ગુજરાતમાં મંદિરે મંદિરે ફરતા કેજરીવાલ મુકાયા શરમજનક સ્થિતિમાં, આપ સરકારના પ્રધાને જાહેરમાં હિન્દુ દેવી દેવતાઓને ન પૂજવા લેવડાવ્યા શપથ

|

Oct 07, 2022 | 1:50 PM

હાલ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જેમાં કપિલ મિશ્રાનો આક્ષેપ છે કે અરવિંદ કેજરીવાલના પ્રધાન હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરી રહ્યા છે.

ગુજરાતમાં મંદિરે મંદિરે ફરતા કેજરીવાલ મુકાયા શરમજનક સ્થિતિમાં, આપ સરકારના પ્રધાને જાહેરમાં હિન્દુ દેવી દેવતાઓને ન પૂજવા લેવડાવ્યા શપથ
AAP Leader Viral Video

Follow us on

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની કથની કંઈક અને કરની કંઈક અલગ જોવા મળી રહી છે! એક તરફ તેવો મંદિરમાં દર્શન કરવા જવાના ઢોંગ કરે છે ? અને બીજી તરફ ‘આપ’ના જ પ્રધાન હજારો લોકોને દેવી દેવતાની પૂજા નહીં કરવાના શપશ લેવડાવતા જોવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ મંદિરોમાં દર્શન કરે છે ત્યારે એ જ ભગવાનની પૂજા ન કરવાના તેમના જ પ્રધાન શપથ લેવડાવે છે. હાલ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જેમાં કપિલ મિશ્રાનો આક્ષેપ છે કે અરવિંદ કેજરીવાલના પ્રધાન હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરી રહ્યા છે.

દિલ્લી ભાજપના નેતા કપિલ મિશ્રાએ એક વીડિયો શેર કરીને કેજરીવાલના પ્રધાન પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે જેમાં આ વીડિયોમાં દિલ્લીનાના પ્રધાન રાજેન્દ્રપાલ ગૌતમે હિંદુ દેવી-દેવતાઓને ન પૂજવા શપથ લેવડાવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કપિલ મિશ્રાએ વીડિયો શેર કરીને આક્ષેપ કર્યો છે કે, એક તરફ ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ જય શ્રીરામના નારા લગાવીને નાટક કરે છે. તો બીજી તરફ કેજરીવાલના પ્રધાન હિંદુ દેવી-દેવતાઓને ન પૂજવાની શપથ લેવડાવીને અપમાન કરે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

એટલું જ નહિં કપિલ મિશ્રાએ પ્રહારો કરતા કહ્યુ કે, કેજરીવાલની આમ આદમી પાર્ટી ધર્મપરિવર્તન કરાવવાની એજન્સી બની ગઇ છે. તો આ વીડિયો સામે આવ્યા બાદ રાજેન્દ્રપાલ ગૌતમે સ્પષ્ટતા કરી અને કહ્યુ કે, અધૂરો વીડિયો એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો છે. તેમણે કોઇપણ દેવી-દેવતાઓનું અપમાન કર્યું નથી.

વીડિયો વાયરલ થયા બાદ, અરવિંદ કેજરીવાલ નારાજ હોવાનું જાણવા મળ્યું છે. અરવિંદ કેજરીવાલ રાજેન્દ્રપાલ ગૌતમ પર નારાજ હોવાની માહિતી મળી રહી છે અને આ મામલે અરવિંદ કેજરીવાલ રાજેન્દ્રપાલ ગૌતમ પર કાર્યવાહી કરવાના મૂડમાં હોવાની પણ જાણકારી મળી રહી છે.

Published On - 1:47 pm, Fri, 7 October 22

Next Article