હવે મુંબઈથી શેરડી અને સોલાપુર સુધી દોડશે વંદે ભારત ટ્રેન, જાણો રૂટ અને તેનું ભાડુ
ભારતીય રેલવે મુજબ મુંબઈ-શેરડી અને મુંબઈ-સોલાપુર વંદે ભારત ટ્રેન સિદ્ધેશ્વર, અક્કલકોટ, તુલજાપુર, સોલાપુરની પાસે પંઢરપુર અને પૂણેની પાસે આલંદીના તીર્થ શહેરોને ઝડપથી કનેક્ટિવિટી પ્રદાન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ અને મુંબઈ-સાઈનગર શેરડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી. ભારતીય રેલવેની 9મી અને 10મી વંદે ભારત એક્સપ્રેસ સિદ્ધેશ્વર, શેરડી અને ત્ર્યંબકેશ્વરના તીર્થ નગરોને જોડશે. વડાપ્રધાન મોદી આજે બપોરે 3 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી બે ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. વંદે ભારત એક્સપ્રેસ એક સેમી-હાઈસ્પીડ એસી ચેયર કાર ટ્રેન સેવા છે.
આ છે વંદે ભારતનો સમય
- ટ્રેન નંબર 22223 મુંબઈ-સાઈનગર શેરડી વંદે ભારત એક્સપ્રેસ સીએસએમટીથી સવારે 6.20 વાગ્યે પ્રસ્થાન કરશે અને 5 કલાક 20 મિનિટમાં 11.40 વાગ્યે સાઈનગર શેરડી પહોંચશે. આ દાદર,થાણે અને નાસિક રોડ પર રોકાશે.
- યાત્રાથી પરત ફરતા ટ્રેન નંબર 22224 સાઈનગર શેરડી-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ સાયનગર શેરડીથી સાંજે 5.25 વાગ્યે પ્રસ્થાન કરશે અને 5 કલાક 25 મિનિટમાં રાત્રે 10.50 વાગ્યે મુંબઈ પહોંચશે.
- મુંબઈ સાઈનગર શેરડી વંદે ભારત એક્સપ્રેસ મુંબઈને મહારાષ્ટ્રના તીર્થ કેન્દ્રો જેવા નાસિક, ત્ર્યંબકેશ્વર અને સાઈનગર શેરડીથી જોડશે.
- ટ્રેન નંબર 22226 સોલાપુર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ સોલાપુરથી સવારે 6.05 વાગ્યે પ્રસ્થાન કરશે અને 6 કલાક 30 મિનિટમાં 12.35 વાગ્યે મુંબઈ પહોંચશે. રસ્તામાં આ કુર્દુવાડી, પૂણે, કલ્યાણ અને દાદરમાં રોકાશે.
- ટ્રેન નંબર 22225 મુંબઈ સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ સીએસએમટીથી સાંજે 4.05 વાગ્યે ચાલશે અને 6 કલાક 35 મિનિટમાં રાત્રે 10.40 વાગ્યે સોલાપુર પહોંચશે. બંને ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ ચાલશે.
આ પણ વાંચો: BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યુ- આ સુનાવણી યોગ્ય નથી
જાણો કેટલું હશે ભાડુ?
- મુંબઈ-શેરડી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરનારા યાત્રીઓને ચેયર કાર અને એક્ઝિક્યુટીવ ચેયર કાર સીટો માટે 975 રૂપિયા અને 1840 રૂપિયા ચૂકવવા પડશે આ ભાડામાં ફૂડ સામેલ છે.
- જો તમે ઓન-બોર્ડ કેટરિંગનો વિકલ્પ પસંદ નથી કરતા તો તમને ચેયરકાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કાર સીટો માટે 840 રૂપિયા અને 1670 રૂપિયા ચૂકવવા પડશે.
- ત્યારે સાઈનગર શેરડીથી મુંબઈ વંદે ભારત એક્સપ્રેસનું ભાડુ ચેયર કાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કારનું 1130 રૂપિયા અને 2020 રૂપિયા હશે. તેમાં ફૂડ પણ સામેલ છે.
- મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરનારા મુસાફરોને ચેયર કાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કાર સીટ માટે 1300 રૂપિયા અને 2365 રૂપિયા ચૂકવવા પડશે. જેમાં ફૂડ પણ સામેલ છે.
- જો તમે ઓન-બોર્ડ કેટરિંગનો વિકલ્પ પસંદ કરતા નથી તો તમારે ચેયર કાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કાર સીટ માટે 1010 રૂપિયા અને 2015 રૂપિયા ભાડુ ચૂકવવુ પડશે.
- સોલાપુરથી સોલાપુર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસનું ભાડુ ચેયર કાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કારનું ભાડુ 1150 રૂપિયા અને 2185 રૂપિયા હશે. તેમાં ફૂડ પણ સામેલ છે.
- જો તમે કેટરિંગ વગર ચેયર કાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કાર પસંદ કરશો તો તમારે 1010 રૂપિયા અને 2015 રૂપિયા ભાડુ ચૂકવવુ પડશે.
મુંબઈ-શેરડી અને મુંબઈ સોલાપુર વંદે ભારત ટ્રેનનું શેડ્યુલ
ભારતીય રેલવે મુજબ મુંબઈ-શેરડી અને મુંબઈ-સોલાપુર વંદે ભારત ટ્રેન સિદ્ધેશ્વર, અક્કલકોટ, તુલજાપુર, સોલાપુરની પાસે પંઢરપુર અને પૂણેની પાસે આલંદીના તીર્થ શહેરોને ઝડપથી કનેક્ટિવિટી પ્રદાન કરશે. નવી વંદે ભારત એક્સપ્રેસ મુસાફરોને યાત્રાના સમયમાં 1 કલાક 30 મિનિટ બચાવવામાં મદદ કરશે, કારણ કે આ માર્ગ પર સૌથી ઝડપી ટ્રેન હાલમાં 7 કલાક 55 મિનિટનો સમય લે છે.