કોણ છે રાજા ઠાકુર, જેના પર સંજય રાઉતે, હત્યાની સોપારી લીધી હોવાનો આક્ષેપ કર્યો છે

સંજય રાઉતે સીએમ એકનાથ શિંદેના સાંસદ પુત્ર પાસેથી કોન્ટ્રાક્ટ લેવાનો આરોપ મૂકનાર રાજા ઠાકુર, કોણ છે, થાણેનો ગેંગસ્ટર ? હત્યાના ગુનામાં જેલમાં ગયો, ફરાર થયો, જામીન પર છૂટ્યો...જાણો તેની સમગ્ર કુંડળી

કોણ છે રાજા ઠાકુર, જેના પર સંજય રાઉતે, હત્યાની સોપારી લીધી હોવાનો આક્ષેપ કર્યો છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2023 | 1:10 PM

ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે ગઈકાલે આરોપ લગાવ્યો હતો કે, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદેએ, મારી હત્યા કરવા માટે થાણેના ગુંડા રાજા ઠાકુરને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. રાઉતના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. સંજય રાઉતના આ આરોપને ખુદ રાજા ઠાકુરે નકારી કાઢ્યો છે. રાજા ઠાકુરે કહ્યું છે કે, તેઓ આ માટે સંજય રાઉત સામે માનહાનિનો દાવો કરવાનું વિચારી રહ્યા છે. તેમની પત્ની પૂજા ઠાકુરે આજે (22 ફેબ્રુઆરી, બુધવાર) સંજય રાઉત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સંજય રાઉતના ગંભીર આરોપ બાદ અચાનક જ રાજા ઠાકુરનું નામ ચર્ચામાં આવ્યું છે. ત્યારે જાણીએ કે કોણ છે રાજા ઠાકુર, કે જેનાથી રાઉતને પોતાના જીવને ખતરો લાગે છે.

હત્યા કેસમાં અંદર ગયો, આજીવન કેદની સજા થઈ, પછી જામીન પર બહાર આવ્યો

એક મરાઠી અખબારમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજા ઠાકુરનું અસલી નામ રવિચંદ્ર ઠાકુર છે. તે થાણે, કલવા અને મુંબ્રા વિસ્તારમાં તેની બોલબાલા છે. જાન્યુઆરી 2011માં થાણે-બેલાપુર રોડ પાસેના વિટાવા વિસ્તારમાં દીપક પાટીલ નામના વ્યક્તિની સરેઆમ હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં રાજા ઠાકુરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જો કે 2019માં રાજા ઠાકુર જામીન પર બહાર આવ્યા હતા.

આ રીતે થયો ફરાર પરંતુ પકડાઈ ગયો

વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજા ઠાકુર અચાનક ફરાર થઈ ગયા હતા. ઓક્ટોબર 2019 માં થાણે ક્રાઈમ બ્રાંચની ખંડણી વિરોધી ટીમ દ્વારા યેઉરમાં સાંઈબાબા ઢાબા નજીકથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી રાજા ઠાકુરને જામીન મળી ગયા હતા.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

એકનાથ શિંદે અને શ્રીકાંત શિંદે સાથે નજીકના સંબંધો

રાજા ઠાકુરે બે અઠવાડિયા પહેલા સીએમ એકનાથ શિંદે અને સાંસદ શ્રીકાંત શિંદેના જન્મદિવસ પર કબડ્ડી સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ માટે તેણે આખા થાણે શહેરમાં શિંદે પિતા અને પુત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા પોસ્ટરો લગાવ્યા હતા. આ કારણે રાજા ઠાકુર ફરી એકવાર ચર્ચામાં આવ્યા. હવે સંજય રાઉતે લગાવેલા હત્યા કરવાની સોપારી લીધી હોવાના આક્ષેપ બાદ તે ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે.

‘ઉદ્ધવ ઠાકરેએ મારી પત્નીને ટિકિટ આપી ત્યારે ખબર નહોતી કે હું ગુંડો છું?’

થાણાના બાહુબલી ગણાતા રાજા ઠાકુરે સંજય રાઉતના આરોપને ફગાવી દીધો છે અને કહ્યું છે કે હું શિવસૈનિક છું. ઉદ્ધવ ઠાકરેએ નગરપાલિકાની ચૂંટણી માટે મારી પત્નીને ટિકિટ આપી હતી. ત્યારે તેમને ખબર નહોતી કે હું ગુંડો છું? રાજા ઠાકુરની પત્ની પૂજા ઠાકુરે પણ પોતાની ફરિયાદમાં પૂછ્યું છે કે સંજય રાઉત કયા આધારે તેના પતિને ગુંડા કહી શકે છે ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">