‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ફિલ્મ નિર્માતા નદવ લેપિડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી

|

Nov 29, 2022 | 6:04 PM

'ધ કાશ્મીર ફાઇલ્સ' પર નદવ લેપિડની વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે હવે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દિલ્હી (Delhi) સ્થિત વકીલ વિનીત જિંદાલે ફિલ્મ નિર્માતા નદવ લેપિડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ફિલ્મ નિર્માતા નદવ લેપિડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી
Nadav Lapid - The Kashmir Files

Follow us on

વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ કાશ્મીરી પંડિતોના જીવન અને સંઘર્ષ પર બનાવવામાં આવી છે. આ ફિલ્મના રિલીઝ પહેલાથી જ વિવાદ શરૂ થયો હતો. આ ફિલ્મ તાજેતરમાં ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ફિલ્મ જોયા બાદ IFFI 2022 ઇન્ટરનેશનલ જ્યુરી હેડ, નદવ લેપિડે ફિલ્મને ‘અશ્લીલ’ અને ‘પ્રચાર’ ગણાવી હતી. નદવના આ નિવેદનથી દેશભરમાં હોબાળો મચી ગયો હતો. વિવાદ બાદ હવે નદવ લેપિડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

નદવ લેપિડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર નદવ લેપિડની વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે હવે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દિલ્હી સ્થિત વકીલ વિનીત જિંદાલે ફિલ્મ નિર્માતા નદવ લેપિડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે ફિલ્મને ‘વલ્ગર’ અને ‘પ્રોપેગન્ડા’ ફિલ્મ ગણાવી છે. તેમણે આ ફરિયાદની કોપી પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ શેર કરી છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

 

 

ટ્વિટર પર ફરિયાદની નકલ શેર કરી

તમને જણાવી દઈએ કે વિનીત જિંદાલે ગોવા પોલીસમાં આ ફરિયાદ નોંધાવી છે અને ગોવાના ડીજીપી જસપાલ સિંહને પત્ર લખ્યો છે. નદવ લેપિડ દ્વારા આપવામાં આવેલ નિવેદન સંપૂર્ણપણે ખોટું છે અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ દ્વારા સમગ્ર હિંદુ સમાજ વિરુદ્ધના ખરાબ ઈરાદાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

અશોક પંડિતે કાશ્મીરી પંડિતોનું અપમાન ગણાવ્યું

ફિલ્મ નિર્માતા અશોક પંડિતે નદવ લેપિડના નિવેદનને કાશ્મીરી પંડિતોનું અપમાન ગણાવ્યું છે. લેપિડ જેવી વ્યક્તિને જ્યુરીના વડા તરીકે નિયુક્ત કરવા બદલ તેમણે માહિતી અને પ્રસારણ મંત્રાલયની ટીકા કરી છે. અભિનેતા અનુપમ ખેરે પણ આ અંગે ટ્વીટ કરીને લેપિડના નિવેદનની ટીકા કરી છે. અનુપમ ખેરે લખ્યું છે કે, ‘જૂઠ્ઠાણું ગમે તેટલું ઊંચું હોય… સત્યની સરખામણીમાં તે હંમેશા નાનું હોય છે.’

Published On - 6:04 pm, Tue, 29 November 22

Next Article