Lithium Reserve: રાજસ્થાનના આ શહેરમાં મળ્યો લિથિયમનો વિશાળ ભંડાર, ચીન પર ભારતની નિર્ભરતા ઘટશે?
રાજસ્થાનથી ભારત માટે એક મોટા સારા સમાચાર સામે આવી રહ્યા છે. લિથિયમનો આટલો મોટો ભંડાર અહીં મળી આવ્યો છે કે તે ભારતની મોટાભાગની જરૂરિયાતો પૂરી કરી શકે છે.

રાજસ્થાનમાં લિથિયમનો મોટો ભંડાર મળી આવ્યો છે અને એવું માનવામાં આવે છે કે તે દેશની કુલ માંગના 80 ટકા પુરી કરી શકે છે. આ લિથિયમ નાગૌર જિલ્લાના દેગાના વિસ્તારમાં મળી આવ્યું છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)એ રાજસ્થાનના નાગૌર જિલ્લાના દેગાના ખાતે લિથિયમની મોટી શોધ કરી છે. લિથિયમ ભંડારની સંભાવના જમ્મુ અને કાશ્મીરના હાલના ભંડાર કરતાં વધુ છે.
આ પણ વાચો: જમ્મુ-કાશ્મીરમાં લિથિયમ કાઢવા માટે તૈયાર છે ચિલી, કહ્યું- જો ભારત સરકાર ઈચ્છે તો…
જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)એ દાવો કર્યો છે કે નવા શોધાયેલા ભંડારમાં હાજર લિથિયમની માત્રા ભારતની કુલ માંગના 80 ટકાને પૂરી કરી શકે છે. આ મોટી શોધ લિથિયમ માટે ચીન પર ભારતની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ કિંમતી ખજાનો હવે દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો લિથિયમ રિઝર્વ હોવાનું કહેવાય છે.
ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ધરખમ ઘટાડો થવાની ધારણા
તેની શોધ બાદથી તેને લગતા વિસ્તારમાં આશાનું મોજું ફરી વળ્યું છે. દેશમાં લિથિયમના ભંડાર અને ઉત્પાદનથી ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ધરખમ ઘટાડો થવાની ધારણા છે. આનો સીધો ફાયદો આગામી સમયમાં EV વાહન બજાર અને તેના ગ્રાહકોને થવાનો છે. જણાવી દઈએ કે રાજસ્થાનની સાથે જમ્મુ-કાશ્મીર, મેઘાલય, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢમાં પણ લિથિયમની શોધ ચાલી રહી છે.
લિથિયમ માટે ચીન પર નિર્ભર છે ભારત
ભારત હજુ પણ લિથિયમ માટે ચીન પર નિર્ભર છે. જો કે રાજસ્થાનમાં આ ભંડારની શોધ થતાં જ ચીનની ઈજારાશાહી ખતમ થઈ જશે તેવું માની શકાય છે. લિથિયમ એ નોન-ફેરસ મેટલ છે, જેનો ઉપયોગ મોબાઈલ-લેપટોપ, ઇલેક્ટ્રિક વાહન અને અન્ય ચાર્જેબલ બેટરી બનાવવામાં થાય છે. ભારત લિથિયમ માટે મોંઘા વિદેશી સપ્લાય પર સંપૂર્ણપણે નિર્ભર છે. હવે GSIને ખાસ સિદ્ધિ તરીકે ગણવામાં આવે છે કારણ કે તેને દેગાનાની આસપાસ લિથિયમનો મોટો ભંડાર મળ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં પણ લિથિયમ મળ્યું છે
9 ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં લિથિયમનો ભંડાર મળી આવ્યો હતો. આખા દેશમાં આ હેડલાઈન્સ બની હતી. ચર્ચાઓ થવા લાગી કે આનાથી ભારતની સાથે જમ્મુ-કાશ્મીરનું ભાગ્ય બદલાઈ જશે. તે પણ શક્ય છે કારણ કે આ ધાતુની માંગ દર વર્ષે વધી રહી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…