Earthquake: DELHI-NCR માં 3.7ની તીવ્રતાથી ભૂકંપના આંચકા, હરિયાણામાં કેન્દ્રબિંદુ

|

Jul 06, 2021 | 12:07 AM

સીસ્મોગ્રાફ પર આ ભૂકંપની તીવ્રતા 3.7 માપવામાં આવી હતી. આ ભૂકંપ રાત્રે 10:36 વાગ્યે આવ્યો હતો અને તેની ઊંડાઈ 5 કિલોમીટરની હતી.

Earthquake: DELHI-NCR માં 3.7ની તીવ્રતાથી ભૂકંપના આંચકા, હરિયાણામાં કેન્દ્રબિંદુ
સાંકેતિક તસ્વીર

Follow us on

Earthquake in DELHI – NCR : 5 જુલાઈને સોમવારે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી National Center for Seismology (NCS) એ જણાવ્યું હતું કે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હરિયાણાના ઝજ્જર(Jhajjar)થી 10 કિમી ઉત્તરમાં હતું. સીસ્મોગ્રાફ પર આ ભૂકંપની તીવ્રતા 3.7 માપવામાં આવી હતી. આ ભૂકંપ રાત્રે 10:36 વાગ્યે આવ્યો હતો અને તેની ઊંડાઈ 5 કિલોમીટરની હતી.

20 જૂને પણ આવ્યો હતો ભૂકંપ
આ અગાઉ 20 મી જૂને પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.1 ની હતી. તે ભૂકંપનું કેન્દ્રબિંદુ દિલ્હીના પંજાબીબાગ વિસ્તારમાં હતું. તે દિવસે સવારે 12:02 વાગ્યે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનથી સાત કિલોમીટર નીચે હતું. જો કે, ખૂબ જ હળવા કંપનને લીધે મોટાભાગના લોકોને આ ભૂકંપ અનુભવાયો નહતો.

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપ
ગયા વર્ષે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં અનેક ભૂકંપ આવ્યા બાદ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી
(NCS) એ દિલ્હી અને આજુબાજુ ઉદ્ભવતા ધરતીકંપની પ્રવૃત્તિ પર નજર રાખવા માટે વધારાના ભૂકંપના રેકોર્ડિંગ ઉપકરણોગોઠવ્યા છે.

દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR) અને તેના નજીકના વિસ્તારોમાં એપ્રિલથી ઓગસ્ટ 2020 દરમિયાન ઓછી તીવ્રતાના ભુકંપ આવ્યા હતા. જેનું કેન્દ્ર ઉત્તર-પૂર્વ દિલ્હી, રોહતક, સોનીપત, બાગપત, ફરીદાબાદ અને અલવરમાં હતું.

Published On - 11:58 pm, Mon, 5 July 21

Next Article