RSMSSB Fireman Recruitment 2021 : ફાયરમેન માટે 600 થી વધુ જગ્યા પર ભરતી, જાણો ભરતીની લાયકાત વિશે

રાજસ્થાનમાં મદદનીશ ફાયર અધિકારી અને ફાયરમેનની પોસ્ટ માટે અરજી કરવા માટે, સત્તાવાર વેબસાઇટ rsmssb.rajasthan.gov.in ની મુલાકાત લો.

RSMSSB Fireman Recruitment 2021 : ફાયરમેન માટે 600 થી વધુ જગ્યા પર ભરતી, જાણો ભરતીની લાયકાત વિશે
Goverment Jobs
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 1:58 PM

RSMSSB Fireman Recruitment 2021 : રાજસ્થાન સ્ટાફ સિલેક્શન બોર્ડ દ્વારા સહાયક ફાયર ઓફિસર અને ફાયરમેનની જગ્યા પર ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. જે ઈચ્છુક ઉમેદવારોએ આ પોસ્ટ્સ માટે અરજી કરી નથી તેઓએ વહેલી તકે સત્તાવાર વેબસાઇટ rsmssb.rajasthan.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરવી જોઈએ. ભરતી બોર્ડ દ્વારા કુલ 629 જગ્યાઓ ભરતી કરવામાં આવશે.

રાજસ્થાન સ્ટાફ સિલેક્શન બોર્ડ દ્વારા આસિસ્ટન્ટ ફાયર ઓફિસર (Assistant fire Officer) અને ફાયરમેનની ( Fireman) પોસ્ટ માટે અરજી પ્રક્રિયા 18 ઓગસ્ટ 2021 થી શરૂ થઈ છે. આ માટે ઉમેદવારોને અરજી કરવા માટે 16 સપ્ટેમ્બર 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે. અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે, તેથી જલ્દીથી અરજી પ્રક્રિયા(Application Process)  પૂર્ણ કરો. આ ખાલી જગ્યામાં અરજી પ્રક્રિયા માત્ર ઓનલાઈન મોડમાં હાથ ધરવામાં આવી છે. જોકે પરીક્ષાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

આ રીતે અરજી કરો

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

લાયક ઉમેદવારોએ પહેલા રાજસ્થાન સ્ટાફ સિલેકશન બોર્ડની ( Rajasthan Staff Selection Board) ઓફિશિયલ વેબસાઇટ rsmssb.rajasthan.gov.in પર જવાનું રહેશે. વેબસાઇટ પર તમને આ ભરતીની સૂચના અને અરજી કરવાની લિંક મળશે. બધા ઉમેદવારોએ અરજી કરતા પહેલા સૂચના કાળજીપૂર્વક વાંચીને અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી ફોર્મની પ્રિન્ટ (Application Form) આઉટ કાઢી લો.

અરજી ફી

જનરલ અને ઓબીસી કેટેગરીના અરજદારો માટે અરજી ફી 450 રૂપિયા છે. OBC NCL કેટેગરી માટે ફી 350 રૂપિયા, SC/ST માટે 250 રૂપિયા છે. જો તમે અરજી ફોર્મ ભર્યા પછી સુધારા કરવા માંગો છો, તો તમારે 300 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે.

ભરતીની લાયકાત

આસિસ્ટન્ટ ફાયર ઓફિસરની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી આસિસ્ટન્ટ ફાયર ઓફિસરને (Assistant fire Officer) લગતી ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ. તેમજ ફાયરમેનની પોસ્ટ(Fireman)  માટે અરજી કરનાર ઉમેદવારો માટે ધોરણ 12 પાસ અને માન્ય સંસ્થામાંથી 6 મહિનાની ફાયરમેન તાલીમનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. પાત્રતાની સંપૂર્ણ વિગતો માટે, તમે સત્તાવાર સૂચના જોઈ શકો છો.

આ પણ વાંચો: ICSE, ISC Board Exams 2021 : CISCE એ સેમેસ્ટર 1 ની પરીક્ષાઓ માટે ટાઇમ ટેબલ જાહેર કર્યું, આ સરળ સ્ટેપથી ચેક કરો

આ પણ વાંચો:  UPSC Success Story: માતાનું અપમાન થતાં આ છોકરીએ અધિકારી બનવાની પકડી જીદ, વગર કોચિંગે બની IPS

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">