મણિપુરમાં મહિલા રેલીને સંબોધતા જે પી નડ્ડાએ કહ્યુ, ભાજપ જ મહિલાઓને હક્ક આપી રહ્યુ છે, મોદી સરકારમાં 12 મહિલા પ્રધાન છે

|

Dec 24, 2021 | 7:00 PM

મણિપુર વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ શુક્રવારે મણિપુરમાં મહિલા રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મોદી સરકારને, સરકારમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાવાળી સરકાર ગણાવી હતી

મણિપુરમાં મહિલા રેલીને સંબોધતા જે પી નડ્ડાએ કહ્યુ, ભાજપ જ મહિલાઓને હક્ક આપી રહ્યુ છે, મોદી સરકારમાં 12 મહિલા પ્રધાન છે
BJP national president JP Nadda (file photo)

Follow us on

આગામી વર્ષમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવાની સાથેસાથે મણિપુરમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાને લઈને લઈને ભાજપે મણિપુરમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આ માટે શુક્રવારે મણિપુરમાં ભાજપ દ્વારા મહિલા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. રેલીને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ (BJP national president JP Nadda) રાજકારણ અને સરકારમાં મહિલાઓનું પૂરતું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે મોદી સરકારને (Modi government) શ્રેય આપ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું કે આજે મોદી સરકારમાં 12 મહિલા કેન્દ્રીય મંત્રીઓ (12 Women Union Ministers) છે.

મણિપુરના સગોલબંદમાં એક મહિલા રેલીને સંબોધિત કરતા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ (BJP Chief JP Nadda ) મોદી સરકારના શાસન દરમિયાન દેશની પ્રથમ મહિલા શિક્ષણ અને નાણામંત્રી મળવાની વાત કરી હતી. તો આ જ સરકારમાં મહિલાઓના પ્રતિનિધિત્વ અંગેની રેલીમાં તેમણે કહ્યું કે આજે મોદી સરકારમાં 12 કેન્દ્રીય મંત્રીઓ મહિલાઓ છે. હકીકતમાં, રાજકારણમાં મહિલાઓનું એટલે કે અડધી વસ્તીનું પૂરતું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાની માંગ ઘણી જૂની છે. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 40 મહિલાઓને ટિકિટ આપવાની વાત કરી છે. દરમિયાન બીજેપી પ્રમુખ જેપી નડ્ડાનું આ નિવેદન મણિપુર તેમજ ઉત્તર પ્રદેશ સહિત અન્ય વિધાનસભા ચૂંટણીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

જેપી નડ્ડાએ ડિસેમ્બરમાં મણિપુરમાં બીજીવાર રેલીને સંબોધી
2022માં મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીને માટે ભાજપે અત્યારથી જ તેની ચૂંટણી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના ટોચના નેતાઓ પણ મણિપુરમાં ફરીથી સરકાર બનાવવા માટે વ્યસ્ત છે. આ ક્રમમાં બીજેપી અધ્યક્ષ ડિસેમ્બર મહિનામાં બીજી વખત મણિપુરમાં રેલીને સંબોધિત કરી રહ્યા છે. આ પહેલા 10 ડિસેમ્બરે મણિપુરની મુલાકાત દરમિયાન બીજેપી અધ્યક્ષે કહ્યું હતું કે 2017થી મણિપુરના થયેલા વિકાસ કાર્યોના આધારે ભાજપ ફરી એકવાર રાજ્યમાં સત્તામાં આવશે. રાજ્યની ગત કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે અમારી સરકાર બની તે પહેલા મણિપુરમાં ભ્રષ્ટાચાર, કમિશન અને અપરાધીકરણનો દબદબો હતો. અપહરણના કેસ પોલીસ સ્ટેશનની બહાર ઉકેલાતા હતા. આ જ રાજ્યની ખરી વાસ્તવિકતા હતી. અહીં કોઈ વિકાસ થયો નહોતો. ભાજપે મણિપુરને વિકાસની તરફ લઈ જવાનુ શરુ કર્યુ હતું.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

આ પણ વાંચોઃ

PM મોદીની આ વાતને લઈને નારાજ છે ‘દીદી’, આજે થયેલી બેઠકમાં પણ મમતા બેનર્જી ગેરહાજર, TMCના નેતાઓએ લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચોઃ

Manipur Assembly Election 2022: કીશમથોંગ વિધાનસભા બેઠક પર જીતની શોધમાં BJP, અહીં કોંગ્રેસ,એનસીપી, એનપીપીનો રહ્યો છે દબદબો

 

Published On - 6:58 pm, Fri, 24 December 21

Next Article