Amarnath yatra 2021: અમરનાથ યાત્રા પુરી થઈ, રક્ષાબંધન પર્વ પર બાબા બર્ફાનીની ગુફામાં પહોચી છડી મુબારક

જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) વહીવટીતંત્રે કોવિડ -19 (Covid 19)રોગચાળાને કારણે આ વખતે વાર્ષિક અમરનાથ યાત્રાને પ્રતિકાત્મક રાખવાનો નિર્ણય કર્યો હતો.

Amarnath yatra 2021: અમરનાથ યાત્રા પુરી થઈ, રક્ષાબંધન પર્વ પર બાબા બર્ફાનીની ગુફામાં પહોચી છડી મુબારક
Amarnath Yatra Completed (File Picture)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 3:50 PM

Amarnath yatra 2021: બાબા બરફાનીના દર્શન કરવા માટે આજે રક્ષાબંધન (Raksha bandhan) પર પવિત્ર ગુફામાં છડી મુબારક પહોંચી હતી. છેલ્લી પૂજા માટે પવિત્ર અમરનાથ મંદિર(Amarnath Temple) ની મુલાકાતે આવેલા સાધુઓ સાથે મહંત દીપેન્દ્ર ગિરીએ રવિવારે અમરનાથના પવિત્ર મંદિરમાં પરંપરાગત વિધિ અને વૈદિક સ્તોત્રની પૂજા કરી હતી. જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) વહીવટીતંત્રે કોવિડ -19 (Covid 19)રોગચાળાને કારણે આ વખતે વાર્ષિક અમરનાથ યાત્રાને પ્રતિકાત્મક રાખવાનો નિર્ણય કર્યો હતો.

અગાઉ, અમરનાથની 56 દિવસની યાત્રા પહેલગામ અને બાલતાલ રૂટથી 28 જૂનથી શરૂ કરવાનો અને 22 ઓગસ્ટના રોજ સમાપ્ત કરવાનો પ્રસ્તાવ હતો. ગયા વર્ષે રોગચાળાને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. અગાઉ, 17 ઓગસ્ટના રોજ, છડી મુબારક તેમના વિશ્રામ સ્થાન, દશનામી અખાડાથી ગુફા માટે રવાના થવાનું હતું. પહેલગામથી ગુફા તરફ જવાના માર્ગ પર બરફના સંચયને કારણે 24 જુલાઈના રોજ છડી મુબારક યાત્રા શરૂ થઈ હતી, વહીવટીતંત્રે છડી મુબારકને કૂચ કરવાની મંજૂરી આપી ન હતી.

જોકે, વહીવટીતંત્રે કહ્યું હતું કે ગુફા સુધી પહોંચવા માટે હેલિકોપ્ટર સેવા આપવામાં આવશે. વ્યાસ પૂર્ણિમાના દિવસે 24 જુલાઈના રોજ અમરનાથ માટે છડી મુબારક યાત્રા શરૂ કરવામાં આવી હતી. પહેલગામમાં ભૂમિ પૂજન, નવગ્રહ પૂજન અને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કોરોના સામે રક્ષણ માટે પૂજા પણ કરવામાં આવી હતી, અષાઢ પૂર્ણિમા નિમિત્તે પહેલગામમાં છડી મુબારક યાત્રા શરૂ કરવામાં આવી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ દરમિયાન સમગ્ર પહમગામ બમ-બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ચડી મુબારકના મહંત, દીપેન્દ્ર ગિરી, મર્યાદિત સંખ્યામાં સાધુઓ સાથે વૈદિક મંત્રો સાથે ચાડી પૂજા કરી હતી. આ દરમિયાન હવન પણ કરવામાં આવ્યું હતું અને છડી મુબારકે ઐતિહાસિક માર્તંડ, મટ્ટન ખાતે પ્રાર્થના પણ કરી હતી. આ દરમિયાન કોરોના સામે રક્ષણ માટે વિશેષ પૂજા અને પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

g clip-path="url(#clip0_868_265)">