5 રાજ્યના 7287 ગામડાને મળશે 4G નેટવર્ક, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6466 કરોડના પેકેજને મંજૂરી આપી

|

Nov 18, 2021 | 12:35 PM

માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશાના પાંચ રાજ્યોના 44 જિલ્લામાં 4G આધારિત મોબાઈલ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

5 રાજ્યના 7287 ગામડાને મળશે 4G નેટવર્ક, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6466 કરોડના પેકેજને મંજૂરી આપી
4G network

Follow us on

દેશના 7287 જેટલા અંતરિયાળ અને મોબાઇલ નેટવર્ક(Mobile network)થી વંચિત એવા કેટલાક ગામોમાં ડિજિટલ કનેક્ટિવિટી(Digital connectivity) વધારવાનો મહત્વનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ કર્યો છે. દેશના પાંચ રાજ્યના 7287 ગામડામાં હવે 4G નેટવર્ક ઉપલબ્ધ થશે જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6466 કરોડના પેકેજને મંજૂરી આપી છે.

આ કરાર પર હસ્તાક્ષર કર્યાની તારીખથી કામગીરી 18 મહિનાની અંદર પૂર્ણ કરવાની રહેશે. આ પગલું ડિજિટલ ઈન્ડિયાના વિઝનને પરિપૂર્ણ કરતી વખતે એન્ટરપ્રાઇઝ અને ઈ-કોમર્સ સુવિધાઓને વેગ આપશે.

5 રાજ્યના 44 જિલ્લાના ગામ માટે યોજના

IT મંત્રી અશ્વિની વૈષ્ણવે સમગ્ર યોજના અંગે જાણકારી આપી હતી. આ યોજના આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશાના પાંચ રાજ્યોના 44 જિલ્લાના ગામડાઓમાં લાગુ થશે. યોજના અનુસાર, આગામી 18-24 મહિનામાં આ ગામોમાં 4G નેટવર્ક સેવા ઉપલબ્ધ થશે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

અનુરાગ સિંહે કહ્યું કે 7,287 ગામોમાં ટેલિકોમ ટાવર અને સેવાઓ પૂરી પાડવામાં આવશે, જે લાખો લોકોને કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ યોજનાના અમલીકરણ માટે રૂ. 6466 કરોડનો ખર્ચ થશે, જેમાં પાંચ વર્ષ માટેના સંચાલન ખર્ચનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ માટે ભંડોળ USOF દ્વારા કરવામાં આવશે અને તે કરાર પર હસ્તાક્ષર થયાની તારીખથી 18 મહિનામાં પૂર્ણ કરવાનું રહેશે.

ઈ-કોમર્સ સુવિધાઓને પ્રોત્સાહન મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મહત્વકાંક્ષી યોજના પાંચ રાજ્યોના અંતરિયાળ ગામડાઓમાં મોબાઈલ સેવાઓ સાથે ડિજિટલ કનેક્ટિવિટી વધારશે. આ યોજના આત્મનિર્ભરતા, શીખવાની તકો, માહિતી પ્રસારણ, કૌશલ્ય વિકાસ, આપત્તિ વ્યવસ્થાપન અને ઈ-ગવર્નન્સ પહેલ માટે ઉપયોગી છે. આ પગલું ડિજિટલ ઈન્ડિયાના વિઝનને પરિપૂર્ણ કરતી વખતે એન્ટરપ્રાઈઝ અને ઈ-કોમર્સ સુવિધાઓને પ્રોત્સાહન આપશે, આનાથી શૈક્ષણિક સંસ્થાઓને મદદ મળશે અને રોજગારીની તકોમાં વધારો થશે.

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાને આગળ વધશે

પૂર્વ અને હિમાલયના રાજ્યોમાં 250થી વધુ વસ્તી ધરાવતા ગામોને કનેક્ટિવિટી પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાને આગળ ધપાવવામાં આવી છે. કેન્દ્રીય આર્થિક બાબતોની સમિતિએ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના-1 અને 2ના બાકી રસ્તા અને પુલના કામોને પૂર્ણ કરવા માટે સપ્ટેમ્બર 2022 સુધી ચાલુ રાખવાના ગ્રામીણ વિકાસ મંત્રાલયના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે. સમિતિએ માર્ચ 2023 સુધી ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તાર (RCPLWEA) માટે રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ ચાલુ રાખવાની મંજૂરી આપી છે. ભારત સરકારે 500 થી વધુ વસ્તી ધરાવતા સપાટ વિસ્તારોમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના-1 શરૂ કરી છે.

આ પણ વાંચોઃ અલી અબ્બાસ ઝફરની ક્રાઈમ-થ્રિલર ફિલ્મમાં શાહિદ કપૂર સાથે કેટરીના કૈફ જોવા મળી શકે છે

આ પણ વાંચોઃ WBBL 2021:સ્મૃતિ મંધાનાએ બિગ બેશ લીગમાં ઈતિહાસ રચ્યો, ભારતીયોની છાતી ગર્વથી ફુલી ગઈ

 

Next Article