તે નથી ઈચ્છતા કે ભારત સાથે તેની વફાદારી તેના(ચીન)થી પણ જૂની હોય.
આ પણ વાચો: અમેરિકાની ચીનને લપડાક, અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન અંગ માન્યુ, સેનેટમાં રજૂ કરાયો પ્રસ્તાવ
બીજિંગે ચતુરાઈથી અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામ બદલી નાખ્યા. ઠીક છે, તે કોઈ વાંધો નથી, પરંતુ ડ્રેગનની યોજનાઓ ચોક્કસપણે ખુલ્લી પડી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે કડક અવાજમાં કહ્યું કે, અમેરિકાએ ઘણા સમય પહેલા અરુણાચલને ભારતનો ભાગ તરીકે માન્યતા આપી છે. હવે ચીને આમાં હસ્તક્ષેપ કરવાનું બંધ કરવું જોઈએ. જ્યારે ચીને અરુણાચલના તવાંગમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો ત્યારે અમેરિકાએ તેને આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો.
અમેરિકાએ ભારતને સમર્થન કર્યું
ગયા મહિને એક રિપોર્ટ આવ્યો હતો. જેમાં એ વાત સામે આવી છે કે તવાંગમાં અમેરિકાએ ભારતને પહેલા જ ચેતવણી આપી દીધી હતી. અમેરિકાએ ભારત સાથે ગુપ્ત રિપોર્ટ શેર કર્યો હતો. આ પછી પણ ભારતે પોતાના ઉચ્ચ સ્તરીય હથિયારો અને સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો હતો. પરંતુ ચીનને આ વાતની જાણ નહોતી. તવાંગમાં જ્યારે ચીની સૈનિકોએ હુમલો કર્યો ત્યારે ભારત સંપૂર્ણ રીતે તૈયાર હતું. તેણે જોરદાર લડાઈ કરી હતી. જેના કારણે ચીની સૈનિકો તરત જ પરત ફર્યા હતા. ગલવાનમાં ચીનીઓએ ભારતના પીઠમાં છરો માર્યો હતો. જેના કારણે લોહિયાળ ઝડપ થઈ હતી.
અમેરિકાએ પહેલા પણ અરૂણાચલ પર પ્રસ્તાવ લાવ્યું હતું
અમેરિકા દ્વારા સેનેટમાં આ પ્રસ્તાવ એવા સમયે રજૂ કરવામાં આવ્યો છે, જ્યારે ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LOC) પર બંને દેશોની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ રહી છે. સરહદ પર સ્થિતિને સામાન્ય બનાવવા માટે બંને દેશો વચ્ચે સૈન્ય બેઠકોના ઘણા રાઉન્ડ પણ થયા છે.
ભાષાના અહેવાલ અનુસાર, સેનેટમાં પ્રસ્તાવ રજૂ કરનાર સેનેટર બિલ હેગર્ટીએ કહ્યું, ‘ હાલ જ્યારે ચીન મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે ગંભીર ખતરો ઉભો કરી રહ્યું છે, તેવા સમયે યુએસ માટે ભારત સાથે ખભેથી ખભો મિલાવીને ઉભા રહેવું જરૂરી છે. આ ક્ષેત્રમાં, ખાસ કરીને ભારત સાથે અમારી વ્યૂહાત્મક ભાગીદારી મહત્વનો ભાગ છે.