આત્મનિર્ભર ભારતની “મેડ ઇન ઇન્ડિયા વેક્સીન”, ડો.હર્ષ વર્ધને લોન્ચ કરી નિમોસીલ રસી

|

Dec 29, 2020 | 4:32 PM

આત્મનિર્ભર ભારતે એક વધુ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા સોમવારે દેશની પ્રથમ રસી ‘નિમોસિલ’ લોન્ચ કરવામાં આવી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષ વર્ધને એસઆઈઆઈની ટીમ સાથે આ રસીને વર્ચુઅલી લોન્ચ કરી હતી. આ પ્રસંગે ડો. હર્ષ વર્ધને કહ્યું કે ‘ આ રસી દેશની જાહેર આરોગ્ય પ્રણાલી માટે એક મોટી ઉપલબ્ધિ […]

આત્મનિર્ભર ભારતની મેડ ઇન ઇન્ડિયા વેક્સીન, ડો.હર્ષ વર્ધને લોન્ચ કરી નિમોસીલ રસી

Follow us on

આત્મનિર્ભર ભારતે એક વધુ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા સોમવારે દેશની પ્રથમ રસી ‘નિમોસિલ’ લોન્ચ કરવામાં આવી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષ વર્ધને એસઆઈઆઈની ટીમ સાથે આ રસીને વર્ચુઅલી લોન્ચ કરી હતી. આ પ્રસંગે ડો. હર્ષ વર્ધને કહ્યું કે ‘ આ રસી દેશની જાહેર આરોગ્ય પ્રણાલી માટે એક મોટી ઉપલબ્ધિ છે, વ્યાજબી ભાવમાં ઉચ્ચ ગુણવત્તાની રસી બાળકોને ન્યુમોનિયા રોગથી રક્ષણ પૂરું પાડશે.

પૂનામાં આવેલી SII દેશની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે. જેના સીઈઓ આદર પૂનાવાલાએ ટ્વીટ કર્યું હતું કે, “ડો. હર્ષ વર્ધન, બાળકોને ન્યુમોનિયાથી બચાવવા માટે સેરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવેલી પહેલી ‘મેડ ઇન ઈન્ડિયા’ રસી નિમોસીલ શરૂ કરવા બદલ આભાર.” પૂનાવાલાએ કહ્યું કે આ રસીનો લાભ માત્ર ભારતના બાળકોને જ નહીં, પરંતુ યુનિસેફ દ્વારા વિશ્વભરના બાળકો મેળવશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ન્યુમોનિયા એ એક પ્રકારનો ચેપરોગ છે જે ન્યુમોકોકસ નામના બેક્ટેરિયાથી થાય છે. મોટાભાગના કેસોમાં આવા ચેપથી ફેફસાંને નુકસાન થાય છે. ન્યુમોનિયા બીમારી વિશ્વભરમાં પાંચ વર્ષથી ઓછી વયના બાળકો માટે જોખમી છે. વર્ષ 2018 માં 67 હજાર 800 બાળકોનું પાંચ વર્ષની વયે મૃત્યુ થયું હતું. ન્યુમોનિયાની વેક્સીન ભારતમાં તૈયાર થઇ ગઈ છે એ ખુબ ગર્વની વાત છે.

ભારતમાં ન્યુમોનિયા સામે રસીકરણ માટે રસીના ત્રણ ડોઝની જરૂર પડશે. આ રસી ન્યુમોકોકસ નામના 10 પ્રકારના બેક્ટેરિયા સામે રક્ષણ પૂરું પાડશે.

Next Article