AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પશ્ચિમ બંગાળમાં TMC નેતા સહિત 3 લોકોના મોત, હુમલાખોરોએ બાઇક રોકીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું

પશ્ચિમ બંગાળ(West Bengal)માં તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના નેતા સહિત 3 લોકોની હત્યા કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના દક્ષિણ 24 પરગણા જિલ્લાની છે. અહીં અજાણ્યા લોકોએ ટીએમસી નેતા સ્વપન માઝી અને તેના બે સહયોગીઓ પર બાઇક પર ગોળીબાર કર્યો હતો. ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

પશ્ચિમ બંગાળમાં TMC નેતા સહિત 3 લોકોના મોત, હુમલાખોરોએ બાઇક રોકીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું
3 killed, including TMC leader killed in West Bengal
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2022 | 12:54 PM
Share

 પશ્ચિમ બંગાળ(West Bengal)માં તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના નેતા સહિત 3 લોકોની હત્યા કરવામાં આવી હતી. દક્ષિણ 24 પરગણા જિલ્લામાં બનેલી આ ઘટનાના પગલે રાજકીય રીતે પણ ઘણા સવાલો ઉભા થયા છે. અહીં અજાણ્યા લોકોએ ટીએમસી નેતા સ્વપન માઝી અને તેના બે સહયોગીઓ પર બાઇક પર ગોળીબાર (Firing) કર્યો હતો. ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. દક્ષિણ 24 પરગણા જિલ્લાના કેનિંગમાં ટીએમસી નેતા સ્વપન માઝી બે સાથીઓ સાથે બાઇક પર  જઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ બાઇક રોકીને ત્રણેય પર આડેધડ ફાયરિંગ કર્યું હતું કે જેમાં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાને અંજામ આપીને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. પોલીસેને ઘટનાસ્થળેથી થોડા પુરાવા મળ્યા છે જે તેમણે કબજે લીધા હતા. 

સ્વપ્ન માંઝી કેનિંગથી ટીએમસી પંચાયત સભ્ય હતા. ગોપાલનગર વિસ્તારમાં તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેના બે સહયોગીઓ ભાગતા સમયે ગોળી માર્યા હતા. આ ઘટના સવારે નવ વાગ્યાની આસપાસ બની હતી. બજારમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ભીડવાળા વિસ્તારમાં હુમલાખોરોએ અચાનક હુમલો કર્યો હતો.

અન્ય બે મૃતકોની ઓળખ ટીએમસી કાર્યકર્તા ભૂતનાથ પ્રામાણિક અને ઝંતુ હલદર તરીકે થઈ છે. પોલીસને ઘટના સ્થળેથી બોમ્બ અને ગોળીઓ મળી આવી છે. ટીએમસીએ આ હત્યા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. કેનિંગના ટીએમસી ધારાસભ્ય પી દાસે દાવો કર્યો છે કે સપના માઝીએ થોડા દિવસો પહેલા તેમને કહ્યું હતું કે કેટલાક લોકો તેમની હત્યા કરી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">