જમ્મૂ કાશ્મીરમાં 7 દિવસમાં 6 અથડામણ, સુરક્ષાદળોએ 6 પાકિસ્તાની સહિત 11 આતંકીઓને કર્યા ઠાર
3 જાન્યુઆરીએ શ્રીનગરના સુરક્ષા દળોએ શાલીમાર અને ગુસ વિસ્તારમાં એક કલાકની અંદર બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
જમ્મૂ-કાશ્મીર (Jammu Kashmir)માં વર્ષની શરૂઆતમાં જ 6 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ વર્ષ આતંકીઓ (Terrorist) માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે અને આ વર્ષની શરૂઆતમાં જ એક અઠવાડિયામાં 6 વખત અથડામણ જોવા મળી, જેમાં 9 આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર કરવાની સાથે જ લશ્કરના એક ટોપ કમાન્ડર સહિત 4 મૂળ પાકિસ્તાનીને પણ ઠાર કર્યા.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 2021માં સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરમાં 182 આતંકવાદીઓને ઠાર કર્યા છે, જેમાંથી 168 કાશ્મીરના હતા. એક અઠવાડિયામાં 6 અથડામણમાંથી શ્રીનગર જિલ્લામાં 2, ઉત્તર કાશ્મીરના કુપવાડામાં 1, દક્ષિણ કાશ્મીરના કુલગામ અને પુલવામા જિલ્લામાં 1 અને હવે મધ્ય કાશ્મીરના બડગામમાં પણ એક અથડામણ ચાલી રહી છે.
આ વર્ષના શરૂઆતમાં એટલે કે 1 જાન્યુઆરીએ જ સેનાએ કુપવાડાના કેરન સેક્ટરમાં બોર્ડર એક્શન ટીમના એક ઘુસણખોરને ઠાર કર્યો, જે સેના મુજબ પાકિસ્તાની નાગરિક હતો અને તેની ઓળખ મુહમ્મદ શબ્બીર માલિક, લશ્કર કમાન્ડર તરીકે થઈ.
એક કલાકની અંદર 2 આતંકીઓ ઠાર
3 જાન્યુઆરીએ શ્રીનગરના સુરક્ષા દળોએ શાલીમાર અને ગુસ વિસ્તારમાં એક કલાકની અંદર બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા, જેમાં 2016થી સક્રિય લશ્કર કમાન્ડર સલીમ પર્રે અને એક પાકિસ્તાની આતંકવાદી હાફિઝ કોડ નામ હમજાને ઠાર કરવામાં આવ્યા. 4 જાન્યુઆરીએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના ઓકે ગામમાં સુરક્ષાદળો અને આતંકવાદ વચ્ચની અથડામણમાં 2 સ્થાનિક આતંકવાદી માર્યા ગયા.
પાંચમી વખત અથડામણ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ચંદગામમાં થઈ, જેમાં 1 પાકિસ્તાની મૂળના જૈશ આતંકવાદીની સાથે 2 અન્ય આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા. 6 જાન્યુઆરીએ મધ્ય કાશ્મીરના જોલવા ક્રાલપુરા બડગામમાં મોડી સાંજ પહેલા કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ થયું, ત્યારબાદ ત્યાં અથડામણ થયું. જેમાં અત્યાર સુધી 3 આતંકવાદીઓને ઠાર કર્યા, જે જૈશ-એ-મોહમ્મદ સંગઠનના છે. કાશ્મીર પોલીસ મુજબ હાલમાં ઓપરેશન ચાલી રહ્યું છે.
ગયા વર્ષે 182 આતંકવાદીને કર્યા ઠાર
ગયા વર્ષે જમ્મૂ કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશમાં 100 સફળ આતંકવાદ વિરોધી અભિયાનોમાં 44 મોટા આતંકીઓ અને 20 વિદેશીઓ સહિત કુલ 182 આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો. પોલીસ પ્રમુખ દિલબાગ સિંહે આ જાણકારી આપી હતી.
જમ્મૂ કાશ્મીર પોલીસના 100માં સફળ આતંકવાદ વિરોધી અભિયાનના એક દિવસ બાદ જમ્મૂ કાશ્મીરના DGPએ કુલ આતંકવાદીઓ માર્યા ગયાની જાણકારી આપી. તેમને કહ્યું પંથા ચોકમાં પોલીસની બસ પર હુમલામાં સામેલ જૈશ-એ-મોહમ્મદના કુલ 9 આતંકવાદી છેલ્લા 24 કલાકમાં માર્યા ગયા. જ્યારે વર્ષ દરમિયાન કુલ 20 વિદેશી આતંકવાદી ઠાર કરવામાં આવ્યા.
આ પણ વાંચો: Jawed Habib Controversy : જાવેદ હબીબ સામે મહિલાના વાળ પર થૂંકવા બાબતે થઇ ફરિયાદ, મોડી રાતે માફી માંગી