ભારતમાં 15 વર્ષ બાદ કોઇ રાષ્ટ્રપતિ કરશે રેલ્વે યાત્રા, કાનપુર જશે રામનાથ કોવિંદ

|

Jun 24, 2021 | 3:24 PM

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ શુક્રવારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં તેમના જન્મસ્થળ રેલ્વેથી પહોંચશે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની વિશેષ ટ્રેન 25 જૂને દિલ્હીના સફદરજંગ રેલ્વે સ્ટેશનથી દોડશે અને સાંજે કાનપુર પહોંચશે.

ભારતમાં 15 વર્ષ બાદ કોઇ રાષ્ટ્રપતિ કરશે રેલ્વે યાત્રા, કાનપુર જશે રામનાથ કોવિંદ
ભારતમાં 15 વર્ષ બાદ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ કરશે રેલ્વે યાત્રા

Follow us on

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ(Ram Nath Kovind)શુક્રવારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં તેમના જન્મસ્થળ પહોંચશે. આ 15 વર્ષમાં પ્રથમ વાર હશે જ્યારે દેશના રાષ્ટ્રપતિ રેલવે(Railway)મુસાફરી કરશે. રાષ્ટ્રપતિ ઉત્તર પ્રદેશના જૂના મિત્રો, સ્કૂલના સહપાઠીઓને અને સબંધીઓને મળશે. એવું કહેવામાં આવ્યું છે કે કાનપુર સેન્ટ્રલના ચાર પ્લેટફોર્મ પરનો ટ્રાફિક રાષ્ટ્રપતિના આગમનના એક કલાક પહેલા અને બાદમાં એક કલાક માટે બંધ રહેશે.

વિશેષ ટ્રેન 25 જૂને દિલ્હીના સફદરજંગ રેલ્વે સ્ટેશનથી દોડશે

રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ પહેલાથી જ જવા માંગતા હતા પરંતુ કોરોના રોગચાળાને કારણે તે શક્ય ન હતું. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ(Ram Nath Kovind)ની વિશેષ ટ્રેન 25 જૂને દિલ્હીના સફદરજંગ રેલ્વે(Railway) સ્ટેશનથી દોડશે અને સાંજે કાનપુર પહોંચશે. વિશેષ ટ્રેનમાં બે સ્ટોપેજ હશે. પ્રથમ ઝિંઝક અને બીજુ કાનપુરનું રુરા છે. જ્યાં રાષ્ટ્રપતિ તેમના જૂના પરિચિતોને મળશે. આ બંને સ્ટોપ તેના ગામ પરોખ પાસે રાખવામાં આવ્યા છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

29 જૂને તે ખાસ ફ્લાઇટથી દિલ્હી પરત આવશે

રાષ્ટ્રપતિ ભવનના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ(Ram Nath Kovind) 25 જૂનના રોજ સાંજે આ સ્થળે પહોંચશે. જ્યારે 27 જૂને ગામમાં બે સ્વાગત કાર્યક્રમો થશે અને 28 જૂને કોવિંદ કાનપુર સેન્ટ્રલથી લખનૌ સુધીની જ ટ્રેનમાં બે દિવસીય પ્રવાસ કરશે. 29 જૂને તે ખાસ ફ્લાઇટથી દિલ્હી પરત આવશે. આ ટ્રેનમાં તેમના માટે એક ખાસ સલૂન હશે. જે તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાથી સજ્જ હશે. આ ટ્રેન માટે ટ્રાયલ પણ પૂર્ણ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે વર્ષ 2006 ની શરૂઆતમાં તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ ખાસ ટ્રેનથી દિલ્હીથી દહેરાદૂન ગયા હતા. જ્યાં તેમણે ભારતીય સૈન્ય એકેડેમીની પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો હતો.

Published On - 3:14 pm, Thu, 24 June 21

Next Article