‘વિરાટ’ની વિદાય : રાષ્ટ્રપતિના સુરક્ષા કાફલામાં સામેલ અશ્વ ‘વિરાટ’ આજે થયો નિવૃત્ત, જાણો આ ઘોડાની ખાસિયત વિશે

|

Jan 26, 2022 | 4:12 PM

આ ઘોડો ખૂબ જ વરિષ્ઠ, શિસ્તબદ્ધ અને આકર્ષક છે. જેને 2003માં ત્રણ વર્ષની ઉંમરે હેમપુરની રિમાઉન્ટ ટ્રેનિંગ સ્કૂલમાંથી અહીં લાવવામાં આવ્યો હતો.

વિરાટની વિદાય : રાષ્ટ્રપતિના સુરક્ષા કાફલામાં સામેલ અશ્વ વિરાટ આજે થયો નિવૃત્ત, જાણો આ ઘોડાની ખાસિયત વિશે
Virat Horse (File Photo)

Follow us on

Republic Day 2022 : ભારતીય સેનાએ રાષ્ટ્રપતિના સુરક્ષા કાફલામાં સામેલ ઘોડા ‘વિરાટ’ને (Virat Horse) રાષ્ટ્રપતિના બોડીગાર્ડના ચાર્જર તરીકે વિશેષ સન્માન આપ્યુ છે. રાષ્ટ્રપતિના અંગરક્ષક કાફલામાં સામેલ આ અશ્વ આજે નિવૃત્ત થયો છે. તમને જણાવી દઈએ કે, રાજપથ પર 73માં ગણતંત્ર દિવસની ઉજવણી બાદ રાષ્ટ્રપતિના બોડીગાર્ડ (PBG) રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને (President Ramnath Kovind) રાષ્ટ્રપતિ ભવન પરત લઈ ગયા. જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે વિરાટ અશ્વના માથા પર હાથ પસવારીને તેને વિદાય આપી હતી.

અસાધારણ સેવા માટે પ્રશંસા મેળવનાર વિરાટ પ્રથમ અશ્વ

તમને જણાવી દઈએ કે, વિરાટને 15 જાન્યુઆરીએ આર્મી ડેની પૂર્વ સંધ્યાએ આર્મી સ્ટાફના વડા (Army Chief) દ્વારા નવાજવામાં આવ્યો હતો.અસાધારણ સેવા અને ક્ષમતાઓ માટે પ્રશંસા મેળવનાર વિરાટ પ્રથમ અશ્વ છે. પ્રજાસત્તાક દિવસની પરેડના સમાપન પછી, PBG એ વિરાટની નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિરાટને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ તેમજ વર્તમાન રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને ઔપચારિક પરેડમાં ગ્રેસ અને ગરિમા સાથે લઈ જવાનું ગૌરવ મળેલ છે.

2003માં સુરક્ષા કાફલામાં સામેલ કરવામાં આવ્યો

પરેડ દરમિયાન વિરાટને સૌથી ભરોસાપાત્ર અશ્વ માનવામાં આવે છે. વિરાટને 2003 માં બોડીગાર્ડ કાફલામાં સામેલ કરવામાં આવ્યો હતો. તેમને રાષ્ટ્રપતિના અંગરક્ષકના “ચાર્જર” કહેવામાં આવે છે. આ ઘોડો તેના નામ પ્રમાણે ખૂબ જ વરિષ્ઠ, શિસ્તબદ્ધ અને આકર્ષક કદનો છે. આ અશ્વ 2003 માં ત્રણ વર્ષની ઉંમરે હેમપુરની રિમાઉન્ટ ટ્રેનિંગ સ્કૂલમાંથી અહીં લાવવામાં આવ્યો હતો.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

વૃદ્ધાવસ્થા હોવા છતાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યુ

રાષ્ટ્રપતિના અંગરક્ષકો એ ભારતીય સૈન્યમાં સૌથી ચુનંદા રેજિમેન્ટ છે. સદીઓથી બ્રિટિશ વાઇસરોયથી લઈને આધુનિક દિવસ સુધી રાજ્યના વડાઓ, ભારતના ટોચના VIP ની સુરક્ષાની જવાબદારી અશ્વને સોંપવામાં આવી છે. એક અધિકારીએ વિરાટ વિશે જણાવ્યું હતું કે, 2021માં પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ ધ રીટ્રીટ સેરેમની દરમિયાન ઘોડાએ તેની વૃદ્ધાવસ્થા હોવા છતાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું હતુ.

આ પણ વાંચો : Shivangi Singh: Rafale ફાઈટર પ્લેન ઉડાવનાર ભારતની એકમાત્ર મહિલા પાઈલટે Republic Day પરેડમાં ભાગ લીધો

Next Article