Western Railway 29 જાન્યુઆરીથી લોકલ ટ્રેન દોડાવશે, હાલમાં કેટલાક જ લોકો કરી શકશે યાત્રા

Chandrakant Kanoja

|

Updated on: Jan 27, 2021 | 5:03 PM

Western Railway  29 જાન્યુઆરીથી પોતાની તમામ લોકલ ટ્રેન સેવાઓનું સંચાલન શરૂ કરી દેશે. શુક્રવારથી પશ્ચિમ રેલ્વે ધીમી અને ફાસ્ટ  રેલ્વે કોરિડોર પર 1367 લોકલ ટ્રેન સેવા શરૂ કરવા જઇ રહ્યું છે. જો કે હાલમાં તમામ યાત્રીઓને લોકલ ટ્રેન માટે યાત્રા કરવાની મંજૂરી નથી.

Western Railway 29 જાન્યુઆરીથી લોકલ ટ્રેન દોડાવશે, હાલમાં કેટલાક જ લોકો કરી શકશે યાત્રા
પશ્ચિમ રેલ્વે 29 જાન્યુઆરીથી દોડવશે લોકલ ટ્રેન

Follow us on

Western Railway  29 જાન્યુઆરીથી પોતાની તમામ લોકલ ટ્રેન સેવાઓનું સંચાલન શરૂ કરી દેશે. શુક્રવારથી પશ્ચિમ રેલ્વે ધીમી અને ફાસ્ટ  રેલ્વે કોરિડોર પર 1367 લોકલ ટ્રેન સેવા શરૂ કરવા જઇ રહ્યું છે. જો કે હાલમાં તમામ યાત્રીઓને લોકલ ટ્રેન માટે યાત્રા કરવાની મંજૂરી  નથી. આવશ્યક દેખભાળ સેવાઓનું કામ કરનારા કર્મચારી, વિશેષ રીતે વિકલાંગ  અને કેન્સર રોગીને લોકલ ટ્રેનોથી યાત્રા કરવાની મંજૂરી છે.

જેમાં મહિલાઓ અને વકીલો માટે નિર્ધારિત સમય પર આવવાની મંજૂરી છે. તમામ યાત્રીઓ માટે લોકલ ટ્રેન સેવાઓ ફરીથી શરૂ કરવાની બેઠકના એક દિન બાદ  મહારાસ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે આ નિર્ણય લીધો છે.

હાલ પશ્ચિમ રેલ્વે લગભગના નવ લાખ યાત્રીઓ સાથે એક દિવસમાં 1201 ટ્રેન સેવાઓ સંચાલિત કરે છે. મધ્ય રેલ્વે હાલ 1580 લોકલ ટ્રેન સેવાઓનું સંચાલન કરે છે. પશ્ચિમ રેલ્વે હાલ 1201 સ્પેશયલ ટ્રેનને પોતાની તમામ  ઉપનગરીય સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જણાવી દઇએ કે 15 જુલાઇ 2020 સુધી જરૂરી કામ કરનારા કર્મચારીઓ માટે ટ્રેન સેવાઓ ફરીથી સેવાઓ શરૂ થઈ હતી.

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati