AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંભલમાં હોળીના દિવસે નીકળશે શોભાયાત્રા, માર્ગ પરની 10 મસ્જિદને ઢાંકી દેવા નિર્ણય

સંભલના એસપીએ કહ્યું કે, હોળીના દિવસે શોભાયાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જુલુસના રૂટ પર આવતી દસ મસ્જિદ ઉપર આવરણ નાખવામાં આવશે. સંભલમાં હોળી પર્વને લઈને બે શોભાયાત્રા નીકળશે. પ્રથમ શોભાયાત્રા સવારે 8 થી 11 અને બીજી સવારે 11 થી 3 વાગ્યા સુધીની રહેશે. આ દરમિયાન જુ્મ્માની નમાઝ શોભાયાત્રા પહેલા કે પછી થશે, શોભાયાત્રા દરમિયાન નહીં.

સંભલમાં હોળીના દિવસે નીકળશે શોભાયાત્રા, માર્ગ પરની 10 મસ્જિદને ઢાંકી દેવા નિર્ણય
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2025 | 2:42 PM
Share

ઉત્તર પ્રદેશના સંભલમાં હોળીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે મોટો નિર્ણય લીધો છે. એસપી શ્રીચંદે કહ્યું કે, સંભલમાં હોળીના દિવસે શોભાયાત્રાના રૂટ પર આવતી 10 મસ્જિદને આવરી લેવામાં આવશે. આમાં શાહી જામા મસ્જિદનો પણ સમાવેશ થાય છે. સંભલ એસપીએ કહ્યું કે, હોળીના દિવસે શોભાયાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. શોભાયાત્રાના રૂટ પર આવતી દસ મસ્જિદને આવરી લેવામાં આવશે.

તેમણે કહ્યું કે, શાહી જામા મસ્જિદના પાછળના ભાગને આવરણથી આવરી લેવામાં આવશે. આ એ વિસ્તાર છે જ્યાંથી શોભાયાત્રા નીકળશે. હોળી પર્વની બે શોભાયાત્રા નીકળનાર છે. પ્રથમ શોભાયાત્રા સવારે 8 થી 11 અને બીજી સવારે 11 થી 3 વાગ્યા સુધી નીકળશે. તેમણે કહ્યું કે જો નમાઝ અને શોભાયાત્રાનો સમય એક સાથે ના થાય તેનુ આયોજન કરવામાં આવ્યું છે. નમાઝ શોભાયાત્રા પહેલા કે પછી થશે, શોભાયાત્રા દરમિયાન નમાઝ પઢવામાં નહીં આવે. શાહી જામા મસ્જિદમાં, સંભલની બહારના લોકોને નમાજ અદા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

સંભલમાં શાંતિ બેઠક યોજાઈ

હોળીના દિવસે કાઢવામાં આવનાર શોભાયાત્રાને લઈને આજે સંભલ પોલીસ મથકમાં હિંદુ અને મુસ્લિમ બંને સમાજના લોકોની શાંતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાંતિ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, શોભાયાત્રાના રૂટ પર આવતી દસ મસ્જિદને આવરી લેવામાં આવશે. ત્યાં, શોભાયાત્રા પસાર થાય તે પહેલા અથવા પછી શુક્રવારની નમાઝ કરવામાં આવશે.

યુપી પોલીસે માર્ગદર્શિકા જાહેર કરી

યુપી પોલીસે હોળી પહેલા માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં કહેવાયું છે કે, તહેવારો દરમિયાન કોઈ નવી પરંપરા શરૂ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. તમામ તહેવારો પરંપરાગત રીતે ઉજવવા જોઈએ. અસામાજિક તત્વોને અગાઉથી ઓળખી કાઢવા જોઈએ અને તેમની સામે અસરકારક નિવારક પગલાં લેવા જોઈએ. પાછલા વર્ષોમાં હોળીને લગતા વિવાદો અને કેસોની સમીક્ષા કરવી જોઈએ અને તે મુજબ અસરકારક નિવારક પગલાં લેવા જોઈએ.

સાવધાન રહો – સીએમ યોગી

સંભલને લઈને યુપીના સીએમ યોગી આદિત્યનાથે એક કાર્યક્રમમાં કહ્યું કે, સંભલ એક સત્ય છે. હું યોગી છું અને દરેક સંપ્રદાય અને ધર્મનું સન્માન કરું છું. પરંતુ કોઈ વ્યક્તિ બળજબરીથી કોઈ જગ્યા પર કબજો કરે કે કોઈની આસ્થાને ખતમ કરે તે સ્વીકાર્ય નથી. સંભલમાં 68 તીર્થસ્થળો હતા અને અમે અત્યાર સુધીમાં માત્ર 18 જ શોધી શક્યા છીએ. સંભલના શિવ મંદિરમાં 56 વર્ષ બાદ જલાભિષેક કરવામાં આવ્યો હતો.

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">