Mumbai Corona Lockdown: મુંબઈમાં આ દિવસે લાગશે લોકડાઉન? BMC કમિશ્નરે આપ્યું નિવેદન

|

Jan 04, 2022 | 12:00 PM

મુંબઈમાં 3 જાન્યુઆરીએ 8,082 કેસ સામે આવ્યા અને 622 દર્દી કોરોનાથી રિક્વર થયા. 2 જાન્યુઆરીએ પણ 8,063 કોરોનાના કેસ સામે આવ્યા હતા.

Mumbai Corona Lockdown: મુંબઈમાં આ દિવસે લાગશે લોકડાઉન? BMC કમિશ્નરે આપ્યું નિવેદન
BMC Commissioner Iqbal Singh Chahal (File Image)

Follow us on

મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના કમિશનર ઈકબાલ સિંહ ચહલે (Iqbal Singh Chahal) મુંબઈમાં વધતા કોરોના (Corona Virus)ના કેસને જોતા લોકાડાઉન (Lockdown) લગાવવાને લઈ એક મોટુ નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં જે દિવસે દરરોજ 20,000થી વધારે કોરોનાના કેસ સામે આવવા લાગશે, તે દિવસે તરત જ મુંબઈમાં લોકડાઉન લાગી જશે.

મુંબઈમાં 3 જાન્યુઆરીએ 8,082 કેસ સામે આવ્યા અને 622 દર્દી કોરોનાથી રિક્વર થયા. 2 જાન્યુઆરીએ પણ 8,063 કોરોનાના કેસ સામે આવ્યા હતા. મુંબઈમાં આ પ્રકારે ઝડપ પકડતા કોરોનાના કેસ પર ચિંતા વ્યક્ત કરતા ઈકબાલ સિંહ ચહલે આ વાત કહી. તેમને કહ્યું કે મુંબઈમાં કોરોના સંક્રમણ આ પ્રકારે વધતું રહ્યું અને જો એક દિવસમાં 20 હજાર કેસની લિમિટ પાર કરવા લાગશે તો લોકડાઉન લગાવવા સિવાય કોઈ રસ્તો નહીં હોય.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મુંબઈમાં 30 હજાર બેડ ઉપલબ્ધ, 3 હજાર બેડ ભરાઈ ચૂક્યા

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે (Rajesh Tope)એ ઘણા ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે દેશમાં અલગ અલગ રાજ્યોમાં લોકડાઉન લગાવવા માટે અલગ અલગ રસ્તાઓનો ઉપયોગ કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં લોકડાઉન લાદવાની શરતો પથારીની ઉપલબ્ધતા, ઓક્સિજનની માંગ અને કોરોના પોઝિટીવ રેટ દ્વારા નક્કી કરવામાં આવે છે.

ત્યારે ઈકબાલ સિંહ ચહલ મુંબઈને લઈ સર્તક થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી કોરોનાની બીજી લહેરને પહોંચી વળવા માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની વ્યવસ્થાની પ્રશંસા કરવામાં આવી હતી.

હવે કોરોના સંક્રમણની સાથે સાથે ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. તેની પર ઈકબાલ સિંહ ચહલે કહ્યું કે મહાનગરપાલિકાની પાસે કોરોના દર્દી માટે 30 હજારથી વધુ બેડ ઉપલબ્ધ છે. તેમાંથી 3,000 બેડ ભરાઈ ચૂક્યા છે. દવાઓ અને વેન્ટીલેટર્સ પણ ઉપલબ્ધ છે. કોરોના સામે લડવા માટે અમારી પુરી તૈયારી છે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 68 નવા કેસ, મુંબઈમાં જ 40 દર્દી

3 જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં કોરોનાના 12,160 નવા કેસ મળ્યા. તે સિવાય મહારાષ્ટ્રમાં 68 ઓમિક્રોનના નવા કેસ સામે આવ્યા. તેમાંથી માત્ર મુંબઈમાં જ 40 ઓમિક્રોનના કેસ મળ્યા. ત્યારબાદ પૂણેમાં 14, નાગપુરમાં 4 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કુલ 578 ઓમિક્રોનના કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી 259 લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવી ચૂક્યા છે.

મહારાષ્ટ્રમાં લોકડાઉન ક્યારે લાગશે?

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે મુજબ જે દિવસે રાજ્યમાં દરરોજ ઓક્સિજનની માંગ 700 મેટ્રિક ટન થશે, તે દિવસથી મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગી જશે. તેમને કહ્યું કે રાજ્યમાં હાલમાં એવી સ્થિતિ નથી આવી. પ્રતિબંધોને વધુ કડક કરી શકાય છે, પરંતુ ફરીથી સંપૂર્ણ લોકડાઉનનો સમય આવ્યો નથી, ન તો કેબિનેટ અને મુખ્યમંત્રી સાથે આ બાબતે કોઈ ચર્ચા કરવામાં આવી છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં કોરોનાના કેસ વધ્યા, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ વધી, ભારતમાં ખતરાની ઘંટડી વાગી!

આ પણ વાંચો: Mumbai: ગોવા પહોંચ્યું કોર્ડેલિયા ક્રુઝ સ્ટાફ સહિત 66 લોકો કોવિડ પોઝિટિવ, તમામ લોકોને બહાર આવવા પર નો એન્ટ્રી

Next Article