India-Pakistan War : ભારત-પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે અનેક એરપોર્ટ બંધ હોવાથી 5 વિશેષ ટ્રેન શરુ કરાઈ, જાણો

ભારત-પાકિસ્તાનની યુદ્ધની પરિસ્થિતિમાં દેશના 32 એરપોર્ટ 15 મે સુધી બંધ કરવામાં આવ્યા છે. ત્યારે આ સમયે દેશની લાઈફ લાઇન રેલવેની ભૂમિકા અત્યંત મહત્વની થઈ જાય છે. ભૂતકાળમાં 1962 અને 1965 માં રેલવેની કામગીરી ખૂબ ઉપયોગી સાબિત થઈ છે.

India-Pakistan War : ભારત-પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે અનેક એરપોર્ટ બંધ હોવાથી 5 વિશેષ ટ્રેન શરુ કરાઈ, જાણો
Special Trains
| Edited By: | Updated on: May 10, 2025 | 8:35 AM

ભારત-પાકિસ્તાનની યુદ્ધની પરિસ્થિતિમાં દેશના 32 એરપોર્ટ 15 મે સુધી બંધ કરવામાં આવ્યા છે. ત્યારે આ સમયે દેશની લાઈફ લાઇન રેલવેની ભૂમિકા અત્યંત મહત્વની થઈ જાય છે. ભૂતકાળમાં 1962 અને 1965 માં રેલવેની કામગીરી ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. જમ્મુ અને ચંદીગઢ એરપોર્ટ બંધ હોવાથી પ્રભાવિત થયેલા યાત્રીઓ માટે વિશેષ ટ્રેન શરૂ કરાઈ છે. જેમાં 9 મે ના રોજ જમ્મુ તથા ઉધમપુરથી 5 વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે.

વિશેષ 5 ટ્રેન શરુ કરાઈ

  1. જમ્મુથી 04612 ટ્રેન સવારે 10:45 વાગ્યે શરૂ કરાઈ – જેમાં 12 અન આરક્ષિત અને 12 આરક્ષિત શ્રેણીના કોચ લગાવાયા
  2. 20 કોચવાળી વંદે ભારત ટ્રેન સવારે 12:45 વાગ્યે ઉધમપુરથી રવાના કરાઈ, જે જમ્મુ અને પઠાણકોટ થઈને દિલ્લી રવાના થઈ
  3. 22 એલએચબી કોચવાળી વિશેષ ટ્રેન સાંજે 7 વાગ્યે જમ્મુ સ્ટેશનથી રવાના થઈ
  4. અન્ય એક વંદે ભારત બપોરે 3:30 વાગ્યે જમ્મુથી રવાના થઈ જો સાંજે દિલ્લી પહોંચશે
  5. ⁠ગુવાહાટી માટે 19 અન આરક્ષિત અને 3 આરક્ષિત કોચ સહિત જમ્મુ સ્ટેશનથી આજે રાત્રે 23:54 વાગ્યે યુપી અને બિહાર થઈને ગુવાહાટી જશે

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી સમીક્ષા

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ સમગ્ર પરિસ્થિતિ પર સમીક્ષા કરીને રેલ વિભાગને સૂચના આપી છે કે જરૂરિયાત મુજબ વધારાની વિશેષ ટ્રેનોનું પરિસંચાલન કરવું. તેમજ સમયાનુસાર યાત્રીઓને સુરક્ષિત વિકલ્પ આપવો.

  1. 1962 માં ચીનના આક્રમણ વખતે ચીનની સેના સીમાથી અંદર આવી ત્યારે પૂર્વોત્તર સીમાંત રેલવેના લુમડિંગ ડિવિઝનના કર્મચારીઓએ અભિતપૂર્વ સાહસનો પરિચય આપ્યો હતો અને જરૂરી સામાન લઈ જતી ટ્રેન બોર્ડર પર ફસાઈ ગઈ ત્યારે સ્ટેશન માસ્તરે ટ્રેન પરત ના આવે ત્યાં સુધી સ્ટેશન નહીં છોડવાનું કહ્યું હતું
  2. 1965 માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ગધરા રોડ પર અમારા ટ્રેકમેન પર બોમ્બમારો કર્યો હતો જેના કારણે મોટા પ્રમાણમાં ટ્રેક પ્રભાવિત થયો પણ ગેંગમેનોએ ત્યાં જ રહીને ટ્રેકને રિપેર કરીને હથિયારો સેનાને પહોંચાડ્યા.
  3. અમૃતસર બોર્ડર બોર્ડર પર પણ આવી જ ઘટના ઘટી પણ રેલવે વિભાગના કર્મચારીઓએ સ્ટેશન છોડ્યું નહીં

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

Published On - 8:34 am, Sat, 10 May 25