રેલવે મુસાફરોની સુવિધામાં વધારો, ગાંધીનગર- મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વાપી સ્ટેશન પર સ્ટોપેજ અપાયું
પશ્ચિમ રેલવેએ(Western Railway) મુસાફરોની સુવિધા માટે ગાંધીનગર- મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના(Vande Bharat Express Train) સ્ટોપેજમાં વધારો કર્યો છે. જેમાં 26 ઓકટોબરના રોજ ગાંધીનગર- મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે વાપી સ્ટેશન(Vapi) પર પણ ઉભી રહેશે.
પશ્ચિમ રેલવેએ(Western Railway) મુસાફરોની સુવિધા માટે ગાંધીનગર– મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના(Vande Bharat Express Train) સ્ટોપેજમાં વધારો કર્યો છે. જેમાં 26 ઓકટોબરના રોજ ગાંધીનગર- મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે વાપી સ્ટેશન(Vapi) પર પણ ઉભી રહેશે. જેમાં પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર મુસાફરોની સુવિધા માટે, ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસને 26મી ઓક્ટોબર, 2022થી વાપી સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે. વાપી સ્ટેશન પર વધારાના સ્ટોપેજને કારણે ટ્રેનના અન્ય સ્ટેશનો પરના સમયમાં ફેરફાર કરવામાં આવશે. નોંધનીય છે કે મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનો પર આ ટ્રેનના સમયમાં (પ્રસ્થાન અને આગમન)માં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
નૂતન વર્ષે વાપી માટે ખુશ ખબર!
૨૬ ઓક્ટોબર થી ટ્રેન નં. ૨૦૯૦૧/૨૦૯૦૨ મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ ને વાપી ખાતે સ્ટોપેજ મળશે. pic.twitter.com/pltkwJFGBT
— Darshana Jardosh (@DarshanaJardosh) October 25, 2022
પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ ટ્રેનનો સમય નીચે મુજબ છે. જેમાં ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ 08.04 કલાકે વાપી સ્ટેશન પહોંચશે અને 26 ઓક્ટોબર, 2022થી 08.06 કલાકે ઉપડશે. સુરત સ્ટેશન પર, ટ્રેન હવે 08.50/08.53 કલાકને બદલે 09.00/09.03 કલાકે આવશે/ઉપડશે. ટ્રેન હવે વડોદરા સ્ટેશન પર 10.10/10.15 કલાકને બદલે 10.13/10.16 કલાકે આવશે/પ્રસ્થાન કરશે. અમદાવાદ સ્ટેશનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
જ્યારે પરત ફરતી વખતે અમદાવાદ અને વડોદરા સ્ટેશનો પર ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસના સમયમાં (આગમન/પ્રસ્થાન)માં કોઈ ફેરફાર થશે નહીં. સુરત સ્ટેશન પર, ટ્રેન હવે 17.23/17.25 કલાકને બદલે 17.10/17.13 કલાકે આવશે/ઉપડશે. ટ્રેન વાપી સ્ટેશને 18.38 કલાકે પહોંચશે અને 18.40 કલાકે ઉપડશે.