મહિલાને માતા અને સાસુના ઘરમાં રહેવાનો અધિકાર, તેથી તેને બહાર નીકાળી ના શકાય : સુપ્રીમ કોર્ટ

|

Jun 02, 2022 | 11:39 AM

જો તમારા ઘરના કોઈ સભ્યને મહિલા સાથે નથી ફાવતું તો માત્ર એ કારણથી તમે તેને ઘરની બહાર ના કાઢી શકો.

મહિલાને માતા અને સાસુના ઘરમાં રહેવાનો અધિકાર, તેથી તેને બહાર નીકાળી ના શકાય : સુપ્રીમ કોર્ટ
Supreme Court of India
Image Credit source: Citizen Matters

Follow us on

સુપ્રીમ કોર્ટે (Supreme Court), સોમવારે કહ્યુ કે, એક મહિલાઓ પોતાની માતાની  સાથોસાથ સાસુના ઘરે પણ રહેવાનો પૂરે પૂરો અધિકારી છે. આથી કોર્ટ કોઈને બહાર નીકાળવાની મંજૂરી આપી શકે નહી. ન્યાયમૂર્તિ અજય રસ્તોગી અને બી વી નાગરરત્નાની બનેલી ખંડપીઠે સોમવારે નિર્ણય આપ્યો હતો. ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓના હિતોની સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો હતો. કોર્ટે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ (Domestic Violence act) હેઠળ સહિયારા ઘરમાં રહેવાના અધિકાર અંગે વ્યાપક સમજૂતી આપી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે સ્ત્રી, પછી ભલે તે માતા હોય, પુત્રી હોય, બહેન હોય, પત્ની હોય, સાસુ હોય, પુત્રવધૂ હોય કે ઘરેલું સંબંધોમાં હોય, તેને સહિયારા ઘરમાં રહેવાનો અધિકાર છે. ઘરેલું સંબંધમાં એક મહિલા જે પીડિત નથી, તેનો અર્થ એ નથી કે તે ઘરેલુ હિંસાનો ભોગ બની નથી, તેને સહિયારા પરિવારમાં રહેવાનો અધિકાર છે.

આના કારણે તૂટી રહ્યાં છે પરિવારો

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કોર્ટ મહિલાને ઘરની બહાર નીકાળવાની પરવાનગી ના આપી શકે. તમે એ મહિલાને પંસદ નથી કરતા તેનો મતલબ એ નથી કે તમે તેને ઘરની બહાર કાઢી નાંખો. કેટલાક ઘરના ઝગડાઓને કારણે મહિલાઓને ઘરની બહાર કાઢવાને કારણે ઘરો તૂટી રહ્યાં છે.

સુપ્રીમ કોર્ટે આગળ જણાવ્યું કે, જો મહિલા પર દુરવ્યવહારનો આરોપ લાગ્યો હોય, તો કોર્ટ વૈવાહિક ઘરોમાં પરિવારના સભ્યોને હેરાન ના કરવાની શર્તો મુકી શકે છે. કોર્ટ તેના પર નિયમો પણ લાગુ કરી શકે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો આ કેસ

બોમ્બે હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે મહિલા અને તેના પતિને સસરાનું ઘર ખાલી કરવું પડશે. મહિલા અને તેના પતિએ વૃધ્ધ દંપતિને દર મહિને 25,000 રુપિયા આપવાનો નિર્દેશ કોર્ટે કર્યો હતો. ત્યાર બાદ તે મહિલાએ ઘરેલૂં હિંસાથી મહિલાઓના સંરક્ષણ અધિનિયમ અને પોતાના નિવાસ અધિકાર મુજબ ટ્રિબ્યૂનલના આદેશને પડકાર્યો અને યાચિકા દાખલ કરી.

હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટ પહોંચી મહિલા

હાઈકોર્ટે વૃદ્ધ માતા-પિતાના પુત્રને તેની પત્ની અને બે બાળકો માટે વૈકલ્પિક આવાસ વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો. પરંતુ ભરણપોષણનો આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. મહિલાએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં આ મામલે ફરી સુનાવણી થશે અને સુનાવણી દરમિયાન મહિલાની સાસુને વીડિયો દ્વારા સામેલ કરવામાં આવશે.

ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓના હિતોની સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો હતો. કોર્ટે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ (Domestic Violence act) હેઠળ સહિયારા ઘરમાં રહેવાના અધિકાર અંગે વ્યાપક સમજૂતી આપી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે સ્ત્રી, પછી ભલે તે માતા હોય, પુત્રી હોય, બહેન હોય, પત્ની હોય, સાસુ હોય, પુત્રવધૂ હોય કે ઘરેલું સંબંધોમાં હોય, તેને સહિયારા ઘરમાં રહેવાનો અધિકાર છે. ઘરેલું સંબંધમાં એક મહિલા જે પીડિત નથી, તેનો અર્થ એ નથી કે તે ઘરેલુ હિંસાનો ભોગ બની નથી, તેને સહિયારા પરિવારમાં રહેવાનો અધિકાર છે.

Next Article