AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તવાંગમાં ઘર્ષણ દરમિયાન 500 સૈનિક હતા હાજર, ચીનની આ હરકતની પહેલાથી જ હતી આશંકા, ભારતીય સૈનિકોએ 300 ચીની સૈનિકોને ભગાડી મુક્યા

જે સમયે ઝપાઝપી થઈ તે સમયે તવાંગમાં ભારતના માત્ર 100 જવાન તૈનાત હતા, ચીની સૈનિકો પુરી તૈયારીની સાથે આવ્યા હતા. બંને દેશોની વચ્ચે ઝપાઝપી 9 અને 11 ડિસેમ્બરે થઈ હતી. આ દરમિયાન ભારતીય સૈનિકોએ 12 ચીની સૈનિકોને પકડ્યા હતા.

તવાંગમાં ઘર્ષણ દરમિયાન 500 સૈનિક હતા હાજર, ચીનની આ હરકતની પહેલાથી જ હતી આશંકા, ભારતીય સૈનિકોએ 300 ચીની સૈનિકોને ભગાડી મુક્યા
Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2022 | 11:38 PM
Share

ચીન ફરી તેની અવળચંડાઈ પર ઉતરી આવ્યું છે. અરૂણાચલ પ્રદેશમાં LAC પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે. આ અથડામણમાં 20-30 સૈનિકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઝપાઝપી 9 ડિસેમ્બરની રાત્રે તવાંગ સેક્ટરમાં થઈ હતી. આ ઝપાઝપીમાં બંને બાજુના સૈનિકો ઘાયલ થયા છે. જ્યારે પેટ્રોલિંગ દરમિયાન બંને દેશોની સેનાઓ એકબીજાની સામે આવી ગઈ, ત્યારબાદ આ અથડામણ થયું. ચીની સેના એલએસી સુધી પહોંચવા ઈચ્છી રહી હતી, તે સમયે ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોનો સામનો કર્યો. ઘટના બાદ ભારતના કમાન્ડરે શાંતિ જાળવી રાખવા માટે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે પોતાના સમકક્ષની સાથે ફ્લેગ મીટિંગ કરી છે.

ભારતીય સૈનિકોએ 300 ચીની સૈનિકોને ભગાડી મુક્યા

જે સમયે ઝપાઝપી થઈ તે સમયે તવાંગમાં ભારતના માત્ર 100 જવાન તૈનાત હતા, ચીની સૈનિકો પુરી તૈયારીની સાથે આવ્યા હતા. બંને દેશોની વચ્ચે ઝપાઝપી 9 અને 11 ડિસેમ્બરે થઈ હતી. આ દરમિયાન ભારતીય સૈનિકોએ 12 ચીની સૈનિકોને પકડ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘર્ષણમાં બંને બાજુના સૈનિકોના હાથ અને પગ તુટી ગયા છે. બંને બાજુથી 500 સૈનિક હતા. તેમાં ભારતીય સૈનિકોએ 300 ચીની સૈનિકોને ભગાડી મુક્યા.

શિખ અને જાટ રેજીમેન્ટના લગભગ 20 સૈનિકો ઘાયલ

ભારત-ચીની સૈનિકોની વચ્ચે ઝપાઝપી તવાંગના યાંગત્સે વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન થઈ. 9 ડિસેમ્બરની આ ઘટના બની ત્યારે 500 સૈનિક હાજર હતા. આ દરમિયાન ચીનની ઘુષણખોરીને ભારતે મુંહતોડ જવાબ આપ્યો. ભારતીય જવાનોએ 300 સૈનિકોને ભગાડી મુક્યા. આ ઘર્ષણ બાદ બંને દેશોના સૈનિક પાછળ હટ્યા છે અને જે ભારતીય સૈનિકોની સ્થિતિ વધારે ગંભીર છે, તેમને સારવાર માટે ગુવાહાટી અને લેહ ખસેડવામાં આવ્યા છે. આ ઝપાઝપીમાં શિખ અને જાટ રેજીમેન્ટના લગભગ 20 સૈનિકો ઘાયલ થયા હતા.

તવાંગમાં ચીનની આ હરકતની પહેલાથી જ હતી આશંકા

ઘટના બાદ ભારતના કમાન્ડરે શાંતિ જાળવી રાખવા માટે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે પોતાના સમકક્ષની સાથે ફ્લેગ મીટિંગ કરી છે અને શાંતી જાળવી રાખવા માટે ચર્ચા થઈ. તમને જણાવી દઈએ કે ભારતને તવાંગમાં ચીનની આ હરકતની પહેલાથી જ આશંકા હતી. આ કારણથી જ ભારતે આ પ્રકારની કોઈ પણ ઘટનાનો સામનો કરવા માટે પહેલાથી જ જોરદાર તૈયારી કરીને રાખી હતી. જેની હેઠળ તવાંગમાં બોફોર્સ, હોવિત્ઝરને પહેલાથી જ તૈનાત કરવામાં આવી હતી. આ સિવાય ભારતીય સેનાએ તવાંગની અંદર ચિનૂક અને સુપરસોનિક ક્રુઝ મિસાઈલ પણ તૈનાત કરી હતી. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભારતીય સેનાએ તવાંગની અંદર ન્યૂ એજ સર્વિલાન્સ સિસ્ટમ લગાવી રાખી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સપ્ટેમ્બરમાં જ ઈસ્ટર્ન આર્મી કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ રાણા પ્રતાપ કલીતાએ કહ્યું હતું કે ઈસ્ટર્ન થિયેટરમાં ભારત ચીનની કોઈ પણ હરકત સામે લડવા તૈયાર છે. LACની પાસે અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ઘણા ભાગને લઈને બંને દેશોની વચ્ચે મતભેદ છે. બંને તરફથી પોતાની સરહદમાં પેટ્રોલિંગ હયો છે. આ ઘટનાક્રમ 2006થી ચાલુ છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">