UNICEF Survey : કોરોના મહામારી દરમિયાન 4 થી 18 વર્ષની વયના 80 ટકા વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં થયો ઘટાડો

|

Sep 10, 2021 | 3:22 PM

UNICEF ના રિપોર્ટ અનુસાર ભારતમાં 6 થી 13 વર્ષ વચ્ચેના 42 ટકા બાળકોએ શાળા બંધ થયા બાદ ઓનલાઈન માધ્યમથી અભ્યાસ કર્યો નથી.

UNICEF Survey : કોરોના મહામારી દરમિયાન 4 થી 18 વર્ષની વયના 80 ટકા વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં થયો ઘટાડો
UNICEF Survey

Follow us on

યુનિસેફના રિપોર્ટ અનુસાર, કોવિડ -19 રોગચાળા દરમિયાન ભારતમાં 14-18 વર્ષની વય જૂથના 80 ટકા વિદ્યાર્થીઓના શિક્ષણના સ્તરમાં ઘટાડો થયો છે. યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડના (United Nations Children Emergency Fund) અહેવાલમાં સામે આવ્યુ છે કે, શાળા બંધ થવાથી દક્ષિણ એશિયાના બાળકોની શીખવાની ક્ષમતામાં ઘટાડો થયો છે. આ અહેવાલ મુજબ, 5-13 વર્ષની વયના વિદ્યાર્થીઓનાં 76 ટકા શીખવાની ક્ષમતામાં ઘટાડો થયો છે.

કોરોનાને કારણે બાળકોના શિક્ષણ પર માઠી અસર

યુનિસેફ સાઉથ એશિયાના ડિરેક્ટર જોર્જ લારિયા એડઝિકે જણાવ્યું હતું કે, દક્ષિણ એશિયામાં શાળા બંધ થવાથી બાળકો અને શિક્ષકો વચ્ચે ઓછી કનેક્ટિવિટી (Connectivity) અને ઓછા સાધનોની ઉપલબ્ધતા ધરાવતા પ્રદેશમાં શિક્ષણ પર અસર થઈ છે અને જેનાથી બાળકોના શિક્ષણ અને તેમના ભણતરના સ્તરને નુકસાન થયું છે. ઉપરાંત આ અહેવાલ મુજબ ભારતમાં 6 થી 13 વર્ષની વયના 42 ટકા બાળકોએ શાળા બંધ થયા બાદ અભ્યાસ ન કર્યો હોવાનું સામે આવ્યુ છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

યુનિસેફે શાળાઓ ખોલવા કરી તાકીદ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના કાળ દરમિયાન શાળાઓ બંધ (School) થયા બાદ બાળકોએ પુસ્તકો, વર્કશીટ, ફોન અથવા વિડીયો કોલ, વોટ્સએપ, યુટ્યુબ, વિડીયો ક્લાસીસ વગેરેનો ઉપયોગ કર્યો નથી.

સર્વેમાં જાણવા મળ્યું છે કે “પાંચથી 13 વર્ષની વય જૂથના ઓછામાં ઓછા 42 ટકા વિદ્યાર્થીઓ અને 14-18 વર્ષની વય જૂથના 29 ટકા વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો સાથે સંપર્કમાં રહ્યા નથી.” યુનિસેફે (UNICEF) સરકારોને સલામત રીતે શાળાઓ ખોલવાને પ્રાથમિકતા આપવા માટે જણાવવામાં આવ્યુ છે. આ ઉપરાંત બાળકોને સુનિશ્ચિત કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.

શાળાઓ બંધ રહેવાથી બાળકોના સર્વાંગી વિકાસ પર અસર

યુનિસેફના રિપોર્ટમાં મુજબ 42 ટકા બાળકોના શિક્ષણના શીખવાના (Education Learning) સ્તરમાં ઘટાડો થયો છે. યુનિસેફના ભારત એકમના પ્રતિનિધિ યાસ્મીન અલી હકે જણાવ્યુ હતુ કે, શાળાઓ ફરીથી ખોલવા પર જણાવ્યું હતું કે શાળાઓના લાંબા સમય સુધી બંધ રહેવાથી ઘણા બાળકોના અભ્યાસ, સામાજિક ક્રિયા પ્રતિક્રિયાઓ અને રમતગમત પર અસર પડી છે જે તેમના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે.

 

આ પણ વાંચો: RSMSSB Fireman Recruitment 2021 : ફાયરમેન માટે 600 થી વધુ જગ્યા પર ભરતી, જાણો ભરતીની લાયકાત વિશે

આ પણ વાંચો:  ICSE, ISC Board Exams 2021 : CISCE એ સેમેસ્ટર 1 ની પરીક્ષાઓ માટે ટાઇમ ટેબલ જાહેર કર્યું, આ સરળ સ્ટેપથી ચેક કરો

Next Article