આજનું રાશિ ફળ : આ રાશિઓના લોકોનું આજે ચમકવાનું છે કિસ્મત, GIRL FREIND તરફથી મળશે ફાયદો, ક્યાંક તમારી તો નથી આ રાશિમાંથી કોઈ એક રાશિ ?

આજનું રાશિ ફળ : આ રાશિઓના લોકોનું આજે ચમકવાનું છે કિસ્મત, GIRL FREIND તરફથી મળશે ફાયદો, ક્યાંક તમારી તો નથી આ રાશિમાંથી કોઈ એક રાશિ ?

મેષ : ગણેશજી આજે આપને પોતાના ગુસ્સા પર કાબૂ રાખવાની સલાહ આપે છે. શરીરમાં સ્ફૂર્તિનો અભાવ રહી શકે. મન પરેશાન થવાના કારણે માનસિક અસ્વસ્થતાની સ્થિતિમાં કોઈ કામમાં મન નહીં લાગે. કોઇક ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં આપની હાજરી રહેશે. આ પણ વાંચો : દિલ્હીના CM અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલના આ ‘શરમજનક કૃત્ય’એ એક ‘આમ આદમી’ને […]

TV9 Web Desk

| Edited By: Pinak Shukla

Jan 18, 2021 | 11:37 AM

મેષ :


ગણેશજી આજે આપને પોતાના ગુસ્સા પર કાબૂ રાખવાની સલાહ આપે છે. શરીરમાં સ્ફૂર્તિનો અભાવ રહી શકે. મન પરેશાન થવાના કારણે માનસિક અસ્વસ્થતાની સ્થિતિમાં કોઈ કામમાં મન નહીં લાગે. કોઇક ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં આપની હાજરી રહેશે.

આ પણ વાંચો : દિલ્હીના CM અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલના આ ‘શરમજનક કૃત્ય’એ એક ‘આમ આદમી’ને ધ્રુસકે-ધ્રુસકે રડાવ્યા અને દેવામાં ડૂબાડી દીધાં !

વૃષભ :

કાર્ય સફળતામાં વિલંબ અને શારીરિક અસ્વસ્થતાના કારણએ આપ હતાશા અનુભવી શકો છો. વધુ પડતા કામના બોજાથી થાક અને માનસિક બેચેની રહેશે. પ્રવાસમાં વિઘ્નની શંકા છે. ખાન-પાનમાં ધ્યાન રાખો. યોગ-ધ્યાનથી આપ માનસિક રીતે સ્વસ્થ રહી શકો છો.

મિથુન :

આજે આપ પ્રસન્નતાનો અનુભવ કરશો. મિત્રો સાથે મોજ-મસ્તી કરશો. મનોરંજન માટે તમામ સામગ્રી આજે આપને ઉપલબ્ધ રહેશે. સુંદર વસ્ત્ર, ઉત્તમ ભોજન અને વાહન સુખ મળશે. વિપરીત લિંગના પાત્રો તરફ વધુ આકર્ષણ રહેશે, એવું ગણેશજી કહે છે.

કર્ક :

ગણેશજીની કૃપાથી આજના દિવસે આપને ખુશી અને સફળતા મળશે. પારિવારિક સભ્યો સાથે ઘરમાં સુખ-શાંતિથી દિવસ પસાર કરશો. નોકરી કરનારાઓને લાભ મળશે. હરીફોને પરાસ્ત કરી શકશો. કાર્યમાં યશ મળશે. અધીનસ્થ કર્મચારીઓ અને સહકર્મચારીઓનો સહયોગ મેળવી શકશો. આરોગ્ય સારું રહેશે.

સિંહ :

લેખન-સાહિત્ય ક્ષેત્રે કંઇક નવું કરવાની પ્રેરણા મળશે. વિદ્યાર્થીઓ ઉત્તમ પ્રદર્શન કરી શકશે. દાંપત્ય જીવનમાં સુખ મળશે. સ્ત્રી મિત્રોનો સહયોગ મળશે. આરોગ્ય સારું રહેશે. આપ ધાર્મિક પરોપકારનું કાર્ય કરશો.

કન્યા :

આજના દિવસે દરેક કાર્યમાં મુશ્કેલી આવી શકે. આરોગ્ય બગડી શકે. મન ચિંતાગ્રસ્ત રહેશે. પારિવારિક સભ્યો સાથે અણબનાવથી કુટુંબમાં અશાંતિ રહેશે. જાહેર માનહાનિની શંકા છે. પાણીથી ભય રહેશે. રૂપિયા-પૈસા અને જમીન સાથે જોડાયેલા દસ્તાવેજી કાર્યો ધ્યાનથી કરો.

તુલા :

શુભ કે ધાર્મિક પ્રસંગોએ યાત્રા-પ્રવાસનું આયોજન થશે. ભાઈ-બંધુઓ સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા થશે. વિદેશથી સારા સમાચાર મળશે. આજે નવા કાર્યોનો આરંભ કરી શકો છો. ધન લાભનો યોગ છે. મૂડી રોકાણ માટે અનુકૂળ દિવસ છે. આરોગ્ય સારું રહેશે. ભાગ્ય વૃદ્ધિ થશે.

વૃશ્ચિક :

પારિવારિક કંકાશ-દ્વેષનો પ્રસંગ ન બને, તેનું ધ્યાન રાખો. પારિવારિક સભ્યો સાથે ગેરસમજણથી બચો. મનમાં ઉત્પન્ન નકારાત્મક વિચારોથી દૂર ભાગવાની ગણેશજી સલાહ આપે છે. વિદ્યાર્થીઓને અવરોધો આવી શકે છે. અનાવશ્યક ધન ખર્ચ ન થાય, તેનું ધ્યાન રાખો.

ધન :

આજે આર્થિક લાભ પ્રાપ્ત કરી શકશો. કોઇક તીર્થ યાત્રાએ જશો. સગા-સંબંધીઓ અને મિત્રોના આગમનથી મન ખુશ રહેશે. દાંપત્ય જીવનમાં નિકટતા અને મધુરતા રહેશે. માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માળવાનો આનંદ પ્રાપ્ત થશે.

મકર :

આજના દિવસે સાવચેતીપૂર્વક ચાલવાની સલાહ છે. વધુ પરિશ્રમમાં ઓછી સફળતાથી નિરાશાની લાગણી પેદા થઈ શકે. પારિવારિક વાતાવરણ પણ અશાંત રહેશે. આરોગ્ય સંબંધી ફરિયાદો રહેશે. અકસ્માતથી બચો. કોર્ટ-કચેરીના કાર્યોમાં સાચવીને પગલું ભરો. ધાર્મિક તેમજ સામાજિક કાર્યોમાં ભાગ લેશો અને ધાર્મિક કાર્યો પાછળ નાણાનો ખર્ચ પણ થશે.

કુંભ :

આજે આપ નવા કાર્યની શરુઆત કે તેની યોજના બનાવી શકશો. નોકરી કે વ્યવસાયમાં લાભની પ્રાપ્તિ થશે. સ્ત્રી મિત્ર આપની પ્રગતિમાં સહાયક નિવડશે. આર્થિક લાભની દૃષ્ટિએ આજનો દિવસ બહુ સારો રહેશે. રમણીય સ્થળો પર પ્રવાસ-પિકનિકનું આયોજન કરશો. સમાજમાં ખ્યાતિ વધશે. સંતાનની પ્રગતિ થશે. પત્ની તથા પુત્ર તરફથી આનંદના સમાચાર મળશે.

મીન :

નોકરી કે વ્યવસાયમાં સફળતા પામવાથી અને ઉચ્ચાધિકારીઓના સારા વ્યવહારથી આપ અત્યંત પ્રસન્નતાનો અનુભવ કરશો. વેપારમાં વૃદ્ધિ થશે તથા બાકી નિરકળતા લેણા પ્રાપ્ત થશે. પિતા અને વડીલો તરફથી લાભ મળશે. આવકનું પ્રમાણ વધશે. કૌટુંબિક માહોલ આનંદમય રહેશે. માન-સન્માન કે ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે.

[yop_poll id=977]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati