મા કાલી ઉપર વિવાદાસ્પદ નિવેદન કર્યા બાદ TMC સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યુ- FIR નોંધો, હું કોર્ટમાં મળીશ

ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ (TMC MP Mahua Moitra) કાલીના પોસ્ટરને લઈને ચાલી રહેલા વિવાદ પર કહ્યું હતું કે કાલીના ઘણા રૂપ છે. મારા માટે કાલી એટલે માંસ અને શરાબ સ્વીકારનાર દેવી. જો કે, ટીએમસીએ આ નિવેદનથી પોતાને દૂર રાખ્યા અને તેની નિંદા કરી છે.

મા કાલી ઉપર વિવાદાસ્પદ નિવેદન કર્યા બાદ TMC સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યુ- FIR નોંધો, હું કોર્ટમાં મળીશ
TMC MP Mahua MoitraImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2022 | 11:12 AM

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાના (TMC MP Mahua Moitra) માતા કાલી પરના નિવેદન બાદ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. દેશભરમાં અનેક એફઆઈઆર નોંધ્યા બાદ પણ મહુઆ પોતાના નિવેદનથી પીછેહઠ કરવા તૈયાર નથી. મહુઆએ કહ્યું, ‘હું મારા મૃત્યુ સુધી મારા નિવેદનનો બચાવ કરતી રહીશ. હું એવા ભારતમાં રહેવા માંગતી નથી કે જ્યાં માત્ર ભાજપનો (BJP) પિતૃસત્તાક બ્રાહ્મણવાદી દૃષ્ટિકોણ હાવી હોય અને બાકીના લોકો ધર્મની આસપાસ ફરતા હોય. ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ મંગળવારે કાલીના પોસ્ટરને લગતા વિવાદ (Kaali Poster Controversy) પર કહ્યું હતું કે કાલીના ઘણા રૂપ છે. મારા માટે માતા કાલી એટલે માંસ અને શરાબ સ્વીકારનાર દેવી. જો કે, ટીએમસીએ આ નિવેદનથી પોતાને દૂર રાખ્યા અને તેની નિંદા કરી.

મહુઆના નિવેદન બાદ ભાજપે ટીએમસી સાંસદની તુરંત ધરપકડ કરવા ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ કોલકાતા અને મહુઆ મોઇત્રાના સંસદીય ક્ષેત્ર કૃષ્ણનગરમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત મધ્યપ્રદેશના ભોપાલમાં, મહુઆ મોઇત્રા વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ FIR નોંધવામાં આવી છે.

કેવી રીતે શરૂ થયો ‘કાલી’ વિવાદ?

લીના મનીમેકલાઈ નામની ફિલ્મ નિર્માતાએ પોસ્ટર શેર કર્યા પછી આ મુદ્દો શરૂ થયો. લીનાએ તેની ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’નું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આ પોસ્ટરમાં મા કાલીને સિગારેટ પીતા બતાવવામાં આવ્યા છે. આ સાથે તેના એક હાથમાં LGBT સમુદાયનો ધ્વજ પણ હતો. પોસ્ટર સામે આવતાની સાથે જ દેશભરમાં વિવાદ શરૂ થઈ ગયો હતો.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

ભાજપે સાધ્યું નિશાન

મહુઆના નિવેદન બાદ પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા શુભેંદુ અધિકારીએ તેમના પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે બંગાળી લોકો મા દુર્ગા પછી અમે મા કાલીનું શક્તિ સ્વરૂપે પૂજન કરીએ છીએ. એવો કોઈ બંગાળી નથી જે કાલી પૂજામાં વ્રત ના રાખતો હોય. હું તેના પક્ષે શું કર્યું તેના પર ટિપ્પણી કરવા માંગતો નથી, પરંતુ જો બંગાળ પોલીસને અશોક સ્તંભ માટે એક પણ આદર હોય, તો તેણે જે રીતે નૂપુર શર્મા સામે કાર્યવાહી શરૂ કરી અને તેની સામે દેશભરમાં FIR નોંધવામાં આવી હતી. તે જ રીતે હું ઈચ્છું છું કે બંગાળ પોલીસ પણ મહુવા મોઈત્રા સામે કાર્યવાહી કરે. જો પશ્ચિમ બંગાળની પોલીસ 10 દિવસમાં કાર્યવાહી કરતી નથી. તો હું 11માં દિવસે કોર્ટમાં જઈશ.

મહુવાના નિવેદનથી ટીએમસીએ બનાવ્યું અંતર

મહુઆ મોઇત્રાએ ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ ઇસ્ટ 2022માં હાજરી આપતી વખતે કાલી પર એક નિવેદન આપ્યું હતું. મહુઆ મોઇત્રાના નિવેદન બાદ ભાજપે ટીએમસી પર માતા કાલીના અપમાનનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ મહુઆ મોઇત્રાની તાત્કાલિક ધરપકડ કરવા માટે ફરિયાદ પણ નોંધાવી હતી. એક તરફ મહુઆ પોતાના નિવેદન પર અડગ છે તો બીજી તરફ તેમની પાર્ટી ટીએમસીએ તેમના નિવેદનથી અંતર બનાવી લીધુ છે. મહુઆના નિવેદન પર ટીએમસી સાંસદ સૌગતા રોયે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ તેમના નિવેદનને સમર્થન નથી આપતી. ટીએમસી આ નિવેદન સાથે સહમત નથી. મહુઆનું નિવેદન પાર્ટીની વિચારધારાથી અલગ છે. અમારી પાર્ટી તમામ ધર્મોનું સમાન રીતે સન્માન કરે છે અને મહુઆએ જે કહ્યું છે તે પાર્ટીની વિચારધારાથી અલગ છે.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">