નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ, આજે ગુરુવારે પંજાબ સરકાર પર 1026 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પંજાબમાં જૂના કચરાના વ્યવસ્થાપન અને ગટરના ગંદા પાણીના નિકાલ પર નક્કર પગલાં ના લેવા બદલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પંજાબની રાજ્ય સરકાર પર આ દંડ લગાવ્યો છે.
આ મામલામાં સુનાવણી દરમિયાન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કહ્યું કે, હાલમાં પંજાબમાં 53.87 લાખ ટન જૂનો કચરો પડ્યો છે. જ્યારે બે વર્ષ પહેલા આ કચરો 66.66 લાખ ટન હતો. એનજીટીએ ઠપકો આપતા કહ્યું કે, આનો અર્થ એ થયો કે બે વર્ષમાં રાજ્ય સરકાર માત્ર 10 લાખ ટન જ કચરાનો યોગ્ય અને નિયમ અનુસાર નિકાલ કરી શકી છે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કહ્યું કે, હાલમાં પંજાબમાં 53.87 લાખ ટન જૂનો કચરો પડેલો છે. જ્યારે છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર માત્ર 10 લાખ ટન કચરાનો નિકાલ કરી શકી છે. એનજીટીએ કહ્યું કે જો આ જ ગતિએ કામ ચાલુ રહેશે તો 53.87 લાખ ટન જૂના કચરાનો નિકાલ કરવામાં 10 વર્ષનો સમય લાગશે.
જ્યારે, NGTએ તેના નવા આદેશોમાં કહ્યું કે, મુખ્ય સચિવ રિંગ-ફેન્સ્ડ એકાઉન્ટ બનાવવા અંગે 2022 ના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ ગયા. એનજીટીએ વધુમાં કહ્યું કે તેમને વર્ષ 2022માં 2080 કરોડ રૂપિયા આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેનું મુખ્ય સચિવે પાલન કર્યું ના હતું. પંજાબ સરકારે અત્યાર સુધી માત્ર 100 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કહ્યું કે, આદેશનું ઉલ્લંઘન અને આદેશનું પાલન ના કરવું એ એનજીટી એક્ટ 2010ની કલમ 26 હેઠળ ગુનો છે. જ્યારે, એનજીટીએ તેના તાજેતરના આદેશમાં પંજાબ સરકાર પર જૂના કચરો અને ગટરના ગંદા પાણીના નિકાલ માટે યોગ્ય પગલાં ન લેવા બદલ 1026 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કેસની આગામી સુનાવણી 27 સપ્ટેમ્બરે થશે.