AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘દિલ પર પથ્થર રાખીને એકનાથ શિંદેને સીએમ બનાવાયા’, બીજેપી નેતાના નિવેદનથી મહારાષ્ટ્રની રાજનિતીમાં ખળભળાટ

મહારાષ્ટ્રમાં, એકનાથ શિંદેએ (CM Eknath Shinde) 30 જૂને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, જ્યારે દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા. હાલમાં રાજ્યમાં કેબિનેટ વિસ્તરણની રાહ જોવાઈ રહી છે.

'દિલ પર પથ્થર રાખીને એકનાથ શિંદેને સીએમ બનાવાયા', બીજેપી નેતાના નિવેદનથી મહારાષ્ટ્રની રાજનિતીમાં ખળભળાટ
Maharashtra BJP Chief Chandrakant Patil (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 9:53 AM
Share

મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ( BJP President Chandrakant Patil ) શનિવારે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. પાટીલે કહ્યું કે ભાજપ મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેના (CM Eknath Shinde) ચહેરા સાથે આગળ વધ્યું કારણ કે જનતાને સ્પષ્ટ સંદેશ આપવાનો હતો એટલું જ નહીં, સરકારની સ્થિરતા પણ સુનિશ્ચિત કરવી હતી. પાટીલના નિવેદનને ભાજપની અંદર નારાજગી કે વિરોધની પ્રથમ ચિનગારી કહી શકાય. મહારાષ્ટ્ર બીજેપીના વડાએ રાજ્ય કારોબારીની બેઠકમાં કહ્યું કે એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવતી વખતે અમે અમારા દિલ પર પથ્થર રાખ્યો હતો.

બળવાખોર શિવસેના જૂથના નેતા એકનાથ શિંદેએ 30 જૂને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, જ્યારે દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. હાલ મહારાષ્ટ્ર સરકાર કેબિનેટ વિસ્તરણની રાહ જોઈ રહી છે. ચંદ્રકાંત પાટીલે એમ પણ કહ્યું હતું કે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનતા જોઈને મને અને બીજેપીના અન્ય નેતાઓને દુઃખ થયું હતું, પરંતુ અમે અમારા દુઃખને કાબુ કરીને આગળ વધ્યા કારણ કે અમારે મહારાષ્ટ્રના વિકાસની ગતિને આગળ વધારવાની હતી.

આદિત્ય ઠાકરેનો દાવો- શિંદે સરકાર ટૂંક સમયમાં પડી જશે

બીજી તરફ, શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ દાવો કર્યો છે કે રાજ્યમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકાર ગેરબંધારણીય છે અને તે ટૂંક સમયમાં પડી જશે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં ઠાકરે મહારાષ્ટ્રની યાત્રા કરી રહ્યા છે, જેને શિવ સંવાદ યાત્રા નામ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિ છે, પરંતુ સરકાર પાર્ટીના વિસ્તરણમાં વ્યસ્ત છે. આદિત્યએ કહ્યું કે અમે માત્ર મહારાષ્ટ્રના લોકોના સંપર્કમાં છીએ અને જો બળવાખોર ધારાસભ્યો ઈચ્છે તો તેઓ અમારી પાસે પાછા આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં શરૂ થયેલા રાજકીય ડ્રામાનો એકનાથ શિંદેના શપથ ગ્રહણ સાથે અંત આવ્યો હતો. બળવાખોર નેતા એકનાથ શિંદે પોતાના સમર્થક ધારાસભ્યો સાથે સુરત અને ત્યાથી તેઓ ગુવાહાટી પહોંચ્યા હતા. સાથે જ ભાજપ આ સમગ્ર ઘટનાક્રમ અંગે મૌન સેવતુ રહ્યું. પરંતુ આખરે શિવસેના અને ભાજપના ગઠબંધનની સરકાર બની અને મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેએ શપથ ગ્રહણ કર્યા.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">