દેશના 75 માં સ્વતંત્રતા દિવસે (Independence Day) ભારતીય સેનાના પ્રયાસોથી ગુલમર્ગમાં 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ (National Flag) ફરકાવવામાં આવશે. આ ધ્વજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી ઉંચો હશે. જમ્મુ -કાશ્મીર સરકારે શ્રીનગરના ઐતિહાસિક હરિ પર્વત કિલ્લા (Hari Parbat Fort) પર 100 ફૂટ ઊંચો તિરંગો લગાવવાનો નિર્ણય કર્યો છે.
સોમવારે જાહેર કરવામાં આવેલી સત્તાવાર સૂચના અનુસાર, કાશ્મીરના વિભાગીય કમિશનરે તમામ સહભાગીઓને આવકારતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી તમામ ડેપ્યુટી કમિશનરો અને એચઓડીઓને ભારતીય ધ્વજ સંહિતા 2002 મુજબ કડકાઈથી રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અધિકારીઓને ભારતના ધ્વજ સંહિતાનું ઉલ્લંઘન ન થાય તેની કાળજી લેવા પણ કહેવામાં આવ્યું છે.
હરિ પર્વત કોહ-એ-મારન તરીકે પણ ઓળખાય છે હરિ પર્વત જેને કોહ-એ-મારન તરીકે પણ ઓળખવામાં આવે છે તે શ્રીનગરના કેન્દ્ર શાસિત પ્રદેશમાં ડાલ તળાવની પશ્ચિમે આવેલું છે. જિલ્લા વહીવટીતંત્ર અનુસાર, આ કિલ્લો 18 મી સદીમાં અફઘાન રાજ્યપાલ અતા મોહમ્મદ ખાને બનાવ્યો હતો. બાદમાં 1590 માં બાદશાહ અકબર દ્વારા એક લાંબી દિવાલ બનાવવામાં આવી હતી. તમામ ધર્મોની પ્રશંસનીય રચનાઓથી ઘેરાયેલું ડાલ સરોવર આ કિલ્લામાંથી ખૂબ જ અદભૂત દેખાય છે.
આઝાદીનો અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. આ ઉત્સવમાં લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન, સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે, રાષ્ટ્રગીત સંબંધિત આવી અનોખી પહેલ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા લેવામાં આવી છે.
સંસ્કૃતિ મંત્રાલયે નાગરિકોને રાષ્ટ્રગીત ગાવા અને www.RASHTRAGAAN.IN વેબસાઇટ પર તેમના વીડિયો અપલોડ કરવા આમંત્રણ આપ્યું છે. રાષ્ટ્રગીત ધરાવતી તમામ વિડીયો 15 ઓગસ્ટ 2021 ના રોજ મિક્સ કરીને લાઇવ બતાવવામાં આવશે. આ પહેલની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 જુલાઈના રોજ તેમના કાર્યક્રમ ‘મન કી બાત’ માં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગરૂપે કરી હતી.
આ પણ વાંચો : 27 વર્ષના લગ્નજીવન બાદ બિલ ગેટ્સ અને મેલિન્ડાના થયા ઔપચારિક રીતે છૂટાછેડા
આ પણ વાંચો :કૃષિ વૈજ્ઞાનિકોની સૌથી મોટી સંસ્થામાં 21 ટકા જગ્યાઓ ખાલી છે, ખેડૂતોની આવક કેવી રીતે વધશે ?