પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારોનું વાઘા બોર્ડરથી ભારતમાં આગમન, મોદી સરકારનો માન્યો આભાર
આ માછીમારોએ કહ્યું કે જેલમાં રહેવા દરમિયાન અમારા પરિવારોને દર મહિને 9000 રૂપિયા આપવા બદલ મોદી સરકારનો આભાર માનીએ છીએ.
Punjab : પાકિસ્તાન દ્વારા મુક્ત કરાયેલા 20 ભારતીય માછીમારો સોમવારે અટારી-વાઘા બોર્ડર મારફતે ભારતમાં પ્રવેશ્યા હતા. એક માછીમારે કહ્યું કે અમે દરિયામાંથી પકડાયા છીએ અને છેલ્લા 4 વર્ષથી લાંધી જેલમાં હતા. એમ પણ કહ્યું કે જેલમાં રહેવા દરમિયાન અમારા પરિવારોને દર મહિને 9000 રૂપિયા આપવા બદલ મોદી સરકારનો આભાર માનીએ છીએ.
લાંધી જેલના અધિક્ષક ઇર્શાદ શાહે જણાવ્યું હતું કે ભારતીય સત્તાવાળાઓએ માછીમારોની રાષ્ટ્રીયતાની પુષ્ટિ કર્યા બાદ સદ્ભાવનાના સંકેત તરીકે માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. ઇર્શાદ શાહે જણાવ્યું હતું કે આ માછીમારોએ 4 વર્ષ જેલમાં વિતાવ્યા હતા અને પાકિસ્તાન સરકાર તરફથી સદ્ભાવનાના સંકેત તરીકે રવિવારે મુક્ત કરવામાં આવ્યા હતા. બિન-લાભકારી સામાજિક કલ્યાણ સંસ્થા એધી ટ્રસ્ટ ફાઉન્ડેશને માછીમારોને લાહોરની વાઘા બોર્ડર પર લઈ જવાની વ્યવસ્થા કરી હતી.
Punjab: 20 Indian fishermen, who were released by Pakistan, entered India via Attari-Wagah border today
“We were caught in the sea & languished in Landhi jail for last 4 years. We thank Modi Govt for providing Rs 9000 to our families when we were in jail,” a fisherman said pic.twitter.com/2BTMeIc9qx
— ANI (@ANI) November 15, 2021
અત્યારે કેટલા ભારતીયો જેલમાં છે? અધિકારી ઇર્શાદ શાહે કહ્યું કે 588 ભારતીય નાગરિકો હજુ પણ લાંધી જેલમાં બંધ છે, જેમાંથી મોટાભાગના માછીમારો છે. તેમણે કહ્યું કે સિંધના ગૃહ વિભાગ તરફથી મંજૂરી મળ્યા બાદ અમે તેમને મુક્ત કરીએ છીએ. પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી ફોર્સ (PMSF) દ્વારા માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી અને પાકિસ્તાની જળસીમામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા બદલ ડોક પોલીસને સોંપવામાં આવ્યા હતા.
અગાઉ પણ છોડવામાં આવ્યાં હતા પાકિસ્તાન સરકારે ગયા વર્ષની શરૂઆતમાં 20 ભારતીય માછીમારોને અને એપ્રિલ 2019માં 100 ભારતીય માછીમારોની બીજી બેચને સદ્ભાવનાના સંકેત તરીકે મુક્ત કર્યા હતા. પાકિસ્તાન અને ભારતના માછીમારો સામાન્ય રીતે એકબીજાની જળસીમામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા બદલ ધરપકડ થયા બાદ જેલમાં જાય છે.
એનજીઓ પાકિસ્તાન ફિશરમેન્સ ફોરમના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે અરબી સમુદ્રના દરિયાકાંઠે સ્પષ્ટ સીમાંકન રેખાની ગેરહાજરીને કારણે, આ માછીમારો જેમની પાસે આધુનિક નેવિગેશન સાધનો નથી તેઓ ભૂલથી લાલ રેખા પાર કરી જાય છે. તેઓને જેલમાં ધકેલી દેવામાં આવે છે.
આ પણ વાંચો :GUJARAT : કોરોનાની લેટેસ્ટ માહિતી સાથે જાણો ગુજરાતના મહત્વના સમાચાર, માત્ર એક ક્લિકમાં
આ પણ વાંચો : ભારત જ નહીં દુનિયાભરમાં વધી રહી છે મોંઘવારી, જાણો એવું તો શું થયું કે સતત આટલી વધી રહી છે મોંઘવારી!